કેશોદ હવાઈમથક
કેશોદ હવાઈમથક અથવા કેશોદ વિમાનમથક[૧] ગુજરાતના જુનાગઢ જિલ્લામાં આવેલા કેશોદમાં આવેલું હવાઈમથક છે. આ હવાઈમથકનો ICAO કોડ VAKS છે અને IATA કોડ IXK છે. આ વિમાનમથક એક નાગરિક હવાઈ મથક છે. તે જૂનાગઢથી નૈઋત્ય દિશામાં ૩૯ કિલોમીટરે, વેરાવળની ઉત્તરે ૫૦ કિલોમીટરે અને કેશોદની ઈશાનમાં ૪ કિલોમીટરે આવેલું છે.
અહીં રનવે પેવ્ડ છે, જેની પ્રણાલી યાંત્રિક છે. આ ઉડાન પટ્ટીની લંબાઈ ૪,૫૦૦ ફુટ જેટલી છે.
ઈતિહાસ
ફેરફાર કરોઆ હવાઈમથકને જૂનાગઢના નવાબ મહાબતખાન ત્રીજા દ્વારા પોતાના અંગત વપરાશ માટે કોટડિયા પટેલો પાસેથી જમીન લઈને બાંધવામાં આવ્યું હતું. હવાઈમથકને ૮૦ના દાયકામાં ફરીથી મરમ્મત કરીને વિમાનની ઉડાનો માટે તૈયાર કરાવ્યું હતું. અહીંથી છેલ્લી ઉડાણ ભરવાવાળી ફ્લાઈટ જેટ ઍરવેય્સ હતી જેણે સન ૨૦૦૦માં ઉડાણ ભરી હતી.[૨] ભારતની કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત કેશોદ હવાઈમથકમાં યાત્રી ટર્મિનલ, ઉડાન પટ્ટી, એપ્રોન, અને બીજી સુવિધાઓ ઉભી કરવામાં આવી અને માર્ચ ૨૦૨૨માં વાણિજ્યિક ઉડાણ ભરવા માટે તૈયાર થયું. તે પહેલાં નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયે માર્ચ ૨૦૨૧માં એલાયન્ઝ ઍરને મુંબઈથી નિયમિત વિમાનસેવા ચાલુ કરવાની પરવાનગી આપી હતી.[૩] એલાયન્ઝ ઍરે કેશોદથી અમદાવાદ અને દીવ માટે વિમાનસેવા ચાલુ કરવાની જાહેરાત ઓક્ટોબર ૨૦૨૪માં કરી હતી જે અઠવાડિયામાં ત્રણ દિવસ સેવા આપશે.[૪]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ભારતીય વિમાનમથક પ્રાધિકરણ સંગ્રહિત ૨૦૧૦-૧૨-૧૧ ના રોજ વેબેક મશિનની વેબસાઇટ પર કેશોદ (જૂનાગઢ) વિમાનમથક
- ↑ "Indian Air Farce". The Indian Express (અંગ્રેજીમાં). 2005-01-16. મેળવેલ 2024-11-10.
- ↑ x.com/networkthoughts/status/1499667141410246658
- ↑ DeshGujarat (2024-10-19). "Alliance Air to launch Ahmedabad-Keshod, Diu-Keshod flights in winter schedule". DeshGujarat (અંગ્રેજીમાં). મેળવેલ 2024-11-10.