શિમલા

હિમાચલ પ્રદેશ રાજ્ય, ભારત, ની રાજધાની

હિમાચલ પ્રદેશ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલું રાજ્ય છે. તેનું પાટનગર શિમલા છે. આ ઉપરાંત શિમલા ખાતે શિમલા જિલ્લાનું મુખ્ય મથક પણ આવેલું છે. આ રાજ્યનો લગભગ આખોય પ્રદેશ હિમાલય અને શિવાલિક પર્વતમાળાથી છવાયેલો છે. આ પર્વતોમાં સહેલાણીઓને ઉનાળાના તાપથી બચાવતા વિવિધ પર્યટન સ્થળો આવેલાં છે. આ સ્થળોમાં શિમલાની દેશના પ્રથમ હરોળના ગિરિનગરમાં ગણના થાય છે.

બ્રિટિશ રાજ વખતે અંગ્રેજો ઉનાળા દરમિયાન દેશની વડી કચેરીઓને શિમલા ખસેડી ત્યાંથી જ બધો વહીવટ કરતા હતા. આ કારણે અવારનવાર આવનજાવન માટે કાલકા - શિમલા નેરોગેજ રેલ્વે માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે આજે પણ ઇજનેરી બાંધકામની રીતે બેજોડ છે.