કુત્બુદ્દીન મુહમ્મદ ખાનનો મકબરો

હજીરા અથવા મકબરા તરીકે ઓળખાતો કુત્બુદ્દીન મુહમ્મદ ખાનનો મકબરો ગુજરાત રાજ્યના વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલું એક સ્મારક છે જેમાં મુઘલ બાદશાહ અકબર દ્વારા નિમાયેલા ગુજરાતના સુબા કુત્બુદ્દીન મુહમ્મદ ખાનની કબર આવેલી છે.[] આ મકબરો ભારતીય પુરાતત્વખાતા દ્વારા સંરક્ષિત જાહેર કરવામાં આવ્યો છે જેને જાહેર જનતા માટે પણ ખુલ્લો મુકવામાં આવ્યો છે. મકબરાની આસપાસ નાનકડો બાગ બનાવેલો છે. કુત્બુદ્દીન મુહમ્મદ ખાન, અકબરના પુત્ર સલીમનો શિક્ષક હતો.

હજીરા
હજીરા, આગળથી
સ્થાનવડોદરા, ગુજરાત, ભારત
અક્ષાંસ-રેખાંશCoordinates: 22°16′40″N 73°12′25″E / 22.277879°N 73.206952°E / 22.277879; 73.206952
બંધાયેલ૧૫૮૬
સ્થાપત્ય શૈલી(ઓ)મુઘલ સ્થાપત્ય
કુત્બુદ્દીન મુહમ્મદ ખાનનો મકબરો is located in ગુજરાત
કુત્બુદ્દીન મુહમ્મદ ખાનનો મકબરો
Location of હજીરા in ગુજરાત
  1. "Hazira or Qutbuddin Mahmad Khan's Tomb". www.asivadodaracircle.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨૮ જૂન ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]