28°31′28″N 77°11′07″E / 28.524355°N 77.185248°E / 28.524355; 77.185248

કુતુબ પરિસર યુનેસ્કો વિશ્વ ધરોહર તરિકે ઘોષિત છે.

કુતુબ મીનાર ભારતમાં દિલ્હી શહેરના દક્ષિણ ભાગમાં આવેલા મહરૌલી વિસ્તારમાં સ્થિત, ઈંટથી બનેલ વિશ્વનો સૌથી ઊઁચો મિનારો છે. આની ઊઁચાઈ ૭૨.૫ મીટર (૨૩૭.૮ ફુટ) અને વ્યાસ ૧૪.૩ મીટર છે, જે ઊપર જઈ શિખર પર ૨.૭૫ મી. (૯.૦૨ ફુટ) થઈ જાય છે. કુતુબ મિનાર મુળ રૂપથી સાત માળનો હતો પણ હવે તે પાંચ માળનો રહી ગયો છે.[] આમાં ૩૭૯ પગથીયા છે.[] મિનારાની ચારે તરફ બનેલા આંગણામાં ભારતીય કળાના ઘણા ઉત્કૃષ્ટ નમૂના છે, જેમાંથી અનેક આના નિર્માણ કાળ સન ૧૧૯૩ની પૂર્વેના છે. આ પરિસર યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહરના રૂપમાં સ્વીકૃત કરાયું છે.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ અનુસાર, આના નિર્માણ પૂર્વે અહીં સુંદર ૨૦ જૈન મંદિર બનેલા હતા. તેમને ધ્વસ્ત કરી તે સામગ્રીથી વર્તમાન ઇમારતો બની. અફઘાનિસ્તાનમાં સ્થિત, જામના મિનારથી પ્રેરિત તથા તેનાથી આગળ નીકળવાની ઇચ્છાથી, દિલ્હીના પ્રથમ મુસ્લિમ શાસક કુતુબુદ્દીન ઐબકે કુતુબ મિનાર નું નિર્માણ સન ૧૧૯૩માં આરંભ કરાવ્યું, પરંતુ માત્ર આનો પાયો જ બનાવી શકાયો. તેના અનુગામી ઇલ્તુતમિશએ આમાં ત્રણ માળ વધાર્યા, અને સન ૧૩૬૮માં ફીરોજશાહ તુઘલકએ પાંચમો અને અંતિમ માળ બનાવડાવ્યો. ઐબકથી તુઘલક સુધી સ્થાપત્ય તથા વાસ્તુ શૈલીમાં બદલાવ, અહીં સ્પષ્ટ જોઈ શકાય છે. મિનારાને લાલ બલુઆ પત્થરથી બનાવડાવ્યો છે, જેના પર કુરાનની આયતોની તથા ફૂલ વેલોની સુક્ષ્મ નક્શી કરાઈ છે. કુતુબ મિનાર પુરાતન દિલ્હી શહેર, ઢિલ્લિકાના પ્રાચીન કિલ્લા લાલકોટના અવશેષો પર બન્યો છે. ઢિલ્લિકા અંતિમ હિન્દુ રાજાઓ તોમર અને ચૌહાણની રાજધાની હતી.

આ મિનારાના નિર્માણ ઉદ્દેશ્ય માટે કહેવાય છે કે આને કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જિદથી અજાન દેવા, નિરીક્ષણ તથા સુરક્ષા કરવા કે ઇસ્લામના દિલ્હી પર વિજયના પ્રતીકના રૂપમાં બનાવાયો. આના નામના વિષયમાં પણ વિવાદ છે. અમુક પુરાતત્વવિદોનો મત છે કે આનું નામ પ્રથમ તુર્કી સુલ્તાન કુતુબુદ્દીન ઐબકના નામ પરથી પડ્યું, અમુક લોકો એમ માને છે કે આનું નામ બગદાદના પ્રસિદ્ધ સંત કુતુબુદ્દીન બખ્તિયાર કાકી ના નામ પર છે, જે ભારતમાં વસવાટ કરવા આવ્યાં હતાં. ઇલ્તુતમિશ તેમનો ખૂબ આદર કરતો હતો, માટે કુતુબ મિનારાને આ નામ આપવામાં આવ્યું. આના શિલાલેખ અનુસાર, આનું સમારકામ તો ફિરોજ શાહ તુઘલકે (૧૩૫૧–૮૮) અને સિકંદર લોધીએ (૧૪૮૯–૧૫૧૭)માં કરાવડાવ્યું. મેજર આર. સ્મિથે આનો જીર્ણોદ્ધાર ૧૮૨૯માં કરાવડાવ્યો હતો.[]

  1. "કુતુબ મીનારનું નિર્માણ". મેરીખબર.કૉમ. મૂળ (એએસપીએક્સ) માંથી 2009-04-03 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ માર્ચ ૨૦૦૯.
  2. "કુતુબ મીનાર પરિસર". પ્રેસનોટ.ઇન. મૂળ (પીએચપી) માંથી 2009-04-02 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ માર્ચ ૨૦૦૯.
  3. "કુતુબ મીનારનું નિર્માણકાર્ય કોણે પૂરૂ કરાવ્યું?" (એચટીએમએલ). વેબ દુનિયા. મેળવેલ ૨૩ માર્ચ ૨૦૦૯.

બાહ્યકડીઓ

ફેરફાર કરો
 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: