ખંજરી (વાદ્ય)
ખંજરી એક સાદું તથા નાનું વાદ્ય યંત્ર છે, જે બે-અઢી ઇંચ પહોળી લાકડાની પટ્ટીને ગોળાકારે જોડી તેની પરિઘ પર એક તરફ ચામડા વડે મઢાવામાં આવ્યું હોય છે. એની બીજી તરફ ખુલ્લી રહેતી હોય છે. આમ થાળી જેવા આકારનું આ વાદ્ય બને છે. થાળી જેવી કિનારમાં થોડા-થોડા અંતરે જગ્યા કરીને તેમાં ધાતુની નાની નાની ૨-૩ તક્તિઓ એક સળીયા પર પરોવીને લગાવેલી હોય છે. આ વાદ્યને એક હાથમાં પકડીને બીજા હાથ વડે થાપ મારી વગાડવામાં આવે છે. જેનો ઝાંઝની જેમ થાપ પડતાંની સાથે જ સ્વત: ઝંકાર ઉઠે છે. આ વાદ્યનો ઉપયોગ મુખ્યત્વે ભજનોમાં અને મંદિરોમાં આરતિ-કિર્તન દરમ્યાન સંગીત માટે કરવામાં આવે છે, આ ઉપરાંત ગીત ગાઇને ભીખ માગવા વાળા ભિખારીઓ તથા લોક સંગીતમાં પણ થતો આવ્યો છે.
ખંજરીની અંદરની બાજુ | |
થાપ મારીને વગાડાતું વાદ્ય | |
---|---|
અન્ય નામો | ટૅમ્બરીન, ડફ |
વર્ગીકરણ | હાથની થાપથી વાગતું વાદ્ય |
હોર્નબોસ્ટેલ-સાસ વર્ગીકરણ | 112.122(+211.311, with drumhead) |
સંબંધિત વાદ્યો | |
ડફ, ડફલી |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |