ગામ

કેટલાક સો વ્યક્તિઓની વસ્તી ધરાવતી માનવ વસાહત

ગામ એ સામુહીક માનવ વસાહત હોય છે. સામુહીક માનવ વસાહતનો આ એકમ "નેસ કે નેસડો" જેવા એકમથી મોટો પણ "નગર" જેવા એકમથી નાનો ગણાય. વસતીની રીતે કેટલાંક સો કે કેટલાંક હજારની માનવ વસાહત ધરાવતું ગામ હોય છે. જો કે ગુજરાતી ભાષાનાં શબ્દકોશમાં "ગામ" વિશે વિવિધ વ્યાખ્યાઓ આપવામાં આવી છે. જેમ કે, ‘શહેર કે નગરથી ઠીક ઠીક નાનું અને નેસથી મોટું બાંધેલા મકાનોવાળું વસાહતી સ્થાન.’; ‘વતન; રહેઠાણ’; ‘સો કુટુંબનો સમૂહ’ વગેરે. ગુજરાતી ભાષામાં "ગામ" અને "ગામડું" વચ્ચે થોડો પ્રમાણભેદ પણ રહે છે. જ્યાં ઘણાં થોડાં ઘર અને થોડાં માણસની વસતી હોય તે ગામડું કહેવાય છે. જ્યારે જરા વધારે વસતી હોય તે જગ્યાને ગામ કહે છે. ગામડાંમાં જોઇતી ચીજો મળે અથવા ન મળે, પણ ગામમાં તો બે ચાર વેપારી અને કારીગરનાં ઘર હોય છે, તેથી જરૂરની ચીજો મળી રહે છે.[]. આમ "ગામ" એટલે જ્યાં કેટલાંક ઘર અને થોડીક વસતી હોય એવું ઠેકાણું.

ભારતનું એક ગામ, રાજસ્થાન, ભારત
બેનિનનું એક દૂરનું ગામ

"ભારતનો આત્મા ગામડાંઓમાં વસે છે", મહાત્મા ગાંધીએ ૨૦મી સદીની શરૂઆતના સમયે કરેલું આ એક પ્રસિદ્ધ અવતરણ છે.[] ભારતની વસતી ગણતરી ૨૦૧૧ પ્રમાણે, ૬૮.૮૪% ભારતીય લોકો (આશરે ૮૩.૩૧ કરોડ લોકો ) વિવિધ ૬,૪૦,૮૬૭ ગામોમાં વસવાટ કરે છે.[] આ ગામોનું કદ સારી પેઠે અલગ અલગ છે. ૨,૩૬,૦૦૪ ભારતીય ગામોની વસતી ૫૦૦ કરતાં ઓછી છે, જ્યારે ૩,૯૭૬ ગામોની વસતી ૧૦,૦૦૦ કરતાં વધારે છે. મોટાભાગનાં ગામોમાં એકાદું મંદિર કે અન્ય ધાર્મિક સ્થાન, જે ગામની સ્થાનિક વસતીનાં ધર્મ પર આધારીત છે, હોય જ છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. ગુજ.લેક્સિ.
  2. R.K. Bhatnagar. INDIA’S MEMBERSHIP OF ITER PROJECT સંગ્રહિત ૨૦૦૭-૧૨-૦૧ ના રોજ વેબેક મશિન. PRESS INFORMATION BUREAU. GOVERNMENT OF INDIA, BANGALORE
  3. "Indian Census". Censusindia.gov.in. મેળવેલ ૯ માર્ચ ૨૦૧૨.