કાસુંદરી એ એક જાતની વનસ્પતિ છે, જેનો છોડ આશરે ૩ (ત્રણ) મીટર જેટલી ઊંચાઇ ધરાવતો હોય છે. આ વનસ્પતિને ૮ થી ૧૨ જેટલાં પર્ણોની સંયુક્ત પર્ણાવલી હોય છે, જેમાં પર્ણો એકજ ડાળખી પર બે-બેની જોડમાં હારબંધ ગોઠવાયેલાં હોય છે. તેના પર પીળા રંગનાં ફુલો જોવા મળે છે.

કાસુંદરી
કાસુંદરીનાં બીજ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Fabales
Family: Fabaceae
Subfamily: Caesalpinioideae
Tribe: Cassieae
Subtribe: Cassiinae
Genus: 'Senna'
Species: ''S. sophera''
દ્વિનામી નામ
Senna sophera
(Linn.) Roxb
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ

Cassia sophera

કાસુંદરીનું વૈજ્ઞાનિક નામ સેન્ના સોફેરા (Senna sophera), અંગ્રેજી નામ કાસ્સીઆ સોફેરા (Cassia sophera) છે. તેને સામાન્ય રીતે કાસુંદા, બાનેર (Kasunda, Baner) તરીકે ઓળખવામાં આવે છે. આ વનસ્પતિ હિન્દી ભાષામાં કાસૌંદી (Kasaundi) તરીકે તેમજ બંગાળી ભાષામાં કોલ્કાસુંદા (কল্কাসুন্দা) તરીકે ઓળખાય છે.

આ વનસ્પતિ ઉષ્ણકટિબંધના દરેક પ્રદેશોમાં આજે જોવા મળે છે, પરંતુ તેનું મૂળ વતન ભારત હોવાનું માનવામાં આવે છે,[]. આ વનસ્પતિ સામન્યપણે પડતર જમીનમાં, રસ્તાની બાજુઓ પર તેમજ વનવિસ્તારમાં ઉગેલી જોવા મળે છે. આ વનસ્પતિનાં મૂળની બાહ્ય ત્વચાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે કરવામાં આવે છે. પ્રાચીન ભારતના આયુર્વેદાચાર્યો તેનો ઉપયોગ શ્વસનતંત્રની બિમારી ધરાવતા દર્દીઓ માટે કરતા હતા.

સંદર્ભો

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો