કૃષ્ણગંગા નદી
કૃષ્ણગંગા નદી (અંગ્રેજી: Neelum River, હિન્દી: नीलम नदी, ઉર્દૂ: نیلم ندی) કાશ્મીર ક્ષેત્રમાં વહેતી એક નદી છે . આ નદીનું નામ પાકિસ્તાનમાં નીલમ નદી કરવામાં આવેલ છે.
માર્ગ
ફેરફાર કરોકૃષ્ણગંગા નદી જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં સોનમર્ગ નજીક સ્થિત કિશનસર સરોવર (કૃષ્ણસર તળાવ) થી શરૂ થાય છે અને ઉત્તર દિશામાં વહે છે, જ્યાં બદોઆબ ગામ નજીક દ્રાસ પાસેથી આવતી એક ઉપનદી તેમાં મળી જાય છે. પછી તે થોડા અંતર સુધી નિયંત્રણ રેખા સાથે વહી પછી ગુરેજ નજીક પાકિસ્તાન-હસ્તકના કાશ્મીરના ગિલગીટ-બાલ્ટીસ્તાન ક્ષેત્રમાં દાખલ થાય છે. ત્યાંથી પશ્ચિમ તરફ નીકળતી મુજ્જફરાબાદની ઉત્તરમાં જેલમ નદીમાં મળી જાય છે. આ નદીની કુલ લંબાઈ ૨૪૫ કિ.મી. ના માર્ગ પૈકી ૫૦ કિ.મી. ભારતના જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં અને બાકીના ૧૯૫ કિ. મી. પાક-હસ્તકના જમ્મુ અને કાશ્મીર છે.[૧]
કૃષ્ણગંગા ખીણ પ્રદેશ (નીલમ વાદી)
ફેરફાર કરોકૃષ્ણગંગા ખીણ, જેને પાકિસ્તાનમાં નીલમ વાદી કહેવાય છે, તે એક ૨૫૦ કિમી લાંબી, લીલીછમ હિમાલય સ્થિત ઊંડી ખીણ છે. તે મુજ્જફરાબાદ થી અઠમુકામ સુધી ફેલાયેલ છે. અહીં હિન્દુ અને બૌદ્ધ ધર્મોની ઐતિહાસિક શિક્ષણ સંસ્થા, શારદા પીઠ આવેલ છે. આ પૂર્વે આ ક્ષેત્ર સરસ્વતી દેવી સાથે સંકળાયેલ માનવામાં આવે છે અને તે જૂના જમાનામાં 'શારદા દેશ' પણ કહેવાતું હતું.[૧][૨]
નીલમ વાદીમાં દાખલ કરવા માટે બે માર્ગ છે. એક મુજ્જફરાબાદથી આવે છે અને બીજો ખૈબર-પખ્તુનવાના માનસેહરા જિલ્લાના કાગાન શહેરમાંથી આવે છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોસંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ Pakistan and the Karakoram Highway, Sarina Singh, Lindsay Brown, Paul Clammer, Rodney Cocks, John Mock, pp. 185, Lonely Planet, 2008, ISBN 978-1-74104-542-0, ... Running through the Lesser Himalaya, the 200km Neelam River valley (called the Kishanganga before Partition) is AJ&K's main attraction ... Sharda: This opening in the valley, 30km beyond Dowarian, is said to be Neelam Valley's most beautiful spot ...
- ↑ A Travel Companion to the Northern Areas of Pakistan, Tahir Jahangir, Oxford University Press, 2004, ISBN 978-0-19-579969-9, ... The road runs along the river originally called the Kishanganga and now the Neelam ... Beyond Kiran are the ancient universities of Sharda and Narda ...