કાઠિયાવાડી બોલી ભારતના પશ્ચિમ દિશામાં આવેલા ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં પ્રચલિત બોલી છે. આ બોલીમાં પ્રચલિત ગુજરાતી ભાષાની બોલીઓથી અમુક શબ્દો અલગ રીતે બોલવામાં આવે છે.
કેટલાક ઉદાહરણો
ગુજરાતી
|
કાઠીયાવાડી
|
ત્યાં
|
ન્યાં
|
ક્યાં જાય છે?
|
કયાં જાસો?
|
પેલી બાજુ
|
ઉવાં કણે
|
કઈ બાજુ?
|
કેણીપાં? / કેમણીપા?
|
આ બાજુ
|
આણીંપા
|
મારી સાથે ચાલ
|
મારી હાર્યે હાલ
|
મારી આગળ થઈ ને દોડવા માંડ
|
મારી મૉર થઈને ઘોડવા મંડ
|
હું કપડા ધોવા જાઉ છું
|
હું લુગડા ધોવા જાવ સુ.
|
ખાઈ લે
|
ગળચી લે
|
અંદર
|
માલુકોર
|
રડે છે
|
રોવે છે / રૂવે છે
|
ક્યાં ગયો હતો
|
કયા ગુડાણો તો
|
સવારનો નાસ્તો
|
શિરામણ
|
બપોરનું ભોજન
|
રોંઢો
|
રાત્રીનું ભોજન
|
વાળું
|
વતનમાં જવું છે
|
દેહમાં જાવું છે
|