કાબુલ પ્રાંત (ફારસી, પશ્તો: کابل, અંગ્રેજી: Kabul Province) અફઘાનિસ્તાન દેશનો એક પ્રાંત છે, જે કે દેશના પૂર્વ ભાગમાં સ્થિત છે. આ પ્રાંતનું ક્ષેત્રફળ ૪૪૬૨ ચોરસ કિમી છે અને તેની વસ્તી ૨૦૦૯ના વર્ષમાં લગભગ ૩૫.૭ લાખ હોવાનો અંદાજ હતો.[૧] આ પ્રાંતનું મુખ્ય શહેર કાબુલ છે, જે સમગ્ર અફઘાનિસ્તાન દેશની પણ રાષ્ટ્રીય રાજધાની છે. આ પ્રાંતના લગભગ ८०% લોકો કાબુલના શહેરી વિસ્તારમાં રહે છે. અહીં પશ્તો અને દરી ફારસી ભાષાઓ બોલાય છે. પ્રાંતમાં સૌથી મહત્વનો જળસ્ત્રોત કાબુલ નદી છે, જેના તટ પર કાબુલ શહેરમાં વસેલ છે.

અફઘાનિસ્તાનમાં કાબુલ પ્રાંત (લાલ રંગ)

પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. The World Factbook: Afghanistan (अंग्रेज़ी) સંગ્રહિત ૨૦૧૭-૦૯-૨૦ ના રોજ વેબેક મશિન, Central Intelligence Agency (सी आइ ए), Accessed ૨૭ ડિસેમ્બર ૨૦૧૧