કાબુલ
કાબુલ અફઘાનિસ્તાનનું એક શહેર છે. અફઘાનિસ્તાનમાં કાબુલ સૌથી મોટું શહેર અને દેશની રાજધાની છે. તે અફઘાનિસ્તાનનું આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. આ શહેર સમુદ્ર દરિયાઈ સપાટી પરથી ૧૮૦૦ મીટર ઊંચાઇ પર સ્થિત છે. કાબુલ સફેદ ખો પહાડી અને કાબુલ નદી વચ્ચે વસેલું છે. કાબુલને પ્રવાસનની દૃષ્ટિએ મધ્ય એશિયાનું મહત્વનું કેન્દ્ર ગણવામાં આવે છે. અહીં ઘણા મુખ્ય પર્યટન સ્થળ આવેલ છે. જેમાં અફઘાન નેશનલ મ્યુઝિયમ, દારુલ અમન પેલેસ, બાગ-એ-બાબર, ઈદગાહ મસ્જિદ, ઓમર માઈન મ્યુઝિયમ અહીંના મુખ્ય જોવાલાયક સ્થળોનો છે.
કાબુલ
کابل | |
---|---|
મેટ્રો | |
ટોચની ડાબેથી જમણે: કાબુલ શહેર; કાબુલ આંતરરાષ્ટ્રીય હવાઇમથક; અબ્દુલ રહેમાન મસ્જિદ; બાબર બગીચાઓ, સેરેના હોટેલ; ઇન્ટર-કોન્ટિનેન્ટલ હોટેલ; વઝીર અકબર ખાન | |
અક્ષાંશ-રેખાંશ: 34°32′N 69°10′E / 34.533°N 69.167°ECoordinates: 34°32′N 69°10′E / 34.533°N 69.167°E | |
દેશ | ![]() |
પ્રાંત | કાબુલ પ્રાંત |
જિલ્લાઓ | ૨૨ |
સરકાર | |
• મેયર | અબ્દુલ્લા હબીબઝાઇ |
ઊંચાઇ | ૧,૭૯૧ m (૫૮૭૬ ft) |
વસ્તી (૨૦૧૫) | |
• કુલ | ૩૬,૭૮,૦૩૪ |
[૧] | |
સમય વિસ્તાર | UTC+૪:૩૦ (અફઘાનિસ્તાન સ્થાનિક સમય) |
ટેલિફોન વિસ્તાર ક્રમ | (+૯૩) ૨૦ |
ઇતિહાસફેરફાર કરો
આ શહેરનો ઇતિહાસ ૩૦૦૦ વર્ષ જૂનો છે. આ સમય દરમિયાન, ત્યાં ઘણા શાસક રાજવંશો દ્વારા શાસન કરવામાં આવ્યું છે. તેના વ્યૂહાત્મક મહત્વને કારણે આ શહેર હંમેશા મધ્ય એશિયામાં મુખ્ય કેન્દ્ર રહ્યું છે. ઇ.સ. ૧૫૦૪માં અહીં બાબરનો કબજો હતો. ૧૫૨૬ ઈ.માં ભારત વિજય સુધી અહીં બાબર સામ્રાજ્યનું વહીવટી કેન્દ્ર હતું. ઇ.સ. ૧૭૭૬માં તૈમુર શાહ દુર્રાની દ્વારા આ શહેર અફઘાનનું પાટનગર બનાવવામાં આવ્યું.
મુખ્ય આકર્ષણોફેરફાર કરો
અફઘાન નેશનલ મ્યુઝિયમફેરફાર કરો
તેને કાબુલ મ્યુઝિયમ પણ કહેવાય છે. આ ઐતિહાસિક બે માળનું મકાન કાબુલ ખાતે આવેલ છે. આ મ્યુઝિયમને મધ્ય એશિયાનું સૌથી સમૃદ્ધ સંગ્રહાલય ગણવામાં આવે છે. અહીં ઘણી સદીઓ પૂર્વેની લગભગ એક લાખ દુર્લભ વસ્તુઓનો સંગ્રહ છે. આ મ્યુઝિયમ સ્થાપના ૧૯૨૦માં કરવામાં આવી હતી. ૧૯૭૩માં એક ડચ સ્થપતિને આ મ્યુઝિયમ માટે નવા મકાનની ડિઝાઇન કરવામાં માટે બોલાવવામાં આવ્યો હતો. પરંતુ રાજકીય અસ્થિરતા કારણે આ યોજના પૂર્ણ ન થઈ શકી. ૧૯૯૬માં તાલિબાન શાસન દરમિયાન મ્યુઝિયમને લૂંટી લેવામાં આવ્યું. આ મ્યુઝિયમને પુન: વાસ્તવિક રૂપમાં લાવવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા ૨૦૦૩માં ૩,૫૦,૦૦૦ અમેરિકી ડોલરની સહાય કરવામાં આવી હતી. વિદેશી સહાય વડે નવા બનેલા મ્યુઝિયમનું ઉદ્ઘાટન ૨૯ સપ્ટેમ્બર, ૨૦૦૪માં કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં કુષાણ સમયકાળ સાથે સંબંધિત વિવિધ બૌદ્ધ સ્મૃતિ ચિન્હો તથા તેના જેવી બીજી ચીજોનો સારો સંગ્રહ છે. આ ઉપરાંત અહીં ઇસ્લામ ધર્મના પ્રારંભિક સમયગાળા સાથે સંકળાયેલ દસ્તાવેજોનો સંગ્રહ પણ છે.
દારુલ અમન પેલેસફેરફાર કરો
આ યુરોપિયન શૈલી વડે નિર્મિત મહેલ છે, જે કાબુલથી ૧૦ માઇલના અંતરે આવેલ છે. દારુલ અમન પેલેસનું નિર્માણ ૧૯૨૦ ઈ.માં સુધારાવાદી રાજા અમાનુલ્લાહ ખાને કરાવ્યું હતું. આ ભવન એક ટેકરી પર બનાવવામાં આવેલ છે. અહીંથી સમગ્ર ખીણનો સુંદર નજારો જોઈ શકાય છે. આનું બાંધકામ અફઘાનિસ્તાનમાં સંસદભવન બનાવવાની યોજના હતી. પરંતુ અમાનુલ્લાહનું શાસન બદલાયા પછી તે ઘણા વર્ષો માટે ઉપયોગ વિના પડી રહ્યું. ૧૯૬૯માં આ મકાનમાં આગ લાગી. ૧૯૭૦ અને ૮૦ ના વર્ષમાં આ ઇમારતનો સંરક્ષણ મંત્રાલય દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલમાં આ મકાનનો ઉપયોગ નાટો દળો દ્વારા કરવામાં આવે છે. અફઘાનિસ્તાનની વર્તમાન સરકાર આ ઈમારતને નવું સ્વરૂપ આપીને સંસદભવનમાં રૂપાંતરિત કરનાર છે.
ઈદગાહ મસ્જિદફેરફાર કરો
તે અફઘાનિસ્તાન બીજા ક્રમની સૌથી મોટી મસ્જિદ છે. આ મસ્જિદમાં એક સાથે ૨૦ લાખ લોકો નમાજ અદા કરે છે. આ મસ્જિદનું બાંધકામ ૧૮૯૩માં અહીંના તત્કાલિન શાસક અબ્દુલ રહેમાન ખાને કરાવ્યું હતું. તે કાબુલ શહેરમાં બરાક વિસ્તારમાં આવેલી છે. આ મસ્જિદનો અફઘાનિસ્તાન રાજકારણ પર વ્યાપક પ્રભાવ છે.
બાલા હિસારફેરફાર કરો
તે અફઘાનિસ્તાનનો પ્રાચીન કિલ્લો છે. આ ગઢનું નિર્માણ, ઇ.સ. પૂર્વે ૫ મી સદીની આસપાસ થયું હતું. બાલા હિસાર વર્તમાન કાબુલ શહેરના દક્ષિણ ભાગમાં ખુહ-એ-શેરદરવાજ પહાડી નજીકના આવેલ છે. આ કિલ્લો મૂળભૂત રીતે બે ભાગોમાં વહેંચાયેલ છે. ફોર્ટના નીચલા ભાગમાં બેરેક અને ત્રણ રાજ ભવન હતા. જ્યારે ઉપલા ભાગમાં શસ્ત્રાગાર અને જેલ હતાં.આ જેલ, કાળા ગઢા નામથી જાણીતી હતી.
કાબુલ સિટી સેન્ટરફેરફાર કરો
તે અફઘાનિસ્તાનનો પ્રથમ આધુનિક મોલ છે. તેનું ઉદ્ઘાટન ઇ.સ. ૨૦૦૫માં કરવામાં આવેલ છે. આ નવ માળનો મોલ કાબુલ શહેરના નીચલા ભાગમાં આવેલ છે.
બાગ-એ-બાબરફેરફાર કરો
કાબુલ આવતા પ્રવાસીઓનું સૌથી પંસંદગીનું સ્થાન છે. આ બગીચામાં પ્રથમ મુઘલ સમ્રાટ બાબરની કબર છે. આ બાગ ઘણા બગીચા ભેગા કરીને રચાયેલ છે. આ ઉદ્યાનની બાહ્ય દિવાલનું પુનર્નિર્માણ ૨૦૦૫ ઈ.માં જૂની શૈલીમાં જ કરવામાં આવ્યુંહતું. આ દિવાલને ૧૯૯૨-૯૬ ઈ.ના યુદ્ધ દરમિયાન ક્ષતિ પહોંચી હતી. આ બાગ કાબુલના ચેચલસ્ટોન વિસ્તારમાં આવેલ છે. બાબરના મૃત્યુ પછી તેને આગ્રા ખાતે દફનાવવામાં આવ્યો. પરંતુ બાબરની ઇચ્છા હતી કે તેને કાબુલમાં દફનાવવામાં આવશે. આ કારણસર તેમની ઈચ્છા મુજબ કાબુલ લાવીને આ ગાર્ડનમાં દફનાવવામાં આવ્યા હતા. આ જ ઉદ્યાન પરથી પ્રેરણા લઈ ભારતમાં મુઘલ સમ્રાટોએ ઘણા ઉદ્યાનોનું બાંધકામ કરાવ્યું.
કાબુલ પ્રાણી સંગ્રહાલયફેરફાર કરો
આ પ્રાણી સંગ્રહાલય કાબુલ નદીના કિનારા પર સ્થિત છે. આ સંગ્રહાલય સામાન્ય લોકો માટે ૧૯૬૭. ઈ.માં ખોલવામાં આવ્યું હતું. આ સંગ્રહાલયમાં ૧૧૬ પ્રાણીઓ છે. આ પ્રાણીઓ માટે કાળજી માટે અહીં ૬૦ કર્મચારીઓ કાર્યરત છે. તેની મુલાકાતનો સમય સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીનો છે અને દૈનિક મુલાકાત ફી અફઘાનો માટે ૧૦ અફઘાની મુદ્રા અને વિદેશીઓ માટે ૧૦૦ અફઘાની મુદ્રા છે.
ઓમર ખાણ મ્યુઝિયમફેરફાર કરો
આ એક અનન્ય મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમમાં પ્રસિદ્ધ કલાકૃતિઓની અથવા હસ્તકલા નહીં પરંતુ વિવિધ પ્રકારના બોમ્બ જોઇ શકાય છે. આ મ્યુઝિયમમાં પ્રવાસીઓ બધા પ્રકારના શસ્ત્રો જોઈ શકે છે, જેનો ઉપયોગ અહીં યુદ્ધોમાં કરવામાં આવ્યો હતો. આ મ્યુઝિયમની મુલાકાત લેતાં પહેલાં પ્રથમ પરવાનગી લેવી જરુરી છે.
પઘમાન ઉદ્યાનફેરફાર કરો
આ બગીચો કાબુલ ખાતે રજાઓ ગાળવા માટે સૌથી સુંદર સ્થળ છે. અહીં લોકો પોતાના મિત્રો અને સંબંધીઓ સાથે રજાઓ ગાળવા માટે આવે છે. આ બગીચો ૧૯૨૭-૨૮ ઈ.માં રાજા અમાનુલ્લાહએ બનાવડાવ્યો હતો.
આ ઉપરાંત હાજી અબ્દુલ રહેમાન મસ્જિદ, પુલ-એ-કિસ્તી મસ્જિદ, ઓરઘા તળાવ, બાગ-એ-જનાના, બાગ-એ-બાલા વગેરે પણ જોવાલાયક છે.