કુલધરા, રાજસ્થાન
કુલધરા પશ્ચિમ રાજસ્થાનમાં આવેલું એક ઉજ્જડ ગામ છે. આ ગામને ઘોસ્ટ ટાઉન અથવા ભૂતિયા શહેર તરીકે ઓળખવામાં આવે છે. ૧૮૨૫માં કુલધરાના ૮૩ ગામવાસીઓ અચાનક રીતે ગાયબ થઇ ગયા હતા.[૧] ૨૦૧૭ના અભ્યાસ મુજબ કુલધરા અને આજુ-બાજુના ગામો ખાલી થઇ જવાનું કારણ ભૂકંપ મનાયું છે.
કુલધરા
કુલધાર | |
---|---|
ગામ | |
કુલધરા ગામનાં ખંડેરો | |
અક્ષાંશ-રેખાંશ: 26°49′N 70°48′E / 26.81°N 70.80°E | |
દેશ | ભારત |
રાજ્ય | રાજસ્થાન |
જિલ્લો | જેસલમેર |
ઊંચાઇ | ૨૬૬ m (૮૭૩ ft) |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ભૂગોળ
ફેરફાર કરોઆ સ્થળ જેસલમેરથી આશરે ૧૮ કિમી દૂર દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે. ગામ ૮૬૧ મી x ૨૬૧ મી ના ચોરસ વિસ્તારમાં ઉત્તર-દક્ષિણ દિશામાં વસેલું હતું. ગામની મધ્યમાં દેવીનું મંદિર આવેલું છે. ગામમાં ત્રણ મુખ્ય આડા રસ્તાઓ અને સંખ્યાબંધ ઊભી નાની ગલીઓ આવેલી હતી.[૨]
ઉત્તર અને દક્ષિણ દિશામાં દિવાલ જોવા મળે છે. ગામની પૂર્વ દિશામાં સૂકાયેલી નાની કાકની નદી આવેલી છે. પશ્ચિમ દિશામાં મકાનોની પાછલા ભાગની દિવાલો આવેલી છે.[૨]
સ્થાપના
ફેરફાર કરોકુલધરાની સ્થાપના પાલીથી જેસલમેર વિસ્તારમાં આવેલા બ્રાહ્મણોએ કરી હતી.[૩] જેઓ પાલીવાલ કહેવાતા હતા. તવારીખ-એ-જેસલમેર, લક્ષ્મી ચંદ (૧૮૯૯)ના પુસ્તક મુજબ કુલધરા ગામની સ્થાપના કાંધણ નામના પાલીવાલ બ્રાહ્મણે કરી હતી. તેણે ઉધનસર નામના તળાવનું ખોદકામ કર્યું હતું.[૨]
ગામમાં ત્રણ સમાધિ સ્થળો આવેલા છે, જે સંખ્યાબંધ પાળિયાઓ ધરાવે છે.[૪] બે પાળિયાઓ પરના લખાણ મુજબ ગામની ૧૩મી સદીના પ્રારંભમાં વસ્યું હતું. આ લખાણો ભટ્ટાક સંવત મુજબ છે, જે ૧૨૩૫ અને ૧૨૩૮માં મૃત્યુ પામેલા બે ગામવાસીઓના પાળિયાઓ પર આવેલું છે.[૫]
છબીઓ
ફેરફાર કરો-
ગાડાનું પૈડું
-
કુલધરાના મંદિરમાં સ્થંભ પરનું લખાણ
-
કુલધરાના ખંડેરો
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Kuldhara - A haunted village near Jaisalmer". Lakshmi Sharath (અંગ્રેજીમાં). 2013-10-31. મેળવેલ 2019-05-02.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ S. Ali Nadeem Rezavi 1995, p. 312.
- ↑ S. Ali Nadeem Rezavi 1995, p. 313.
- ↑ S. Ali Nadeem Rezavi 1995, p. 315.
- ↑ S. Ali Nadeem Rezavi 1995, pp. 313-314.
ગ્રંથસૂચિ
ફેરફાર કરો- S. Ali Nadeem Rezavi (1995). "Kuldhara in Jaisalmer State — Social and Economic Implications of the remains of Medieval Settlement". Proceedings of the Indian History Congress, 56th Session: 312–338.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |