ખાદી
કપાસમાંથી બનેલું હાથવણાટનું કાપડ
ખાદી અથવા ખદ્દર ભારત દેશમાં હાથ વડે કાંતીને અને હાથ વડે વણાટ કરીને બનાવવામાં આવેલા કાપડ (વસ્ત્ર)ને કહેવામાં આવે છે. ખાદી વસ્ત્ર સૂતરાઉ, રેશમ, અથવા ઊન હોય શકે છે. ખાદી વસ્ત્ર માટે બનાવવામાં આવતું સૂતર હાથ વડે ચલાવવામાં આવતા ચરખાની સહાયતા વડે બનાવવામાં આવે છે.
ખાદી વસ્ત્રોની ખાસ વિશેષતા એ છે કે તે શરીરને ગરમીની ઋતુમાં ઠંડુ અને શિયાળાની ઋતુમાં ગરમ રાખે છે.
ભારત દેશની સ્વતંત્રતાના આંદોલનના સમયમાં ખાદીનું ખુબ જ મહત્વ રહ્યું હતું. ગાંધીજીએ ઇ. સ. ૧૯૨૦ પછીના દશકમાં ગામડાંઓને આત્મ નિર્ભર બનાવવાને માટે ખાદીના પ્રચાર-પ્રસાર પર ખુબ જ જોર આપ્યું હતું. આજે પણ ભારત દેશનો રાષ્ટ્રધ્વજ માત્ર ખાદીના કાપડમાંથી જ બનાવવામાં આવે છે.