ભારતીય ઉપખંડમાંના પૌરાણિક સમયથી ચાલતા આવેલા હિંદુ ધર્મના લોકોમાં અતિ મહત્વના એવા મહાભારત ગ્રંથમાં વર્ણવ્યા અનુસાર ખાંડવપ્રસ્થ પૌરાણિક નગરી છે જે અર્જુને વસાવી હતી. પુરાણો અનુસાર ખાંડવ પ્રદેશમાં નાગ જાતિના લોકોની વસ્તી હતી. અર્જુને અગ્ન્યાસ્ત્રનો ઉપયોગ કરીને ખાંડવ પ્રદેશમાં આગ લગાડી તે પ્રદેશમાથી નાગ લોકોને દૂર કરી ઇન્દ્રદેવના આદેશ મુજબ ઇન્દ્રપ્રસ્થ નગરની સ્થાપના કરી હતી. તેથી તેને ખાંડવપ્રસ્થ પણ કહેવામાં આવતી[સંદર્ભ આપો].