કુરાન
કુરાન ઇસ્લામ ધર્મનું પવિત્ર પુસ્તક છે. મુસ્લિમો દ્વારા કુરાનને અલ્લાહનું કહેણ માનવામાં આવે છે. આ પુસ્તક બીજા ધાર્મિક પુસ્તકો કરતા અલગ છે કારણકે અલ્લાહે પોતેજ મહંમદ થકી આ પુસ્તક લખ્યું હોવાનું મનાય છે. તે વ્યાપક રીતે અરબી ભાષા શ્રેષ્ઠ સાહિત્ય ગણવામાં આવે છે. કુરાન અસમાન લંબાઈ ધરાવતી ૧૧૪ સુરતોમાં વિભાજિત થયેલ છે. જે તેમની સાક્ષાત્કાર જગ્યા અને સમય પર આધાર રાખીને મક્કી અથવા મદની તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
મુસ્લિમો માને છે કે ઇસ્લામના સંસ્થાપક મહોમ્મદને આલ્હા દ્વાર મોકલેલ ફરિશ્તા જિબ્રઇલએ ઇ.સ. ૬૧૦થી શરુ કરીને ૨૩ વર્ષના સમયગાળા દરમ્યાન મોઢેથી બોલીને જાહેર કરવામાં આવ્યું, ત્યારે પયગંબર મહોમ્મદ ૪૦ વર્ષના હતા, અને તે ઇ.સ. ૬૩૨માં તેમના મૃત્યુ સુધી સંપુર્ણ અવતરણ પામ્યું.
૧૪૦૦ વર્ષોથી પણ વધારે સમયથી કુરાન અરેબીક ભાષામાં લખાતું તેમજ વંચાતું આવ્યું છે, પણ દુનિયાના ઘણા મુસ્લિમોને અરેબીક ન આવડવાને કારણે કુરાનનું અન્ય ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યું છે જેથી કુરાનમાં લખેલા અરેબીક શબ્દોના અર્થની ખબર પડી શકે. કુરાનનો અર્થ બીજી ભાષામાં સમજાવતા આવા પુસ્તકોને કુરાનની સમકક્ષ નથી માનવામાં આવતા અને તેમની ગણના તથા વપરાશ ધાર્મિક પુસ્તકને બદલે શબ્દકોશની જેમ કરવામાં આવે છે. મુસ્લિમોનું માનવું છે કે આવા ભાષાંતરમાં સત્ય નથી હોતું અને માત્ર કુરાનની અરેબીક આવૃત્તિજ ખરી છે.[૧]
ઉદ્ભવ અને અર્થ
ફેરફાર કરોકુરાનમાં આશરે ૭૦ વખત કુરાન શબ્દ આવે છે, જેનો અલગ અલગ અર્થ થાય છે. તે અરેબિક ક્રિયાપદ કારા (Arabic: قرأ) ક્રિયાપદને લગતું નામ છે. તેનો અર્થ થાય છે "તેમણે વાંચ્યું" અથવા "તેમણે પઠન કર્યું".
ઇતિહાસ
ફેરફાર કરોપયગંબર કાળ
ફેરફાર કરોઇસ્લામિક માન્યતા અનુસાર પયગંબર મુહમ્મદને કુરાનની પ્રથમ વહી તેમના પર્વતો પરનાં એકાંતવાસ દરમ્યાન ગાર-એ-હીરામાં પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ, તેમણે ત્રેવીસ વર્ષના સમયગાળા સુધી કુરાનને લગતી વહી કે સાક્ષાત્કાર મેળવ્યો. હદિસ અને મુસ્લિમ ઇતિહાસ મુજબ, પયગંબર મુહમ્મદે મદિના હિજરત કર્યા બાદ સ્વતંત્ર મુસ્લિમ સમુદાયની રચના કરી, તેમણે નોંધપાત્ર સંખ્યામાં સહાબાને આદેશ આપ્યો કે કુરાનનો પાઠ કરવો અને કાયદા શીખવા તેમજ શીખાવવા, કે જે દરરોજ જાહેર કરવામાં આવતાં હતા. માર્ગદર્શકો જે કુરાન નો પાઠ કરવામાં રોકાયેલ હતા તેઓ કારી તરીકે ઓળખાતા હતા. જોકે મોટાભાગના સહાબા વાંચવા અથવા લખવામાં અસમર્થ હતા, તેઓને યુદ્ધકેદીઓમાંથી સમય સરળ લેખન શીખવા આદેશ આપ્યો હતો. આમ સહાબાનું એક સમૂહ ક્રમશઃ શિક્ષિત બન્યું હતું. કારણ કે તે શરૂઆતમાં તે બોલવામાં આવતું હોઇ, કુરાન તકતીઓ પર, પહોળા અને સપાટ ખજુરીના પાન પર નોંધવામાં આવ્યું હતુ,
મુસ્લિમો માને છે કે મોટા દેવદૂત, જીબ્રઇલે મહંમદ પયગંબરને હીરા પહાડની ગુફામાં ત્રેવીસ વર્ષો દરમ્યાન તેમના મૃત્યુ પર્યંત કુરાન આપ્યું હતું. કુરાન પયગંબરના જન્મ કાળ દરમ્યાન લખેલા પુસ્તકના રૂપમાં ન હતી પણ મૌખિક પાઠ તરીકે તેને યાદ રખાતી હતી. પયગંબરને લખતા કે વાંચતા નહોતું આવડતું અને મુસ્લિમોનું માનવું છે કે પયગંબરના મિત્ર અબુ બક્ર પયગંબરના જીવનકાળ દરમ્યાન કંઈક લખતા હતા. જ્યારે અબુ બક્ર ખલીફા બન્યા ત્યારે તેમણે કુરાનને પુસ્તકનું રૂપ આપ્યું હતું. ઊષમાન કે જેઓ ત્રીજા ખલીફા હતા, તેમણે કુરાનને ન લાગતી વળગતી ટિપ્પણીઓ તેમાંથી કઢાવી નાંખી હતી.
કુરાન જણાવે છે કે મુહમ્મદ ઉમ્મી હતા, મુસ્લિમ પરંપરા દ્વારા તેનું અર્થઘટન નિરક્ષર થાય છે.જો કે વોટ મુજબ , ઉમ્મીનો અર્થ અભણ કરતાં લખવામાં અસમર્થ એવો થાય છે.
મુસહ્ફનું સંકલન
ફેરફાર કરોશિયા, સુફી અને દુર્લભ સુન્ની વિદ્વાનો અનુસાર પયગંબર મહોમ્મદનાં મૃત્યુ પછી તરત જ હઝરત અલીએ કુરાન મુસહ્ફની સંપૂર્ણ આવૃત્તિ સંકલિત કરી. ઉસ્માન દ્વારા લિખિત મુસહ્ફ કરતાં આનો ક્રમ કઈંક અલગ હતો. તેમ છતાં, અલીએ આ પ્રમાણિત મુસહ્ફ સામે કોઇ વાંધો અથવા પ્રતિરોધ ન કર્યો, પરંતુ તેમનું પોતાનું પુસ્તક જાળવી રાખ્યું.
યમામાંના યુધ્ધમાં કુરાનની કડીઓને યાદ રાખીને લખતા ૭૦ લેખકોના મૃત્યુ પછી, ખલીફા અબુ બકરે વિવિધ પ્રકરણો અને પંક્તિઓ એક ભાગમાં એકત્રિત કરવાનો નિર્ણય લીધો. આથી, લેખકોનું એક સમુહ જેમાં ઝૈદ-ઇબ્ન-તાબિત પણ સમાવિષ્ઠ હતા, તેઓએ પ્રકરણો અને પંક્તિઓ એકત્ર કરીને હસ્ત લિખીત સંપૂર્ણ પુસ્તકની નકલોનું નિર્માણ કર્યું.[૨]
લખાણ
ફેરફાર કરોસુરહ,કડીઓ અને પ્રકટીકરણ
ફેરફાર કરોકુરાનના ૩૦ ભાગ છે કે જે મળીને ૧૧૪ સુરહ થાય છે. પ્રત્યેક સુરામાં અલગ સંખ્યાની કડીઓ છે. મુસ્લિમ અધ્યયન પ્રમાણે એમાંના ૮૪ સુરા મક્કામાં અને ૨૪ સુરા મદીનામાં થયા છે. મદીનામાં જે સુરા થયા છે તે છે: ૦૧ સૂરએ ફાતિહા ૦૨ સૂરએ બકરહ ૦૩ સૂરએ આલિ ઇમરાન ૦૪ સૂરએ નિસાઅ ૦૫ સૂરએ માઈદહ ૦૬ સૂરએ અન્આમ ૦૭ સૂરએ અઅરાફ ૦૮ સૂરએ અન્ફાલ ૦૯ સૂરએ તવબહ ૧૦ સૂરએ યૂનુસ ૧૧ સૂરએ હૂદ ૧૨ સૂરએ યૂસુફ ૧૩ સૂરએ રઅદ ૧૪ સૂરએ ઈબ્રાહીમ ૧૫ સૂરએ હિજ્ર્ ૧૬ સૂરએ નહલ ૧૭ સૂરએ બની ઈસ્રાઈલ ૧૮ સૂરએ કહફ ૧૯ સૂરએ મરયમ ૨૦ સૂરએ તા હા ૨૧ સૂરએ અંબિયા ૨૨ સૂરએ હજ્જ ૨૩ સૂરએ મઅમિનૂન ૨૪ સૂરએ નૂર ૨૫ સૂરએ ફુરકાન ૨૬ સૂરએ શુઅરા ૨૭ સૂરએ નમ્લ ૨૮ સૂરએ કસસ ૨૯ સૂરએ અન્કબૂત ૩૦ સૂરએ રૂમ ૩૧ સૂરએ લુકમાન ૩૨ સૂરએ સિજદહ ૩૩ સૂરએ અહઝાબ ૩૪ સૂરએ સબા ૩૫ સૂરએ ફાતિર ૩૬ સૂરએ યા-સીન ૩૭ સૂરએ સાફ્ફાત ૩૮ સૂરએ સૉદ ૩૯ સૂરએ ઝુમર ૪૦ સૂરએ મુઅમિન ૪૧ સૂરએ હા-મીમ સિજદહ ૪૨ સૂરએ શૂરા ૪૩ સૂરએ ઝુખ્રુફ ૪૪ સૂરએ દુખાન ૪૫ સૂરએ જાષિયહ ૪૬ સૂરએ અહકાફ ૪૭ સૂરએ મુહમ્મદ ૪૮ સૂરએ ફત્હ ૪૯ સૂરએ હુજૂરાત ૫૦ સૂરએ કાફ ૫૧ સૂરએ ઝારિયાત ૫૨ સૂરએ તૂર ૫૩ સૂરએ નજમ ૫૪ સૂરએ કમર ૫૫ સૂરએ રહમાન ૫૬ સૂરએ વાકિઅહ ૫૭ સૂરએ હદીદ ૫૮ સૂરએ મુજાદલહ ૫૯ સૂરએ હશ્ર ૬૦ સૂરએ મુમ્તહિનહ ૬૧ સૂરએ સક્ફ ૬૨ સૂરએ જુમુઅહ ૬૩ સૂરએ મુનાફિકૂન ૬૪ સૂરએ તગાબૂન ૬૫ સૂરએ તલાક ૬૬ સૂરએ તહરીમ ૬૭ સૂરએ મુલ્ક ૬૮ સૂરએ કલમ ૬૯ સૂરએ અલ હાક્કહ ૭૦ સૂરએ મઆરિજ ૭૧ સૂરએ નૂહ ૭૨ સૂરએ જિન્ન ૭૩ સૂરએ મુઝ્ઝમિલ ૭૪ સૂરએ મુદ્દસ્સિર ૭૫ સૂરએ કિયામહ ૭૬ સૂરએ દહર ૭૭ સૂરએ મુરસલાત ૭૮ સૂરએ નબા ૭૯ સૂરએ નાઝિઆત ૮૦ સૂરએ અબસ ૮૧ સૂરએ તકવીર ૮૨ સૂરએ ઈન્ફિતાર ૮૩ સૂરએ તત્ફીક ૮૪ સૂરએ ઈન્શિકાક ૮૫ સૂરએ બુરૂજ ૮૬ સૂરએ તારિક ૮૭ સૂરએ અઅલા ૮૮ સૂરએ ગાશિયહ ૮૯ સૂરએ ફજ્ર ૯૦ સૂરએ બલદ ૯૧ સૂરએ શમ્અ ૯૨ સૂરએ લૈલ ૯૩ સૂરએ ઝુહા ૯૪ સૂરએ ઈન્શિરાહ ૯૫ સૂરએ તીન ૯૬ સૂરએ અલક ૯૭ સૂરએ કદ્ર ૯૮ સૂરએ બય્યિનહ ૯૯ સૂરએ ઝિલઝાલ ૧૦૦ સૂરએ આદિયાત ૧૦૧ સૂરએ કારિઅહ્ ૧૦૨ સૂરએ તકાસુર ૧૦૩ સૂરએ અસ્ર ૧૦૪ સૂરએ હુમઝહ ૧૦૫ સૂરએ ફીલ ૧૦૬ સૂરએ કુરૈશ ૧૦૭ સૂરએ માઊન ૧૦૮ સૂરએ કૌસર ૧૦૯ સૂરએ કાફિરૂન ૧૧૦ સૂરએ નસ્ર ૧૧૧ સૂરએ લહબ ૧૧૨ સૂરએ ઈખ્લાસ ૧૧૩ સૂરએ ફલક ૧૧૪ સૂરએ નાસ
પહેલી અને છેલ્લી કડી
ફેરફાર કરોપહેલી કડી છે:
(મારા પ્રિય,) અલ્લાહનું નામ લઈને વાંચો (ચાલુ કરો), કે જેમણે (બધાનું) સર્જન કર્યું છે. તેમણે (માતાના ગર્ભમાં) જળો તરીકે લટકતા (વળગી રહેલા) ગઠ્ઠામાંથી મનુષ્યનું સર્જન કર્યું છે. વાંચો કે તમારો અલ્લાહ ખૂબ ઉદાર છે કે જેણે માણસને (વાંચતા અને લખતા) કલમથી શિખવાડ્યું (તે ઉપરાંત) તેણે માણસને (તે બધું) શિખવાડ્યું જેની તેને નહોતી ખબર.[૩]
છેલ્લી કડી છે:
આસ્તિકો! જે (બધા) કર્તવ્યો બજાવે છે. તમારા માટે (ભોજન અર્થે) બધા ચાર પગી પ્રાણીઓ કાયદેસર છે. મૃત માંસ, લોહી, સૂવર કે પછી અલ્લાહ સિવાયના કોઈ પણ બીજા (ખોટા) ઈશ્વર દ્વારા આષિત કરેલા ખાદ્યને કે એવા પ્રાણી કે જેનું મૃત્યુ ગળું દબાવવાથી, દંડૂકા વતી મારવાથી, તીરથી, પડવાથી કે રક્તસ્ત્રાવથી થયું હોય; એવું પ્રાણી કે જે જંગલી જાનવર દ્વારા આંશિક ખવાયું હોય કે પથ્થરના વેદી ઉપર જેનું બલિદાન આપવામાં આવ્યું હોય તે વર્જિત છે. તેમ છતાં જો ભૂખમરાનો સામનો કરવો પડે તો આમાં અપવાદ શક્ય છે.
કુરાન અને બાઈબલ વચ્ચેનો સંબંધ
ફેરફાર કરોકુરાનમાં એમ વાંચવા મળે છે કે ખ્રિસ્તી તેમજ યહૂદીઓ પણ સાચા ઈશ્વરમાં માને છે. કુરાનના અમુક પાનાઓમાં બાઈબલમાં આલેખાયેલા માણસો અને વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાઈબલના ચરિત્રો કે જેનો કુરાનમાં ઉલ્લેખ મળે છે તેના ઉદાહરણમાં એબ્રાહમ, નોઅ અને ઈશુ ખ્રિસ્તનો સમાવેશ થાય છે. આ ત્રણે ધર્મોને તેમના નાતાને લીધે એબ્રાહમિક ધર્મો તરીકે ગણવામાં આવ્યા છે.
આમ છતાં એકજ ઘટનાને લઈને કુરાન અને બાઈબલમાં મહત્તવપુર્ણ ભિન્નતા છે, જેમ કે કુરાન અનુસાર ઈશુ ખ્રિસ્ત ઈશ્વરના સંતાન ન હતા પરંતુ તેઓ માત્ર એક પયગંબર હતા જ્યારે મોટાભાગના ખ્રિસ્તીઓ તેમને ઈશ્વરના સંતાન માને છે. ઇસ્લામ પ્રમાણે આવું એટલે થવા પામ્યું છે કારણકે પહેલા બાઈબલના લખાણ ખોવાઈ ગયા છે અને માણસોએ તેને બદલી નાંખ્યા છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ કુરાન, ૮ જાન્યુઆરી ૨૦૦૯નાં રોજ લેવામાં આવેલું
- ↑ ઢાંચો:Hadith-usc
- ↑ આ જ કડી કુરાનનાં પ્રકરણ ૯૬:૧-૫માં પણ વાંચવા મળે છે.