વિરુદ્ધ આહાર
(કોની સાથે શું ના લેવાય થી અહીં વાળેલું)
આયુર્વેદ માં કોની સાથે શું ના લેવાય તેની સ્પષ્ટતા કરેલી છે. એને વિરુધ્ધ આહાર કહેવામાં આવે છે.
દૂધ સાથે
ફેરફાર કરોકેટલાંક ફળો જેવા કે કેળાં, ખજૂર, લીંબૂ, પપૈયું વગેરે દૂધ સાથે ન ખવાય. દૂધ સાથે ગોળ, લસણ, ડૂંગળી, મૂળા, ગાજર, તુલસી, આદું ન લેવાય તથા દૂધ સાથે-દહીં, છાશ, કઢી, ઢોકળા, અથાણાં વગેરે ખટાશ ન લેવાય તથા દૂધ સાથે માંસ, માછલી, ઇંડા અને કૉડલીવર ઑઈલ ન લેવાય. એ વિરુદ્ધ આહાર છે.
દહીં સાથે
ફેરફાર કરોગોળ, દૂધ, મૂળા અને કેળાં વિરુદ્ધ આહાર છે.
ગોળ સાથે
ફેરફાર કરોમૂળા, તેલ, લસણ, અડદ, દૂધ અને દહીં વિરુદ્ધ છે.ઘી અને મધ સરખે ભાગે ન લેવાય. ઘી અને મધ સાથે લેવાનું હોય તો વિષમ ભાગે જ લેવું. કાં તો ઘી બમણું લેવું અથવા મધ બમણું લેવું.
વિરુદ્ધ આહારથી થતાં રોગો
ફેરફાર કરો- પેટ (ઉદર) અને ગળાનાં રોગો: જ્વર, ગાંડપણ, સળેખમ, ભગંદર, સોજા, સંગ્રહણી, રક્તપિત્ત, વિસર્પ, ઉદરરોગ, ઇત્યાદિ.
- ચામડીના રોગો: કોઢ, દરાજ, ખસ, ખૂજલી, કરોળિયા, વિદ્રધિ અને ગૂમડાં ઇત્યાદિ.