ક્ષિપ્રા નદી
ભારતની નદી
ક્ષિપ્રા નદી ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં વહેતી એક પ્રસિદ્ધ અને ઐતિહાસિક નદી છે. આ નદી ભારત દેશની પવિત્ર નદીઓ પૈકીની એક નદી છે. ઉજ્જૈન ખાતે કુંભ મેળો આ નદીના કિનારે ભરાય છે. દ્વાદશ જ્યૉતિર્લિંગોમાંનું એક મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ પણ આ નદીને કિનારે જ છે
આ નદી ધાર જિલ્લાના ઉત્તર ભાગમાંથી ઉદ્દભવે છે અને ઉત્તર દિશામાં વહેતી ૧૯૬ કિલોમીટર જેટલી લંબાઈ પછી મધ્ય પ્રદેશ - રાજસ્થાનની સરહદ પાસે મંદસૌર જિલ્લામાં ચંબલ નદીમાં મળી જાય છે.