ખાવાનો સોડા
સોડિયમ બાયકાર્બોનેટ કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એક રાસાયણિક સંયોજન છે, જેનું રાસાયણિક સૂત્ર NaHCO3 છે. સોડિયમ બાયકાર્બોનેટ એક સફેદ ઘન પદાર્થ છે, જે સ્ફટિક પારદર્શક હોય છે, પણ ઘણી વખત બારીક પાવડર સ્વરૂપે જોવા મળે છે. તે ધોવાના સોડા સોડિયમ કાર્બોનેટ જેવા આંશિક ખારો, ક્ષારયુક્ત સ્વાદ ધરાવે છે. તે નેટ્રોન ખનિજનું સંયોજન છે અને તે ઘણા ખનિજ ઝરણાઓમાં દ્વાવ્ય થયેલું જોવા મળે છે. તેનું કુદરતી ખનીજ સ્વરૂપ નાહકોલાઇટ છે, જેપિત્તાશાયમાં દ્વાવ્ય સ્વરૂપે જોવા મળે છે, જ્યાં તે પેટમાં ઉત્પન્ન થતાં હાઇડ્રોક્લોરિક એસિડની એસિડિકતાને તટસ્થ કરે છે અને પિત્તાશયની નળી મારફતે નાના આંતરડાના હોજરી પાસેના ભાગમાં ઉત્સર્જન થાય છે. તેનું કૃત્રિમ રીતે ઉત્પાદન પણ થાય છે.
Names | |
---|---|
IUPAC name
Sodium hydrogen carbonate
| |
Other names | |
Identifiers | |
CAS number | 144-55-8 |
PubChem | 516892 |
ChemSpider | 8609 |
RTECS number | VZ0950000 |
Properties | |
Molecular formula | NaHCO3 |
Molecular formula | |
Molar mass | 0 g mol−1 |
Appearance | white crystalline solid |
Odor | odorless |
Density | 2.173 g/cm3 |
Melting point |
decomp: 323.15 K (50 °C) – 543.15 K (270 °C) |
Solubility in water | 78 g/L (18 °C) 100 g/L (20 °C) |
Solubility | insoluble in alcohol, ether |
Acidity (pKa) | 10.3 |
Refractive index (nD) | 1.3344 |
Hazards | |
Safety data sheet | |
EU Index | Not listed |
NFPA 704 | |
Flash point | Non-flammable |
Lethal dose or concentration (LD, LC): | |
Related compounds | |
Other anions
|
|
Other cations
|
|
Related compounds | Sodium bisulfate Sodium hydrogen phosphate |
જ્યાં સ્પષ્ટ ન કરેલું હોય ત્યાં આપેલા પદાર્થની માહિતી તેમની સામાન્ય સ્થિતિ પ્રમાણે છે (૨૫ °C [77 °F] પર, 100 kPa). | |
ઇન્ફોબોક્સ સંદર્ભો | |
મીઠું શબ્દ સદીઓથી પ્રચલિત હોવાથી તેની સાથે સંબંધિત અનેક નામ છે, જેમ કે ખાવાનો સોડા , બ્રેડ સોડા , રાંધણ સોડા , સોડાના બાયકાર્બોનેટ . સામાન્ય રીતે તેના નામનું ટૂંકું સ્વરૂપ સોડિયમ બાયકાર્બ , બાયકાર્બ સોડા અથવા બાયકાર્બ વપરાય છે. સેલરટસ શબ્દ લેટિન ભાષાના શબ્દ સેલઆરટસ માંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે "વાયુયુક્ત મીઠું". 19મી સદીમાં સોડિયમ બાયકાર્બોનેટ અને પોટેશિયમ બાયકાર્બોનેટ માટે તેનો વ્યાપકપણે ઉપયોગ થતો હતો. સામાન્ય વાતચીત કે ઉપયોગમાં આ શબ્દ વણાઈ ગયો છે.
ઇતિહાસ
ફેરફાર કરોપ્રાચીન ઇજિપ્તવાસીઓ નેટ્રોનના કુદરતી ભંડારનો ઉપયોગ કરતાં હતાં, જે મોટા ભાગે સોડિયમ કાર્બોનેટ, ડીકાહાઇડ્રેટ અને સોડિયમ બાયકાર્બોનેટનું મિશ્રણ છે. નેટ્રોનનો ઉપયોગ સાબુ જેવી ચીજવસ્તુઓમાં ક્લીનસિંગ એજન્ટ તરીકે થતો હતો.
1791માં ફ્રાંસના રસાયણવિદ્ નિકોલસ લેબ્લેન્કએ સોડિયમ કાર્બોનેટની રચના કરી હતી, જે સોડા એશ તરીકે પણ જાણીતો છે. 1846માં ન્યુયોર્કના બે ભઠિયારા (પાઉંરોટીની દુકાનવાળા) જોહન ડ્વાઇટ અને ઓસ્ટિન ચર્ચએ સોડિયમ કાર્બોનેટ અને કાર્બન ડાયોક્સાઇડમાંથી ખાવાના સોડા વિકસાવવા પહેલું કારખાનું સ્થાપ્યું હતું.[૧]
ઉત્પાદન
ફેરફાર કરોNaHCO3 મુખ્યત્વે સોલ્વે પ્રક્રિયામાંથી બનાવવામાં આવે છે, જે પાણીમાં કેલ્શિયમ કાર્બોનેટ, સોડિયમ ક્લોરાઇડ, એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડની પ્રતિક્રિયા છે. તેનું સરેરાશ વાર્ષિક ઉત્પાદન એક લાખ ટન જેટલું છે (વર્ષ 2001 સુધી).[૨]
કાર્બન ડાયોક્સાઇડ અને સોડિયમ હાઇડ્રોકસાઇડના જળ દ્રાવણ વચ્ચે પ્રક્રિયામાંથી પણ NaHCO3 મેળવી શકાય છે. સોડિયમ કાર્બોનેટનું ઉત્પાદન કરતી પ્રાથમિક પ્રક્રિયાઃ
- CO2 + 2 NaOH → Na2CO3 + H2O
કાર્બન ડાયોક્સાઇડ વધુ ઉમેરવાથી સોડિયમ બાયકાર્બોનેટ ઉત્પન્ન થાય છે, જે ઊંચી સાંદ્રતાએ દ્વાવણની બહાર અવક્ષેપિત થાય છે:
- Na2CO3 + CO2 + H2O → 2 NaHCO3
ખાવાના સોડાનો વ્યાવસાયિક જથ્થો પણ આ જ રીતે ઉત્પન્ન કરવામાં આવે છેઃ અશુદ્ધ કાચી ધાતુ ટ્રોના સ્વરૂપે ભૂગર્ભમાં દટાયેલ સોડા એશ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે. આ પદ્ધતિમાં સોડિયમ બાયકાર્બોનેટ ઘન સ્વરૂપે નિષ્પન્ન થાય છેઃ
- Na2CO3 + CO2 + H2O → 2 NaHCO3
ખાણકામ
ફેરફાર કરોસોડિયમ બાયકાર્બોનેટ (NaHCO3)ના ભંડાર આદિનૂતન યુગ (55.8–33.9 Ma (એમએ))માં કોલોરાડોમાં પિસીન્સ બેઝિનમાં ગ્રીન રિવર ફોર્મેશનમાં હોવાનું જાણવા મળ્યું છે. તટપ્રદેશમાં ઊંચા બાષ્પીભવનના સમયગાળા દરમિયાન પટમાં નાહકોલાઇટ જમા થતું હતું. વ્યાવસાયિક ધોરણે તેનો ઉપયોગ કરવા મૂળ સ્થાને જ તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે, જેમાં ગરમ પાણી દ્વારા નાહકોલાઇટને ઓગાળવામાં આવે છે. આ નાહકોલાઇટનું ઉત્ખન્ન નદીના પટમાંથી થાય છે અને કુદરતી શીતક સ્ફટિકરણ પ્રક્રિયા મારફતે પુનઃસંગઠિત કરવામાં આવે છે.
રસાયણશાસ્ત્ર
ફેરફાર કરોસોડિયમ બાયોકાર્બોનેટ એક તટસ્થ રાસાયણિક સંયોજન છે. કાર્બોનિક એસિડ અને હાઇડ્રોક્સાઇડ આયનની રચનાના કારણે દ્રાવ્ય સંયોજનો આંશિક આલ્કલાઇન હોય છેઃ
- HCO−
3 + H2O → H
2CO
3 + OH−
"ક્રૂડ" પ્રવાહીમાંથી કોઈ પણ પ્રકારની એસિડિક અશુદ્ધિઓ દૂર કરવા, શુદ્ધ પદાર્થનું ઉત્પાદન કરવા વોશ તરીકે સોડિયમ બાયોકાર્બોનેટનો ઉપયોગ થઈ શકે છે. સોડિયમ બાયોકાર્બાનેટ અને એસિડની રાસાયણિક પ્રક્રિયાથી મીઠું અને કાર્બનિક એસિડ મળે છે, જે સહેલાઈથી કાર્બન ડાયોકસાઇટ અને પાણીમાં વિઘટિત થાય છેઃ
- NaHCO3 + HCl → NaCl + H2CO3
- H2CO3 → H2O + CO2(g)
સોડિયમ બાયોકાર્બોનેટ એસિટીક એસિડ (વિનેગર કે સરકામાં આ એસિડ હોય છે) સાથે પ્રતિક્રિયા આપે છે અને સરળ અને તેજસ્વી રાસાયણિક પ્રતિક્રિયા આપે છે. આ બે તબક્કામાં થતી રાસાયણિક પ્રતિક્રિયામાંથી નીપજતાં ઉત્પાદનો સોડિયમ એસિટેટ, પાણી અને કાર્બન ડાયોકસાઇડ છેઃ
- NaHCO3 + CH3COOH → CH3COONa + H2O + CO2(g)
સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવા બેઝિક પદાર્થો સાથે કાર્બોનેટના વિવિધ સ્વરૂપોની રચના કરે છેઃ
- NaHCO3 + NaOH → Na2CO3 + H2O
સોડિયમ બાયકાર્બોનેટ પ્રોટીન પદાર્થોમાં વિવિધ કાર્બોક્સિલ જૂથ સાથે પ્રક્રિયા કરીને CO
2ની રચના કરે છે આ સમયે ઝડપથી ઊભરો આવે છે. આ પ્રતિક્રિયાનો ઉપયોગ પ્રોટીનમાં કાર્બોક્સિલિક જૂથોની હાજરીનું પરિક્ષણ કરવા માટે થાય છે.
ઉષ્મીય વિભાજન
ફેરફાર કરો70 °C કરતાં વધુ ઊંચા તાપમાને સોડિયમ કાર્બોનેટ ક્રમશઃ સોડિયમ કાર્બોનેટ, પાણી અને કાર્બન ડાયોકસાઇડમાં વિભાજીત થાય છે. આ રૂપાંતરણ 200 °C પર અત્યંત ઝડપથી થાય છે:[૩]
- 2 NaHCO3 → Na2CO3 + H2O + CO2
મોટા ભાગના બાયોકાર્બોનેટ આ ડીહાઇડ્રેશન પ્રતિક્રિયા હેઠળ પસાર થાય છે. ઉપરાંત ઉષ્માથી કાર્બોનેટ ઓક્સાઇડમાં પરિવર્તિત થાય છે (1000 °C પર):
- Na2CO3 → Na2O + CO2
આ રૂપાંતરણ કેટલાંક સૂકા પાવડર સ્વરૂપી અગ્નિશામકમાં અગ્નિશામક એજન્ટ ("બીસી (BC) પાવડર") તરીકે NaHCO3નો ઉપયોગ પ્રસ્તુત છે.
ઉપયોગો
ફેરફાર કરોરાંધણ
ફેરફાર કરોસોડિયમ બાયકાર્બોનેટનો મુખ્ય ઉપયોગ રાંધણ (ભોજન બનાવવાની પ્રક્રિયા)માં થાય છે, જ્યાં તે કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરવા અન્ય તત્વો સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે, જે લોટને ચડવામાં મદદ કરે છે. આ પ્રક્રિયામાં એસિડિક સંયોજનો સામેલ કરવામાં આવે છે, જેમ કે, ફોસ્ફેટ્સ, દારૂના પીપમાં બાઝતી પોપડી, લીંબુના રસ, દહીં, છાશ, કોકો, સરકો વગેરે. સોડિયમ બાયકાર્બોનેટ બેકિંગ પાવડર (ભૂંજનચૂર્ણ) માટે વિકલ્પ તરીકે ઉપયોગી થઈ શકે છે, જે પ્રમાણસર એસિડિક રીએજન્ટ પૂરું પાડે છે અને વાનગીમાં ઉમેરવામાં પણ આવે છે.[૪] બેકિંગ પાવડરના અનેક સ્વરૂપો સોડિયમ કાર્બોનેટ ધરાવે છે અને એક કે વધારે એસિડિક ફોસ્ફેટ્સ (ખાસ કરીને સારા) કે ક્રીમ ઓફ ટર્ટર (પોટેશિયમ એસિડ સોલ્ટ) સાથે પ્રક્રિયા કરે છે. તે વટાણાને નરમ પાડવા માટે ઉપયોગી થઈ શકે છે (પાણીના એક પોઇન્ટ દીઠ ⅛ ટીએસપી. (tsp.) અને એક કલાક માટે ઉકાળો)
સોડિયમ બાયકાર્બોનેટના ઉષ્મીય વિભાજનથી ભોજન માટે જરૂરી તાપમાન કાર્બન ડાયોકસાઇડ મુક્ત કરી તે પાક એજન્ટ તરીકે કામ કરે છે. કેક માટેનું મિશ્રણ આ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે અને તેમાં અયોગ્ય સમયે કાર્બન ડાયોકસાઇડ મુક્ત થતો નથી.
એસિડ અને બેઝિક પદાર્થોનું તટસ્થીકરણ
ફેરફાર કરોઅનેક પ્રયોગશાળાઓ સોડિયમ બાયકાર્બોનેટ પાવડર સરળતાથી હાથ લાગે તેવી રીતે રાખે છે, કારણ કે સોડિયમ બાયકાર્બોનેટ તટસ્થ છે, જે એસિડ અને બેઝિક બંને પ્રકારના પદાર્થો સાથે રાસાયણિક પદાર્થો પ્રક્રિયા આપે છે. ઉપરાંત મોટા ભાગની પરિસ્થિતિમાં આ પદાર્થ પ્રમાણમાં નિષ્ક્રિય હોવાથી સોડિયમ બાયકાર્બોનેટનો વધારે પડતો ઉપયોગ હાનિકારક નથી. આખરે સોડિયમ બાયકાર્બોનેટ પાવડરનો ઉપયોગ નાની આગને હોલવવા થઈ શકે છે.[૫]
તેના તટસ્થ ગુણધર્મોને કારણે વિવિધ પ્રકારની કામગીરી થાય છે, જેમાં ઘાયલ સૈનિકની ઇજાની અંદર સળગી ઊઠનારી ગોળીઓમાંથી સફેદ ફોસ્ફરસના પ્રસારને ઘટાડે છે.[૬] પાણીની પીએચ (pH)નું સંતુલન વધારવા (કુલ બેઝિકતા વધારવા) સાદા પ્રવાહી તરીકે સોડિયમ બાયકાર્બોનેટ ઉમેરી શકાય છે જ્યાં સ્વમિંગ પૂલ્સ અને માછલીઘરોની જેમ ક્લોરિનનું સ્તર ઊંચું (2–5 પીપીએમ (ppm))હોય છે.[૭]
તબીબી ઉપયોગો
ફેરફાર કરોસોડિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ જલીય દ્રાવકમાં એન્ટાસિડ તરીકે થાય છે, જેને મુખવાટે અમ્લતા અપચો અને હ્રદયમાં બળતરાની સારવારમાં લેવામાં આવે છે.[૮] ક્રોનિક રીનલ ફેઇલ્યર (મહિનાઓ કે વર્ષોમાં મૂત્રપિંડની કામગીરી સતત નબળી પડવાથી ઊભી થતી સ્થિતિ) અને રીનલ ટ્યુબ્યુલર એસિડોસિસ (મૂત્રનું યોગ્ય રીતે એસિડિકરણ કરવામાં નિષ્ફળ જતાં શરીરમાં એસિડિક પદાર્થોનો ભરાવો થવાથી ઊભી થતી બિમારી કે સ્થિતિ) જેવી મેટાબોલિક એસિડોસિસ (ચયાપચયની પ્રક્રિયમાં એસિડિક પદાર્થો વધી જવા)ની લાંબી માંદગીની સારવાર કરવા પણ તેનો મુખવાટે ઉપયોગ થઈ શકે છે. એસ્પિરિનના વધુ પડતા સેવન અને યુરિક એસિડ પથ્થરીની સારવાર માટે યુરિનરી આલ્કલાઇઝેશનમાં સોડિયમ બાયકાર્બોનેટ પણ ઉપયોગી થઈ શકે છે.
એસિડોસિસ (શરીરમાં એસિડિક પદાર્થોનું પ્રમાણ વધી જવું) કે લોહીમાં સોડિયમ કે બાયકાર્બોનેટના આયનો અપૂરતાં હોય ત્યારે કેટલીક વખત જળ દ્રાવકનું સંચાલન નસ મારફતે થાય છે.[૯] શ્વાસોશ્વાસીય ચયાપચયના કેસમાં ઉમેરાતાં બાયકાર્બોનેટ આયન, કાર્બોનિક એસિડ કે બાયકાર્બોનેટ ડાબી બાજુએ જીવરસ કે રક્તકણધારી રસને બફર કરવા પ્રેરે છે અને તેના પગલે pH (પીએચ)માં વધારો થાય છે. આ કારણે સોડિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ કાર્ડિયોપલ્મોનરી રેસુસિટેશનમાં થાય છે. લોહીનું પીએચ (pH) (<7.1-7.0) નીચું જોવા મળે ત્યારે બાયકાર્બોનેટના સંમિશ્રણનો સંકેત મળે છે.[૧૦]
હાયપરકલીમિયા (લોહીમાં પોટેશિયમનું સ્તર સાધારણ કરતાં વધી જવું)ની સારવારમાં પણ તેનો ઉપયોગ થાય છે. સોડિયમ બાયકાર્બોનેટ આલ્કલોસિસનું કારણ બની શકે તેમ હોવાથી કેટલીક વખત તેનો ઉપયોગ એસ્પિરિનના વધુ પડતાં સેવનની સારવારમાં થાય છે. એસ્પિરિનના યોગ્ય શોષણ માટે એસિડિક વાતાવરણની અને તેનું વધુ પડતું સેવન થવાથી એસ્પિરિનની અસરને દૂર કરવા મૂળભૂત વાતાવરણની જરૂર હોય છે. સોડિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ ટ્રાયસાયકલિક એન્ટિડીપ્રેસ્સન્ટ ઓવરડોઝની સારવારમાં પણ થાય છે.[૧૧] ખાવાના સોડાના ત્રણ ભાગ અને પાણીના એક ભાગ સાથે પેસ્ટ તરીકે તેનો ઉપયોગ ચેપી ડંખ કે કરડવાથી થતી પીડામાંથી રાહત મેળવવા માટે પણ થઈ શકે છે.[૧૨]
સોડિયમ બાયકાર્બોનેટના સંચાલનમાં નુકસાનકારક પ્રતિક્રિયા પણ જોવા મળે છે, જેમાં સોડિયમના વધુ પડતાં ભારને કારણે મેટોબોલિક આલ્કલોસિસ, એડીમા તેમજ સોડિયમના વધુ પડતા પ્રમાણને કારણે કન્જેસ્ટિવ હર્ટ ફેઇલ્યર, હાયપરઓસ્મોલર સીન્ડ્રોમ, હાયરવોલેમિક હાયપરનેટ્રીમિયા અને હાયપરટેન્શન સામેલ છે. કેલ્શિયમનું વધુ પડતું સેવન કરનાર કે દૂધનું વધુ પડતું પ્રમાણ ધરાવતો આહાર લેનાર, કેલ્શિયમ સપ્લીમેન્ટ્સ કે કેલ્શિયમ કાર્બોનેટ જેવા કેલ્શિયમ ધરાવતા એન્ટાસિડ્સનું સેવન કરનાર દર્દીઓમાં સોડિયમ બાયકાર્બોનેટના ઉપયોગથી મિલ્ક-આલ્કલી સીન્ડ્રોમ થઈ શકે છે, જેના પરિણામે મેટાસ્ટેટિક કેલ્સિફિકેશન, પથ્થરી અને કિડની કામ કરતી બંધ પડીશકે છે.
સોડિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ કેટલાંક માઉથવોશમાં પણ ઘટક તરીકે પણ થાય છે. તે દાંત અને પેઢા સાફ કરવા પણ ઉપયોગી નીવડે છે, મોંમા એસિડના ઉત્પાદનને તટસ્થ કરે છે અને ચેપ લાગતો અટકાવવામાં મદદરૂપ થવા એન્ટિસેપ્ટિક તરીકે પણ વપરાય છે.
સોડિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ સૂકાં પાંદડાની ભૂકી, ઘેરા લીલા પાંદડા અથવા ઓકના ઝેરની પ્રતિકૂળ પ્રતિક્રિયા અટકાવવા પણ થઈ શકે છે, જેથી તેના કારણે ઉપડતી ખંજવાળમાંથી થોડી રાહત મળે છે (હાઇડ્રોકોર્ટિસોન ક્રીમની ખરીદીનો વિકલ્પ).[૧૩]
સોડિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ ઇજા કે ભીંગડા પરથી છાલ ઉખાડવા માટે થઈ શકે છે. તેના કણો ગોળાકાર હોય છે અને રચના સુંદર હોય છે, જેથી ચામડી પર અસરકારક પુરવાર થાય છે અને શીતળતા આપે છે. ભીંગડા કે ચામડીના પડ ઉખાડવા માટે ખાવાનો સોડાનો ઉપયોગ કરવાથી ચામડીના મૃત કોષો દૂર થાય છે, જે ચામડી પરના અસાધારણ ડાઘા અને ઇજાના નિશાન દૂર કરી શકે છે.
વ્યક્તિગત સંરક્ષણ
ફેરફાર કરોસોડિયમ બાયકાર્બોનેટ અને 3% હાઇડ્રોજન પેરોકસાઇડ દ્રાવણમાંથી બનાવેલી લૂગદીનો ઉપયોગ વ્યાવસાયિક રીતે નોન-ફ્લોઇરાઇડ ટૂથપેસ્ટના વિકલ્પ તરીકે થઈ શકે છે અને અન્ય તત્વો સાથે સોડિયમ બાયકાર્બોનેટના સંયોજનનો ઉપયોગ ભીના ડીઓડ્રન્ટ બનાવવા થઈ શકે છે. સોડિયમ બાયકાર્બોનેટ ટૂથપેસ્ટ અને ડીઓડ્રન્ટની વૈકલ્પિક અને સ્વાભાવિક બ્રાન્ડ્સનું સામાન્ય તત્વ છે. તેનો શેમ્પૂ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. [૧૪]
સોડાની લોડિંગ
ફેરફાર કરોસોડિયમ બાયકાર્બોનેટનું થોડું પ્રમાણ રમતવીરોની સહનશક્તિ ટકાવવા માટે પૂરક તરીકે ઉપયોગી છે, [૧૫]પણ તેનું વધુ પડતું સેવન જોખમકારક છે.[૧૬]
ક્લીનિંગ એજન્ટ તરીકે
ફેરફાર કરોસફાઈ અને ઘસીને સાફ કરવામાં ખાવાના સોડાની લુગદી ઉપયોગ કરવામાં આવે ત્યારે તે અત્યંત અસરકારક પુરવાર થઈ શકે છે.[૧૭] એલ્યુમિનિયમની ચીજવસ્તુઓ સાફ કરવા સોડિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ જોખમી છે, કારણ કે તે એલ્યુમિનિયમના નિષ્ક્રિય સંરક્ષિત ઓક્સાઇડના પાતળા સ્તર પર હુમલો કરે છે, નહીં તો અત્યંત સક્રિય ધાતુ સાથે પ્રતિક્રિયા આપે છે. એલ્યુમિનિયમના વરખના સંપર્કમાં ચાંદી હોય ત્યારે ગરમ પાણીમાં દ્રાવણથી ચાંદીમાંથી ચમક ઓછી થઈ જશે અથવા દૂર થઈ જશે.[૧૮]
સામાન્ય રીતે ખાવાના સોડાને વોશિંગ મશીન્સ (ડીટરજન્ટ સાથે)ના ખંગાળવાના ચક્રોમાં સોફ્ટનર બદલવા અને ગંધ દૂર કરનાર તરીકે પણ ઉમેરવામાં આવે છે. કપમાંથી ચા અને કોફીના ભારે ડાઘ દૂર કરવામાં પણ સોડિયમ બાયકાર્બોનેટ અસરકારક છે. આ માટે કપને ગરમ પાણીમાં બોળવામાં આવે છે અને યોગ્ય પ્રમાણમાં સોડિયમ બાયકાર્બોનેટ ઉમેરવામાં આવે છે.
પશુચારામાં પૂરક ખોરાક
ફેરફાર કરોસોડિયમ બાયકાર્બોનેટનું વેચાણ પશુચારા તરીકે થાય છે, ખાસ કરીને વાગોળવાની પ્રક્રિયા પેટના જે ભાગમાં થતી હોય તેમાં બફરિંગ એજન્ટ તરીકે થાય છે.
વિવિધ જાતો
ફેરફાર કરોસોડિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ તેલની નાની આગને કે વીજળીના કારણે લાગતી આગનું શમન કરવામાં થઈ શકે છે. આ આગ પર સોડિયમ કાર્બોનેટ ફેંકવાથી આગ ઓલવાઈ જાય છે.[૫] જોકે તેનો ઉપયોગ મોટી આગ ઓલવવામાં ન થઈ શકે, કારણ કે તેનાથી તૈલી પદાર્થના છાંટા ઊડે છે અને દાઝી જવાનું જોખમ છે.[૫] એબીસી (ABC) અગ્નિશમનમાં વધુ કાટ લાગી શકે તેવા એમોનિયમ ફોસ્ફેટના વિકલ્પ તરીકે બીસી (BC) સૂકા રસાયણ અગ્નિશામકો તરીકે સોડિયમ બાયકાર્બોનેટ ઉપયોગી છે. સોડિયમ બાયકાર્બોનેટના આલ્કલી ગુણધર્મોથી ડ્રાય કેમિકલ એજન્ટ ઉપરાંત પર્પલ-કે તરીકે ઉપયોગી બનાવે છે, જે વ્યાવસાયિક રસોડામાં મોટા પાયે લાગતી આગનું શમન કરવાની વ્યવસ્થા સ્થાપિત કરવામાં ઉપયોગી છે. તે આલ્કલી તરીકે કામ કરી શકે તેમ હોવાથી એજન્ટ ગરમ તેલ પર આંશિક સેપોનિફિકેશન (સાબુમાં રૂપાંતર થવાની પ્રક્રિયા) અસર ધરાવે છે, જે સાબુ જેવા પુષ્કળ ફીણ બનાવે છે. સૂકા રાસાયણિક પદાર્થો રસોડાની આગને વધુ પ્રજ્વલિત કરે છે, કારણ કે આ પ્રકારની દુર્ઘટના ટાળવા માટે ખાસ કરીને બનાવવામાં આવેલા અત્યંત અસરકારક ભીના રાસાયણિક એજન્ટ્સની સરખામણીમાં સૂકા રસાયણોમાં શીતક અસર હોતી નથી.[સંદર્ભ આપો]
સોડિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ સોડાબ્લાસ્ટિંગ તરીકે ઓળખાતી રંગમાર્જન માટેની પ્રક્રિયામાં થાય છે. તે પુલ, સ્પા અને બગીચાના તળાવમાં પીએચ (pH)નું સ્તર વધારવામાં પણ ઉપયોગી થઈ શકે છે.[૧૯] તે જંતુનાશક અને સડાનિરોધક ગુણધર્મ ધરાવે છે [૨૦]અને તે કેટલીક વનસ્પતિ સામે ફુગવિનાશકદ્રવ્ય તરીકે અસરકાર કામગીરી બજાવી શકે છે.[૨૧]
તે તટસ્થીકરણ એજન્ટ તરીકે કામ કરતો હોવાથી તેનો ઉપયોગ દુર્ગંધ દૂર કરવા થાય છે, જે માટે મજબૂત એસિડ જવાબદાર હોય છે.[૨૨] અનુભવી બુકવિક્રેતાઓની આ સાચી અને સચોટ પદ્ધતિ છે. ખાવાનો સોડા ફુગવાળી કે જૂની ગંધ શોષી લેશે અને પુસ્તકોમાંથી ઓછી વાસ આવશે.[૨૩]
આ પણ જુઓ
ફેરફાર કરો- કાર્બોનિક એસિડ
- બેકિંગ પાવડર
- ખનિજ તત્વોની યાદી
- નાહકોલાઇટ
- નેટ્રોન
- નેટ્રોના (સ્પષ્ટ)
- ટ્રોના
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Company History". Church & Dwight Co.
- ↑ હોલેમેન, એ. એફ.; વિબર્ગ, ઈ." ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી" એકેડેમિક પ્રેસ: સાન ડીયાગો, 2001. આઇએસબીએન 0-12-352651-5.
- ↑ "Decomposition of Carbonates". General Chemistry Online.
- ↑ રેડિએશન કૂકરી બુક 45મી આવૃત્તિ, રેડિએશન ગ્રૂપ સેલ્સ લિમિટેડ 1954
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ "Arm & Hammer Baking Soda - Basics - The Magic Of Arm & Hammer Baking Soda". Armhammer.com. મૂળ માંથી 2009-08-31 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-30.
- ↑ "White Phosphorus". GlobalSecurity.org. મેળવેલ 2007-09-26.
- ↑ "Outdoor Fun: Pool Care". Arm & Hammer Baking Soda. 2003. મેળવેલ 2007-09-26.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Sodium Bicarbonate". Jackson Siegelbaum Gastroenterology. 1998. મૂળ માંથી 2008-12-01 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-03.
- ↑ "Sodium Bicarbonate Intravenous Infusion" (PDF). Consumer Medicine Information. Better Health Channel. 2004-07-13. મૂળ (PDF) માંથી 2008-08-22 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-03.
- ↑ "Respiratory Acidosis: Treatment & Medication". emedicine.
- ↑ Knudsen, K; Abrahamsson, J (1997). "Epinephrine and sodium bicarbonate independently and additively increase survival in experimental amitriptyline poisoning". Critical care medicine. 25 (4): 669–74. doi:10.1097/00003246-199704000-00019. ISSN 0090-3493. PMID 9142034. Unknown parameter
|month=
ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link) - ↑ "Insect bites and stings: First aid". Mayo Clinic. 2008-01-15.
- ↑ સોડિયમ બાયકાર્બોનેટના ઉપયોગ શું છે?. Virtuowl.com. 2010-09-24ના રોજ કરાયેલો સુધારો
- ↑ Bouchard, Mallory (2010-05-04). "A Green and Healthy Beauty Secret: Going Shampoo-Free". Four Green Steps.
- ↑ Bee, Peta (2008-08-16). "Is bicarbonate of soda a performanceenhancing drug". The Times. London. મૂળ માંથી 2011-05-01 પર સંગ્રહિત. મેળવેલ 2010-05-23.
- ↑ ખાવાના સોડાનું વધારે પડતું સેવન - તમામ માહિતી સંગ્રહિત ૨૦૦૯-૧૨-૦૨ ના રોજ વેબેક મશિન. Umm.edu (2009-10-19). 2010-09-24ના રોજ કરાયેલો સુધારો
- ↑ "Arm & Hammer Baking Soda - Basics - The Magic Of Arm & Hammer Baking Soda". Armhammer.com. મૂળ માંથી 2009-08-31 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-30.
- ↑ "instructables.com". મૂળ માંથી 2013-04-04 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-03.
- ↑ "Arm & Hammer Baking Soda - Basics - The Magic Of Arm & Hammer Baking Soda". Armhammer.com. મૂળ માંથી 2009-08-31 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-30.
- ↑ Malik, Ys; Goyal, Sm (2006). "Virucidal efficacy of sodium bicarbonate on a food contact surface against feline calicivirus, a norovirus surrogate". International journal of food microbiology. 109 (1–2): 160–3. doi:10.1016/j.ijfoodmicro.2005.08.033. ISSN 0168-1605. PMID 16540196. Unknown parameter
|month=
ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link) - ↑ Zamani, M; Sharifi, Tehrani, A; Ali, Abadi, Aa (2007). "Evaluation of antifungal activity of carbonate and bicarbonate salts alone or in combination with biocontrol agents in control of citrus green mold". Communications in agricultural and applied biological sciences (Free full text)
|format=
requires|url=
(મદદ). 72 (4): 773–7. PMID 18396809.CS1 maint: multiple names: authors list (link) - ↑ ખાવાનો સોડા કેવી રીતે ગંધને દૂર કરી શકે?. Answerbag. 2010-09-24ના રોજ કરાયેલો સુધારો
- ↑ Gail Altman (2006-05-22). "Book Repair for BookThinkers: How To Remove Odors From Books". The BookThinker (69).
વધુ વાંચન
ફેરફાર કરો- Bishop, D; Edge, J; Davis, C; Goodman, C (2004). "Induced metabolic alkalosis affects muscle metabolism and repeated-sprint ability". Medicine and science in sports and exercise. 36 (5): 807–13. ISSN 0195-9131. PMID 15126714. Unknown parameter
|month=
ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link)