ગંગા વાવ
ગંગા વાવ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નગરમાં આવેલી રાજ્ય સંરક્ષિત વાવ છે. આ વાવમાંથી મળેલ શિલાલેખ મુજબ બાંધકામ વિક્રમ સંવત ૧૨૨૫ (સન ૧૧૬૯)માં થયું હતું.[૧]
સ્થાપત્ય
ફેરફાર કરોઆ વાવ વઢવાણ શહેરની પૂર્વ બાજુએ દિવાલની બહાર તરફ આવેલી છે અને તેને અડકીને જ એક મંદિર આવેલું છે. માધા વાવની સરખામણીમાં આ વાવનું બાંધકામ સાદું અને કોતરણીરહિત છે.[૨] ગંગા વાવમાં ત્રણ કૂટો આવેલાં છે; દરેક કૂટની ઉપર પિરામીડ આકારનું શિખર છે જે ગુંબજાકારના શિખરથી ભિન્ન છે.[૨] પરંતુ માધા અને રતાલા વાવની જેમ આ શિખર સંપૂર્ણ મંડપને ઢાંકતું નથી.
વાવ પૂર્વ-પશ્ચિમ દિશામાં આવેલી છે; એટલે કે પૂર્વ તરફ પ્રવેશવાનો માર્ગ અને પશ્ચિમ તરફ કૂવો આવેલો છે.[૨]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Mehta Bhatt, Purnima (2014). Her Space, Her Story: Exploring the Stepwells of Gujarat. New Delhi: Zubaan. પૃષ્ઠ ૪૯. ISBN 9789383074495.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ Jain-Neubauer, Jutta (1981). The Stepwells of Gujarat: In Art-historical Perspective (અંગ્રેજીમાં). Abhinav Publications. પૃષ્ઠ ૫૫. ISBN 978-0-391-02284-3.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |