ચરખો
ચરખો એ એક હાથ વડે ચલાવી શકાતું યંત્ર છે, જેના વડે કપાસના રૂમાંથી બનાવેલ પૂણીને કાંતીને સૂતર તૈયાર કરી શકાય છે.
ચરખાનો ઉપયોગ કુટિર ઉદ્યોગ સ્વરુપે આપણા દેશમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. ભારત દેશના સ્વતંત્રતા સંગ્રામના સમયે ચરખો આર્થિક સ્વાવલંબનનું પ્રતીક બની ગયો હતો.[૧] ચરખાની શોધ અને વિકાસ કેવી રીતે અને ક્યારે થયો, એ માટે ચરખા સંઘ દ્વારા ઘણા સંશોધનો તેમ જ તપાસ હાથ ધરવામાં આવી હતી. તે પ્રમાણે અંગ્રેજોના ભારત આવવા પહેલાંના સમયથી જ ભારત ભરમાં ચરખાનું ચલણ પ્રચલિત હતું. ઈ.સ. ૧૫૦૦ સુધી ખાદીવણાટ અને હસ્તકલાનો ઉદ્યોગ પૂર્ણ રીતે વિકસીત હતો. સને ૧૭૦૨માં એકલા ઈંગ્લેન્ડમાંથી ભારતમાં બનેલી ૧૦,૫૩,૭૨૫ પાઉન્ડ જેટલા મૂલ્યની ખાદી ખરીદવામાં આવી હતી. માર્કોપોલો અને ટૈવર્નિયર જેવા વિદેશીઓએ ખાદી માટે કવિતાઓ પણ લખી છે. ટૈવર્નિયરની ડાયરીમાં ખાદીના વસ્ત્રની મૃદુતા, મજબૂતાઈ, બારીકાઈ અને પારદર્શિતાની ઘણી પ્રસંશા કરવામાં આવી હતી.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Theodore, Brown (January 2008). "Spinning for India's Independence". American Journal of Public Health. 98 (1): 39. doi:10.2105/AJPH.2007.120139. PMC 2156064. PMID 18048775.
- ↑ "Charkha: Spinning for Respect, Confidence and Empowerment". Khadi London. 14 June 2020. મૂળ માંથી 27 સપ્ટેમ્બર 2020 પર સંગ્રહિત. મેળવેલ 29 સપ્ટેમ્બર 2020.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |