કોહિમાનું યુદ્ધ
કોહિમાનું યુદ્ધ (૪ એપ્રિલ ૧૯૪૪ થી ૨૨ જૂન ૧૯૪૪) એ ૧૯૪૪ના વર્ષમાં સુભાષચંદ્ર બોઝની આગેવાની હેઠળ બ્રિટિશ ભારતીય સેના અને આઝાદ હિંદ ફોજ અને જાપાનના સંયુક્ત દળો વચ્ચે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન કોહિમાની આસપાસના વિસ્તારમાં લડાયેલું ભીષણ યુદ્ધ હતું. આ યુદ્ધમાં જાપાની સેનાને પીછેહઠ કરવી પડી અને આ એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થયો.[૧] આ યુદ્ધ ૪ એપ્રિલ ૧૯૪૪ થી ૨૨ જૂન ૧૯૪૪ સુધી ત્રણ તબક્કામાં લડવામાં આવ્યું હતું. આ યુદ્ધને બ્રિટિશ આર્મી સાથે સંકળાયેલી અત્યાર સુધીની સૌથી મોટી લડાઈ તરીકે જાહેર કરવામાં આવી છે.
આશ્ચર્યની વાત એ છે કે યુદ્ધમાં બંને તરફ ભારતીય સૈનિકો હતા. વિશ્વ યુદ્ધ દરમિયાન, નેતાજી સુભાષ ચંદ્ર બોઝે ભારતને આઝાદ કરવાની યોગ્ય તક ગણી અને જાપાન સરકારની મદદથી અંગ્રેજોને હાંકી કાઢવાની યોજના બનાવી. અહીં નેતાજી પાસે આઝાદ હિંદ ફોજ હતી તો બીજી તરફ બ્રિટિશ આર્મીમાં પણ ભારતીયો હતા.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન, ૪ એપ્રિલ ૧૯૪૪ના રોજ, જાપાની સૈનિકોએ હાલના નાગાલેંડની રાજધાની કોહિમા પર હુમલો કર્યો. અહીં બ્રિટિશ ઈન્ડિયન આર્મીની કમાન વિલિયમ સ્લિમ પાસે હતી. ત્રણ મહિના સુધી ચાલેલા આ યુદ્ધમાં જાપાનને હારનો સામનો કરવો પડ્યો હતો. આ યુદ્ધમાં લગભગ ૫૩૦૦૦ જાપાની સૈનિકો માર્યા ગયા હતા. જ્યારે બ્રિટિશ આર્મીના ૧૬૦૦૦ થી વધુ સૈનિકો અને મોટી સંખ્યામાં નાગાઓ માર્યા ગયા હતા. બ્રિટન ઉપરાંત ભારત, ઓસ્ટ્રેલિયા, આફ્રિકાના સૈનિકો પણ હતા.
જૂનના અંતમાં, સાથી દળોએ ભીષણ યુદ્ધ દ્વારા જાપાનીઓને અહીંથી ભગાડ્યા. આ પછી જાપાનીઓએ ઇમ્ફાલમાં રોક લગાવી દીધી. ત્રણ તબક્કામાં લગભગ અઢી મહિના સુધી ચાલેલા કોહિમા-ઈમ્ફાલ યુદ્ધમાં જાપાની સેનાને હારનો સામનો કરવો પડ્યો હતો. બ્રિટિશ ભારતીય સૈન્યએ દરેક મોરચે જાપાનીઓને હરાવી દીધા. જાપાનની હાર સાથે આ સપનું પૂરું ન થઈ શક્યું. ઈતિહાસકારો માને છે કે જાપાનનો ઈરાદો પ્રથમ વિશ્વયુદ્ધમાં કોહિમાથી ઈમ્ફાલ સુધી લશ્કરી દિવાલ બનાવવાનો હતો. પરંતુ આ હાર તેને દક્ષિણ એશિયામાં આગળ વધતા અટકાવી હતી. આ યુદ્ધ પછી જાપાનને બર્મા છોડવાની ફરજ પડી હતી.
આ નિર્ણાયક યુદ્ધમાં આઝાદ હિંદ ફોજ દ્વારા માર્યા ગયેલા સૈનિકોની યાદમાં, બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા એક યુદ્ધ સ્મારક બનાવવામાં આવ્યું છે, જે કોમનવેલ્થ દ્વારા જાળવવામાં આવે છે.
આ યુદ્ધ દરમિયાન, જાપાનીઓએ નાગાલેંડ પર ભીષણ હુમલો કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સૈનિકો અને અધિકારીઓ માર્યા ગયા હતા. હુમલામાં માર્યા ગયેલા આ તમામ સૈનિકોને ગેરિસન હિલ ખાતે દફનાવવામાં આવ્યા હતા. બાદમાં તેમનીસ્મૃતિમાં ૧૪૨૧ કબરો બનાવવામાં આવી હતી. સ્થાનિક લોકો શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા આવે છે. આ સમાધિઓ કોહિમા આવતા પ્રવાસીઓને પણ બતાવવામાં આવે છે.
જ્હોન મેક્સવેલ એડમન્ડના આ શબ્દો યુદ્ધ સ્મારક પરની તકતી પર અંગ્રેજી ભાષામાં લખાયેલા છે:
- "When you go home, tell them of us and say-For their tomorrow, we gave our today"
- "जब तुम घर जाओ तो हमारे बारे में सबको बताना और यह कहना कि उनके भविष्य के लिये हमने अपना वर्तमान बलिदान कर दिया।"[૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ कोहिमा युद्ध : दूसरे विश्वयुद्ध की दिशा बदलने वाला युद्ध
- ↑ युद्ध स्मारक पर लगी पट्टिका સંગ્રહિત ૨૦૧૪-૦૨-૦૨ ના રોજ વેબેક મશિન अभिगमन तिथि: २३ जनवरी २०१४
આ પણ જુઓ
ફેરફાર કરો- સુભાષ ચંદ્ર બોઝ
- ઇમ્ફાલનું યુદ્ધ
- બીજા વિશ્વ યુદ્ધ