ખાખરા
ખાખરા એ ગુજરાતમાં ઉદ્ભવેલું એક શેકેલું ફરસાણ છે. સમગ્ર ગુજરાત અને ગુજરાતી પ્રજામાં આ ઘણી પ્રચલિત વાનગી છે. વિવિધ પ્રકારના લોટમાંથી ખાખરા બનાવે છે તે અનુસાર તેના નામ પડે છે. દા.ત. ઘઉં ના ખાખરા, બાજરીના ખાખરા વગેરે. ખાખરા પ્રાયઃ ચા સાથે લેવાતા હોય છે. જોકે તેને દિવસમાં કોઈ પણ ભાગે ખવાય છે. સાદા ખાખરા પર ઘી લગાડીને ખાવાથી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે. લોકો આને ચટણી કે અથાણા સાથે પણ ખાય છેઆ વાનગી શેકીને બનાવાતી હોવાથી જેમને તળેલું ખાવાની મનાઈ હોય તેઓ આ ફરસાણ ખાઈ શકે છે. લો-કેલેરી ફુડ તરીકે પોષક શાસ્ત્રીઓ આની ભલામણ કરે છે.
વિવિધ પ્રકારો
ફેરફાર કરોબનાવટમાં વપરાયેલા ધન્ય અનુસાર અને તેમાં વપરાયેલ મસાલ અનુસાર ખાખરાને ઓળખય છે જેમ કે સાદા ખાખરા, બાજરીના ખાખરા, ઘીમાં શેકેલા ખાખરા, મઠના ખાખરા, બાજરીના ખાખરા, જીરાના ખાખરા વગેરે. [૧]