ગરમાળો એ ભારતીય ઉપખંડમાં જોવા મળતું પીળાં ફૂલોવાળું એક વૃક્ષ છે, જે ઔષધિય ઉપયોગ માટે પણ જાણીતું છે. ગરમાળાને સંસ્કૃતમાં વ્યાધિધાત, નૃપ્રદુમ વગેરે, હિન્દીમાં અમલતાસ, બંગાળીમાં સોનાલૂ તેમ જ લેટિનમાં કૈસિયા ફિસ્ચલા કહેવાય છે. હિન્દી શબ્દસાગર અનુસાર હિંદી શબ્દ અમલતાસ અમ્લ એટલે કે ખટાશ પરથી બન્યો છે.

ગરમાળો
સોનેરી પીળાં ફૂલોથી આચ્છાદિત ગરમાળો
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
Not evaluated (IUCN 3.1)
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
Division: Magnoliophyta
Class: Magnoliopsida
Subclass: Rosidae
(unranked): Eurosids I
Order: Fabales
Family: Fabaceae
Subfamily: Caesalpinioideae
Tribe: Cassieae
Subtribe: Cassiinae
Genus: 'Cassia'
Species: ''C. fistula''
દ્વિનામી નામ
Cassia fistula
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ

Many, see text

ગરમાળાની શીંગો

ભારતના લગભગ બધાજ વિસ્તારમાં આ વૃક્ષ જોવા મળે છે. થડ જાડું હોય છે પણ ઉંચાઈ મધ્યમ હોય છે. શિયાળામાં આ વૃક્ષ ઉપર એક થી સવા હાથ જેટલી લાંબી શીંગો બેસે છે, જેનો રંગ શરુઆતમાં લીલો અને પરિપકવ અવસ્થામાં કાળો હોય છે. આ શીંગોમાં અલગ અલગ ઘણા ખંડો હોય છે, જેમાં કાળા રંગનો માવાદાર પદાર્થ ભરેલો હોય છે, જેને ગરમાળાનો ગોળ કહે છે. આ વૃક્ષની છાલ છોલવાથી ત્યાંથી લાલ રસ ઝરે છે, જે જામી જઈ ગુંદર જેવો બને છે. આની શીંગોમાંથી મધુર, ગંધયુક્ત, પીળા રંગનું ઉડનશીલ તેલ મળે છે.