ગદર દી ગૂંજ
પુસ્તક
ગદર દી ગૂંજ (પંજાબી: ਗ਼ਦਰ ਦੀ ਗੂੰਜ, અનુવાદ: વિદ્રોહના પડઘાઓ) ગદર પાર્ટી દ્વારા સંકલિત એક પુસ્તક હતું, જેના પર ૧૯૧૩માં બ્રિટિશ સરકારે ભારતમાં પ્રતિબંધ મૂક્યો હતો. આ પુસ્તકમાં રાષ્ટ્રીય અને સમાજવાદી વિચારધારાનું સાહિત્ય સંકલિત કરવામાં આવ્યું હતું.
૧૯૧૩-૧૪માં સાન ફ્રાન્સિસ્કોથી ગદર સાપ્તાહિકમાં હિન્દુસ્તાન ગદર પ્રેસ દ્વારા પ્રકાશિત સાહિત્યમાં ગુરુમુખી અને શાહમુખીનાં ગીતો અને કવિતાઓનો સંગ્રહ છે અને તેમાં ભારતની રાજકીય પરિસ્થિતિને સંબોધવામાં આવી છે. ભારતમાં પ્રસાર માટે તે સમયે ગદર દી ગૂંજ અને તલવાર નામથી પત્રિકાઓ તૈયાર કરવામાં આવી. બ્રિટિશ ભારત સરકાર દ્વારા આ પત્રિકાઓને રાજદ્રોહી પ્રકાશનો જાહેર કરવામાં આવ્યા હતા અને ભારતમાં તેના પ્રકાશન અને પ્રસાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
સંદર્ભ
ફેરફાર કરો- ગદર દી ગૂંજ
- Sikh Religion, Culture and Ethnicity by Gurharpal Singh, Christopher Shackle. 2001
- Handbook of Twentieth-Century Literatures of India by Nalini Natarajan, Emmanuel Sampath Nelson.1996
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- હિન્દુસ્તાન ગદર સંગ્રહ. બેનક્રોફ્ટ લાઇબ્રેરી, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલે
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |