કે જે ચોકસી લાયબ્રેરી, ભરૂચ
કે જે ચોકસી લાયબ્રેરી એ ગુજરાતના જાણીતા શહેર ભરૂચમાં આવેલું એક અદ્યતન પુસ્તકાલય છે. ચોકસી ચેરીટેબલ ટ્રસ્ટ નામની સામાજિક સંસ્થા દ્વારા કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરી નામથી આ પુસ્તકાલયની સ્થાપના અઠ્ઠાવીસમી મે, ૨૦૦૮ના દિવસે કરવામાં આવી હતી. ભરૂચ શહેરની મધ્યમાં આવેલ અદ્યતન બાંધકામ તથા સુનિયોજિત ઢબે તૈયાર કરવામાં આવેલ આ પુસ્તકાલય ૨૫૦૦૦થી પણ વધારે પુસ્તકો ધરાવે છે જેમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાના પુસ્તકોનો સમાવિષ્ટ છે. અહીં બાળકો માટે અલાયદું બાળ પુસ્તકાલય પણ રાખવામાં આવેલ છે, જ્યાં બાળકોને મઝા પડે તે પ્રકારનું ફર્નીચર ગોઠવવામાં આવેલ છે. આ પુસ્તકાલયનું પોતાની વેબસાઇટ (વેબસાઇટ) પણ તૈયાર કરવામાં આવેલ છે.
માત્ર વાંચન પુરતું મર્યાદિત ન રહી આ પુસ્તકાલય ખાતે કોમ્પ્યુટરની સગવડ ધરાવતું સભાગૃહ પણ છે, જ્યાં અવારનવાર લેખકો, સાહિત્યકારો, વિદ્વાનોને આંમત્રિત કરવામાં આવે છે. મહિલા દિન, વિજ્ઞાન દિન, રાષ્ટ્રીય તહેવારો, ધાર્મિક તહેવારો, યુવા દિન, બાળ દિન જેવા દિવસોમાં અહીં વિશેષ કાર્યક્રમ જેમ કે, વિદ્વાનોનું પ્રવચન, પુસ્તક સમીક્ષાનું પણ આયોજન કરવામાં આવે છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- કે જે ચોકસી લાયબ્રેરી : અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૫-૦૮-૦૧ ના રોજ વેબેક મશિન