કેરડા
એક ક્ષૃપ અને એના ફળોનું નામ
કેરડા એક બહુવર્ષાયુ વનસ્પતિ છે જે મુખ્યત: શુષ્કપ્રદેશમાં ઉગે છે.
કેરડા | |
---|---|
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | વનસ્પતિ |
(unranked): | સપુષ્પ |
(unranked): | દ્વિદળી |
(unranked): | રોઝિડ્સ |
Order: | બ્રાસિકેલ્સ |
Family: | કેપ્પેરેસી |
Genus: | કેપ્પેરિસ |
Species: | સ્પિનોઝા |
દ્વિનામી નામ | |
કેપ્પેરિસ સ્પિનોઝા (Capparis spinosa) L. ૧૭૫૩
| |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
Synonymy
|
વિગત
ફેરફાર કરોઅંગ્રેજીમાં આ વનસ્પતિનું નામ કેપર બેરી છે અને વૈજ્ઞાનિક નામ કેપ્પેરિસ સ્પિનોઝા છે[૧]. આ વનસ્પતિના ફળોને પણ કેરડા જ કહેવાય છે[૧]. આ એક કાંટાળી વનસ્પતિ છે[૧]. આ વનસ્પતિ મોટેભાગે સુકા પ્રદેશોમાં ઉગે છે[૧]. આ ફળોમાંથી અથાણું બનાવવામાં આવે છે[૧].[૨] ગુજરાતમાં કચ્છ અને સૌરષ્ટ્ર વિસ્તારમાં કેરડાનાં અથાણાનું વધારે ચલણ છે[૧]. વૈશાખ અને જેઠ મહિનામાં આ વનસ્પતિને ઝીણા, ચણીબોરના કદના ફળો લાગે છે[૧]. ફળો કાચા હોય ત્યારે લીલા રંગના હોય છે[૧]. ફળો પાકે ત્યારે લાલ રંગના થઈ જાય છે[૧].
પોષણક્ષમતા
ફેરફાર કરોઅથાણું કરેલા ડબ્બાબંધ કેરડામાં ૮૪% પાણી, ૫% કાર્બોહાઈડ્રેટ્સ, ૨% પ્રોટીન અને ૧% ચરબી હોય છે. વધુ માહિતિ સાથેના કોષ્ઠકમાં છે.
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz) | |
---|---|
શક્તિ | 96 kJ (23 kcal) |
કાર્બોદિત પદાર્થો | 5 g |
શર્કરા | 0.4 g |
રેષા | 3 g |
0.9 g | |
2 g | |
વિટામિનો | |
થાયામીન (બી૧) | (2%) 0.018 mg |
રીબોફ્લેવીન (બી૨) | (12%) 0.139 mg |
નાયેસીન (બી૩) | (4%) 0.652 mg |
પેન્ટોથેનિક એસિડ (બી૫) | (1%) 0.027 mg |
વિટામિન બી૬ | (2%) 0.023 mg |
ફૉલેટ (બી૯) | (6%) 23 μg |
વિટામિન સી | (5%) 4 mg |
વિટામિન ઇ | (6%) 0.88 mg |
વિટામિન કે | (23%) 24.6 μg |
મિનરલ | |
કેલ્શિયમ | (4%) 40 mg |
લોહતત્વ | (13%) 1.7 mg |
સોડિયમ | (197%) 2960 mg |
અન્ય ઘટકો | |
પાણી | 83.8 g |
Selenium | 1.2 μg |
| |
ટકાવારી અમેરિકા (USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે. સ્ત્રોત: USDA Nutrient Database |
છબીઓ
ફેરફાર કરો-
કેરડાના પર્ણો અને કળીઓ
-
કેરડાનું પુષ્પ
-
પાકીને ખુલી ગયેલું ફળ
-
નવપલ્લવિત કેરડાનું ક્ષુપ - આ પુષ્પો હવે ફળો બનશે
-
કાચની બરણીમાં ભરેલું કેરડાનું અથાણું
-
મીઠાવાળા કેરડા