કુંભલગઢ
કુંભલગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના રાજસમંદ જિલ્લામાં આવેલો છે.
કુંભલગઢ | |
---|---|
કુંભલગઢ | |
પ્રકાર | Fortress |
સ્થાન | રાજસમંદ જિલ્લો, રાજસ્થાન, ભારત |
અક્ષાંસ-રેખાંશ | Coordinates: 25°8′56″N 73°34′49″E / 25.14889°N 73.58028°E |
વિસ્તાર | 268 ha (1.03 sq mi) |
બંધાયેલ | ૧૫મી સદી |
પ્રકાર | સાંસ્કૃતિક |
માપદંડ | ii, iii |
યાદીમાં ઉમેરેલ | ૨૦૧૩(૩૬મું સત્ર)) |
ભાગ છે | પર્વતીય કિલ્લો |
સંદર્ભ ક્રમાંક | 247 |
દેશ | ભારત |
વિસ્તાર | દક્ષિણ એશિયા |
આ સ્થળ ઉદયપૂરની ઉત્તર-પશ્ચિમે આશરે ૮૦ કિ.મી. અંતરે આવેલ છે. સમુદ્રસપાટીથી આશરે ૧૧૦૦ મીટરની ઉંચાઈએ આ કિલ્લો આવેલો છે. મેવાડના રાજા રાણા કુંભાએ આ ગઢનું બાંધકામ ઇ.સ. ૧૪૪૩ માં શરૂ કરી અને ઇ.સ.૧૪૫૮ માં પૂર્ણ કર્યું હતું.[૧] આ કિલ્લાની બાંધણી મેવાડી શૈલીની છે. અરવલ્લી પર્વતમાળાની ટોચે વ્યુહાત્મક જગ્યાએ આવેલો કુંભલગઢનો દુર્ગ માઇલો દૂરથી દેખાય છે. આ કિલ્લાની આસપાસ (ચોપાસ) બાંધવામાં આવેલી દિવાલની લંબાઇ ૩૬ કિ.મી. જેટલી થાય છે. આ દિવાલની પહોળાઇ આશરે ૧૫ ફૂટ થાય છે. કુંભલગઢની અંદર જ એક બીજો કિલ્લો છે, જે કટારગઢના નામથી ઓળખાય છે. જ્યાં મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો એમ ઘણા ઇતિહાસકારોનુ મંતવ્ય છે. આ કિલ્લાની અંદર બાદલમહેલ, કુંભમહેલ, આશરે ૩૬૦ જેટલા મંદિરો (જેમાં ૩૦૦ જેટલા જૈનમંદિરો છે), બાગબગીચા અને પાણીપૂરવઠાની વ્યવસ્થા છે.
રાજસ્થાન રાજ્યના રાજસ્થાન પ્રવાસન વિભાગ તરફથી ધ્વનિ અને પ્રકાશ કાર્યક્રમ (લાઇટ એન્ડ સાઉન્ડ શૉ) તૈયાર કરવામાં આવ્યો છે, જેનો પ્રવાસીઓ લાભ લઈ શકે છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Incredible India | Kumbhalgarh". www.incredibleindia.org. મેળવેલ 2021-10-29.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |