કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય

(કેમ્બ્રિજ યુનિવર્સિટી થી અહીં વાળેલું)

કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય કે કેંબ્રિજ વિશ્વવિદ્યાલય ઈંગ્લેન્ડમાં આવેલા કેમ્બ્રિજ શહેરમાં આવેલું એક જગતભરમાં જાણીતું વિશ્વવિદ્યાલય છે. આ વિદ્યાલય અંગ્રેજીભાષી દેશો પૈકીનું બીજા ક્રમે આવતું સૌથી પુરાણું અને યૂરોપ ખંડમાંનું ચોથા ક્રમે આવતું સૌથી પુરાણું વિશ્વવિદ્યાલય છે.

કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય
Latin: Academia Cantabrigiensi
મુદ્રાલેખHinc lucem et pocula sacra (લેટિન)
ગુજરાતીમાં મુદ્રાલેખ
From here, light and sacred draughts (literal)
From this place, we gain enlightenment and precious knowledge (non-literal)
પ્રકારસાર્વજનિક
સ્થાપના૧૨૦૯ આસપાસ
નાણાંકીય પીઠબળ£૪.૧ અબજ (૨૦૦૬, કોલેજ શામિલ) ($ ૭.૯ અબજ)
કુલપતિપ્રિન્સ ફિલીપ, ડ્યૂક ઑફ એડિનબરા
ઉપકુલપતિએલિસન રિચર્ડ
સંચાલન સ્ટાફ
૮,૬૧૪
વિદ્યાર્થીઓ૧૮,૩૯૬
સ્નાતક વિદ્યાર્થીઓ૧૨,૦૧૮
અનુસ્નાતક વિદ્યાર્થીઓ૬,૩૭૮
સ્થાનકેમ્બ્રિજ, ઈંગ્લેન્ડ, યુ.કે.
શાળા રંગ  Cambridge Blueઢાંચો:Scarfઢાંચો:Cellઢાંચો:Cellઢાંચો:Cellઢાંચો:Scarf
એથ્લેટિક્સThe University Sporting Blue (સ્પોર્ટિંગ બ્લૂ)
જોડાણોરસેલ ગ્રુપ
કોઈબ્રા ગ્રુપ
યૂરોપીય વિશ્વવિદ્યાલય એસોસિએશન
LERU
સંશોધન વિશ્વવિદ્યાલયોનું અંતરરાષ્ટ્રીય મંડળ
વેબસાઇટhttp://www.cam.ac.uk
ચિત્ર:UniCamLogo.png

પુરાણા દસ્તાવેજોમાં જણાવ્યા અનુસાર, ઇ. સ. ૧૨૦૯ના વર્ષમાં શહેરવાસીઓ સાથે થયેલા વિવાદને કારણે ઓક્સફર્ડ શહેર છોડીને બહાર નિકળેલા કેટલાક બુદ્ધિજીવીઓના સંગઠન દ્વારા આ વિશ્વવિદ્યાલયનો પાયો નાખવામાં આવ્યો હતો. ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયને સંયુક્ત રૂપમાં ઑક્સબ્રિજ કહેવામાં આવે છે. બ્રિટિશ સંસ્કૃતિ અને ઇતિહાસમાં વણાઇ ગયેલા આ બંન્ને વિશ્વવિદ્યાલયો વચ્ચે થતી પ્રતિદ્વંદિતાનો એક લાંબો ઇતિહાસ છે.

અકાદમીની રીતે જોતાં ક્રેબ્રિજ વિશ્વવિદ્યાલયની ગણના દુનિયાના પાંચ સર્વશ્રેષ્ઠ વિશ્વવિદ્યાલયોમાં કરવામાં આવે છે. વર્ષ ૨૦૦૯ સુધીમાં અભ્યાસ કરી ગયેલા આ વિશ્વવિદ્યાલયના છાત્રોમાં ૮૫ નોબલ પુરસ્કાર વિજેતાઓ શામેલ છે.