કાતર એ કપડાં કે કાગળ કાપવા માટે વાપરવામાં આવતું એક સાદું યાંત્રિક ઉપકરણ છે. કાતર ઉચ્ચાલનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. બે પાંખીયાં વચ્ચે રીવેટ જડીને બનાવવામાં આવતી કાતરના ટૂંકા છેડા તરફ આંગળી અને અંગુઠો ભેરવીને પકડી શકાય તેવા ખાનાં હોય છે અને રીવેટના બીજી તરફ ધારદાર બે લાંબા પાનાં હોય છે. આંગળી ને અંગુઠા વચ્ચે લાંબા પાનાં હોય છે. આંગળી અને અંગુઠા વડે અપાતું દબાણ બીજા છેડે વધુ શક્તિશાળી બનીને કાગળ અથવા કાપડને કાપવાનું કાર્ય કરે છે. કાતરનો ઉપયોગ માણસ ૩ હજાર વર્ષ પહેલાંથી કરતો આવ્યો છે.

કાતર

સામાન્ય કાતર ૬ ઈંચની હોય છે, જ્યારે ઘાસ વગેરે કાપવાની કાતર ૬ ઈંચ કરતાં મોટી હોય છે. દરજીઓ કાપડ કાપવા જેનો ઉપયોગ કરે છે, તે કાતરનું એક જ પાનું ધારવાળું હોય છે. ૪૦૦ વર્ષ પહેલાં કાતરના પાંખીયા વચ્ચે સ્પ્રીંગ પણ જડવામાં આવતી હતી. તે જમાનામાં લોકો ધાતુની પટ્ટીમાંથી જાતે જ કાતર બનાવી લેતા. આજે ઉપયોગમાં આવે છે, તેવી કાતર સૌ પ્રથમ ઈ. સ. ૧૭૬૧માં બેન્જામિન હન્ટસમેન નામના અંગ્રેજ સંશોધકે બનાવી હતી[].

સંદર્ભો

ફેરફાર કરો
  1. "અવારનવાર ઉપયોગી થતી કાતર વિશે આ જાણો છો!". ઝગમગ, ગુજરાત સમાચાર. ૧૩ જુલાઈ ૨૦૧૩. મેળવેલ ૩ જાન્યુઆરી ૨૦૧૮. Check date values in: |date= (મદદ)