ગાંધર્વ વાવ
ગાંધર્વ વાવ અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં 'ફૂલચંદની જૂની ચાલી' નજીક આવેલી વાવ છે. આ વાવની સારસંભાળ અત્યારે સરસપુર સેવા ટ્રસ્ટ કરે છે. વાવ અત્યારે મંદિરના કબજામાં છે અને તેથી કેટલાંય ફેરફારો કરવામાં આવ્યા છે.
સ્થાપત્ય
ફેરફાર કરોવાવ ત્રણ કૂટ ધરાવતી નંદા પ્રકારની વાવ છે. તેનો પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં અને કૂવો પશ્ચિમ દિશામાં આવેલો છે.[૧]
આ વાવ અન્ય વાવો કરતાં પ્રમાણમાં પહોળી છે; વાવમાં પહેલા કૂટથી લઈને બીજા કૂટના પહેલા માળ સુધી જવા માટેનો એક પથ આપવામાં આવ્યો છે. આ પથ અન્ય વાવોના ઉપલા માળ સુધી પહોંચવા માટે વપરાયેલ સાંકડા માર્ગોની ઉત્ક્રાંતિ બતાવે છે.[૧]
વાવના પ્રવેશદ્વાર અને કમાનને જોતાં તે મુઘલોના સમયની હોવાનું અનુમાન છે જ્યારે તેમાં અમુક ફેરફારો બ્રિટીશ સમયમાં પણ કરાયા હોઈ શકે.[૧]
હાલની પરિસ્થિતિ
ફેરફાર કરોકૂટો વચ્ચેની જગ્યાને તથા કૂવાની શાફ્ટ સુધીની જગ્યાને કોંક્રિટથી પૂરી દેવામાં આવી છે જેથી તેનો મંદિર તરીકે ઉપયોગ થઈ શકે. વાવ અત્યારે બળિયાદેવનું મંદિર બની ચૂકી છે.[૨]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ જોષી, મુનિન્દ્ર (ડિસેમ્બર ૨૦૧૭). "Lesser Known Stepwells In and Around Ahmedabad-Gandhinagar Region". Urban Management Center: ૨૨-૨૫.
- ↑ "અમદાવાદઃઆ શહેરમાં આવેલી છે 12 વાવ, તમે જોઈ છે ?". ગુજરાતી મિડ-ડે. મેળવેલ 2024-11-09.