કોમ્પ્યુટરમાં માઉસ 'પોઇંટીંગ ડિવાઇસ' તરીકે કાર્ય કરે છે.જે આધાર સપાટી પરની દ્વિ-પરિમાણી હલનચલનને નોંધે છે.નક્કર રીતે જોઇએતો માઉસ એ વપરાશકારનાં એક હાથમાં રહેતું એક કે વધુ બટન ધરાવતું સાધન છે.જેમાં ક્યારેક ચક્ર (વ્હિલ) પણ હોય છે.

બે બટન અને એક ચક્ર,કે જે ત્રીજા બટન તરીકે પણ કામ આપે છે,ધરાવતું સામાન્ય સમકાલીન માઉસ.

વર્તમાન સમયમાં ઓપ્ટીકલ માઉસ, સ્ક્રોલ માઉસ, યુએસબી માઉસ વગેરે જાતનાં કોમ્પ્યુટર માઉસ જોવા મળે છે.