ગવર્મેન્ટ એન્જિનીયરીંગ કોલેજ, ગાંધીનગર
Coordinates: 23°15′33″N 72°39′13″E / 23.259139°N 72.653704°E
ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ, ગાંધીનગરની સ્થાપના એન્જીનીયરીંગ અને તકનીકી જ્ઞાનના વિતરણ માટે ૨૦૦૪ માં કરવામાં આવી.
પ્રકાર | સરકારી સંસ્થા |
---|---|
સ્થાપના | ૨૦૦૪ |
શૈક્ષણિક સ્ટાફ | ૩૨ |
વિદ્યાર્થીઓ | ૩૧૨૦ |
સ્નાતક વિદ્યાર્થીઓ | ૩૧૨૦ |
અનુસ્નાતક વિદ્યાર્થીઓ | ૦ |
સરનામું | સેકટર ૨૮, ગાંધીનગર ૩૮૩૦૩૮, ગાંધીનગર, ગુજરાત, ભારત |
કેમ્પસ | સેકટર ૨૮, ગાંધીનગર |
એથ્લેટિક નામ | GECG |
જોડાણો | All India Council of Technical Education, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી |
વેબસાઇટ | www.gecg28.ac.in |
સામાન્ય માહિતી
ફેરફાર કરોઆ સંસ્થા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (AICTE), નવી દિલ્હી અને ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જનિયર્સ (ભારત) દ્વારા પ્રમાણિત કરવામાં આવેલ છે. આ કોલેજ ટેકનિકલ શિક્ષણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર નિયામક દ્વારા સંચાલિત થાય છે અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) સાથે જોડાયેલી છે. નવેમ્બર ૨૦૦૭ માં આ સંસ્થા ને તેના નવા સંકુલ સેકટર-૨૮, GEB ની પાસે પુનઃસ્થાપિત કરવામા આવી અને તેનું ઉદ્ઘાટન શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા કરવામા આવ્યું, જે તે સમયે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન નો હોદો ધરાવતા હતા. આ સંસ્થાન ૩૩ એકર માં પથરાયેલ છે. આ કોલેજ જુનું સરકારી માળખું ધરાવે છે.