ગુજરાત રિફાઇનરી એ પશ્ચિમ ભારતના ગુજરાતના કોયલી ( વડોદરા નજીક) માં આવેલી એક ઓઇલ રિફાઇનરી છે. પાણીપત રિફાઇનરી પછી તે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની માલિકીની બીજી સૌથી મોટી રિફાઇનરી (તેલ શુદ્ધિકરણ કારખાનુ) છે. [] આ રિફાઇનરી હાલમાં ૧૮ એમ એમ ટી પી એ સુધી વિસ્તૃત થવાની ક્ષમતા ધરાવે છે.

ફેબ્રુઆરી ૧૯૬૧ની ભારત-સોવિયેત મૈત્રી અને સહકારની સંધિ પછી ૨૦ લાખ મેટ્રિક ટન પ્રતિ વર્ષની ક્ષમતા ધરાવતી ઓઈલ રિફાઈનરી માટે જમીનની પસંદગી ૧૭ એપ્રિલ ૧૯૬૧ના કરવામાં આવી.[] ઑક્ટોબર ૧૯૬૧ના દિવસે ભારતીય અને સોવિયેતી ઇજનેરોએ આ પરિયોજનાના દસ્તાવેજ પર હસ્તાક્ષરો કર્યા. તે વખતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ આ રિફાઈનરીનું ૧૦ મે ૧૯૬૩ના દિવસે આધાર શિલા રાખી.

રૂપિયા ૨૬ કરોડના ખર્ચે સોવિયત સહાયથી આ રિફાઇનરી ૨૬ ઑક્ટોબર ૧૯૬૫ના દિવસે શરૂ કરવામાં આવી હતી. ૧ એમ એમ ટી પી એ (મિલિયન મેટ્રીક ટન પર એનમ ૧૦ લાખ ટન પ્રતિ વર્ષ)ની ક્ષમતાવાળા પ્રથમ ક્રૂડ નિષ્યંદન એકમમાં ૧૧ ઑક્ટોબર ૧૯૬૫ ના દિવસે પ્રાયોગિક ધોરણે ઊત્પાદન કરવામાં આવ્યું હતું અને ૬ ડિસેમ્બર ૧૯૬૫ ના દિવસે તેણે તેની નિર્ધારિત ક્ષમતા પ્રાપ્ત કરી હતી. ૧૯૬૬ના જાન્યુઆરીમાં ઉત્પાદન તેની ડિઝાઇન કરેલી ક્ષમતા કરતાં ૨૦% સુધી પહોંચી ગયું હતું.

રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણને ૧૮ ઑક્ટોબર ૧૯૬૬ના દિવસે બીજા ક્રુડ ડિસ્ટિલેશન યુનિટ અને કૅટેલિક સુધારણા એકમના ઉદ્ઘાટન સાથે આ રિફાઇનરી દેશને સમર્પિત કરી. ત્રીજો ૧ એમ એમ ટી પી એનો એકમ સપ્ટેમ્બર ૧૯૬૭ માં અંક્લેશ્વર અને ઉત્તર ગુજરાતના ક્રૂડ્સની પ્રક્રિયા માટે શરૂ કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર ૧૯૬૮ માં સી આર યુ ના કાચામાલમાંથી બેન્ઝીન અને ટુલુઈનના ઉત્પાદન માટે યુડેક્સ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો. ૧૯૭૪-૭૫ સુધીમાં દેશી ફેરફારો સાથે, રિફાઇનરીની ક્ષમતા ૪૦% વધારીને ૪.૨ એમ એમ ટી પી એ કરવામાં આવી. આયાતી ક્રૂડ પર પ્રક્રિયા કરવા માટે ૧૯૭૮-૭૯ દરમિયાન અન્ય ૩ એમ એમ ટી પી એ ની ક્ષમતા ધરાવતા એકમો ઉમેરીને રિફાઇનરીનો વિસ્તાર કરવામાં આવ્યો. તેમાં ક્રૂડ નિસ્યંદન એકમ સાથે શૂન્યાવકાશ (વેક્યૂમ) નિસ્યંદન, વિઝબ્રેકર અને બિટ્યુમેન બ્લોઈંગ એકમો સહિત ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ એકમો ઉમેરવામાં આવ્યા. ૧૯૮૦-૮૧ સુધીમાં આ એકમે આયાત કરાયેલા ક્રૂડ ઉપરાંત બોમ્બે હાઈના ક્રૂડ પર પ્રક્રિયા શરૂ કરી. આ પહેલી ઘટના હતી જ્યારે ભારતીય એન્જિનિયરોએ તે પ્રમાણની પરિયોજના સ્વતંત્ર રીતે સંભાળી હતી.

ડિસેમ્બર ૧૯૮૨ માં શુદ્ધિકરણ બાદ વધેલા અવશેષોમાંથી ઉત્પાદનોને પુન:પ્રાપ્ત કરવા માટે ૧ એમ એમ ટી પી એ નો પ્રવાહી ઉત્પ્રેરક ક્રેકીંગ એકમ (ફ્લુઈડાઇઝ્ડ કૅટાલિટીક ક્રેકિંગ યુનિટ) અને ફીડ પ્રિપરેશન એકમની સુવિધાઓ શરૂ કરવામાં આવી હતી. રિફાઇનરીએ એન-હેપ્ટેન અને લાઇટ એલ્યુમિનિયમ રોલિંગ તેલોના ઉત્પાદન માટે શરૂઆતી નિસ્યંદન સુવિધાઓ ઉભી કરી છે. દેશી ક્રૂડ્સના વપરાશને સક્ષમ કરવા માટે રિફાઇનરીની ક્ષમતા વધુ ૯.૫ એમ એમ ટી પી સુધી વધારવામાં આવી હતી.

૧૯૯૩-૯૪ માં, ગુજરાતે ૧.૨ એમ એમ ટી પીની ક્ષમતા ધરાવતું દેશનું પ્રથમ હાઈડ્રોક્રેકર એકમ શરૂ કર્યું. તે સાથે ક્રૂડ તેલના ભારે છેડાઓને ઉચ્ચ મૂલ્યવાળા ચડિયાતા ઉત્પાદનોમાં રૂપાંતરિત કરવા માટે, ફીડ પ્રીપેરેશન એકમ - ૨ અને હાઇડ્રોજન નિર્માણ એકમ - ૧ (જી એચ સી સંકુલ) શરો કર્યું.

ડીઝલમાં ગંધકની માત્રા ઘટાડવા માટે ભારતનું પહેલું ડીઝલ હાઇડ્રોડીસલ્ફ્યુસિએશન એકમ જૂન ૧૯૯૯ માં શરૂ થયું હતું. ગાડીઓના ઇંધણમાંથી સીસુ દૂર કરવા માટે સપ્ટેમ્બર ૧૯૯૯ માં એક મિથાઇલ ટેર્ટિઅરી બ્યુટિલ ઇથર એકમ શરૂ કરાયું હતું. જૂન ૧૯૯૯ માં ચાર જૂના ઇ ટી પી (એફ્લ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) નાબૂદ કરીને દક્ષિણ એશિયાના સૌથી મોટો કેન્દ્રિય મલનિસારણ એકમ (એફ્લ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) કાર્યરત કરવામાં આવ્યો. સપ્ટેમ્બર ૧૯૯૯ માં વાતાવરણીય નિસ્યંદન એકમની સ્થાપના સાથે, ગુજરાત રિફાઇનરીએ તેની ક્ષમતા ૧૩.૭૦ એમ એમ ટી પી જેટલી વધારીને દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી રિફાઇનરી બની.

ઑગસ્ટ ૨૦૦૪ માં કેરોસીન સ્ટ્રીમ્સમાંથી લીનીયર આલ્કિલ બેન્ઝિનના ઉત્પાદન માટેની એક પરિયોજના અમલમાં મૂકાઈ હતી. [] તે વિશ્વની સૌથી મોટી ગ્રાસરૂટ્સ સિંગલ ટ્રેન કેરોસીન-થી-એલ એ બી યુનિટ છે, જેની ક્ષમતા ૧.૨ એમ એમ ટી પી એનો છે. ભવિષ્યમાં બળતણ ગુણવત્તાની આવશ્યકતાઓને પહોંચી વળવા માટે, એમએસ ગુણવત્તા સુધારણા સુવિધાઓ ૨૦૦૬ માં શરૂ કરવામાં આવી હતી. ગુજરાત રિફાઇનરી દ્વારા હાથ ધરવામાં આવેલ અવશેષ સુધારણા પ્રોજેક્ટ ૨૦૧૧ સુધીમાં પૂર્ણ થયો હતો, જેણે ગુજરાત રિફાઇનરીની સલ્ફર પ્રક્રિયા કરવાની ક્ષમતામાં વધારો કર્યો હતો, નિસ્યંદન ઉત્પાદનમાં સુધારો કર્યો હતો અને એમએસ અને એચ એસ ડી ની બી એસ III અને IV ગુણવત્તા મેળવી હતી. [] રેસીડ્યુ અલ અપગ્રેડેશન પ્રોજેક્ટ બે ભાગમાં અમલ કરવામાં આવ્યો, એચ જી યુ-III, એસ આર યુ-III, ડી એચ ડી ટી અને આઈસોમ એકમો દક્ષિણ બ્લોકમાં અને ઉત્તર બ્લોકમાં વી જી ઓ-એચ ડી ટી અને ડીસીયુ એકમો. નવા એકમોને ટેકો આપવા માટે એક નવો કો-જનરેશન પ્લાન્ટ (સી જી પી) અને હીટ રિકવરી સ્ટીમ જનરેશન (એચ આર એસ જી) પણ શરૂ કરાયો હતો.

રિફાઇનરીની સુવિધાઓમાં ૫ વાતાવરણીય ક્રૂડ નિસ્યંદન એકમો શામેલ છે. મુખ્ય ગૌણ એકમોમાં કૅટાલેટીક રિફોર્મિંગ યુનિટ (સી આર યુ), ફ્લુઇડાઇઝ્ડ કૅટલેટીક ક્રેકીંગ યુનિટ (એફ સી સીયુ) અને દેશના પ્રથમ હાઇડ્રોક્રેકિંગ એકમનો સમાવેશ થાય છે. અમદાવાદ તરફની પાઈપલાઈન અને બારૌની-કાનપુર પાઈપલાઈન (બીકેપીએલ), રેલ્વે અને ટ્રક દ્વારા આ રિફાઇનરી મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર ભારતમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની માંગ પૂરી કરે છે.

જ્યારે કામ ચાલુ થયું ત્યારે, રિફાઇનરીની સ્થાપિત ક્ષમતા ૨ એમ એમ ટી પી એ હતી અને તે ગુજરાતના ઓએનજીસીના અંકલેશ્વર, કલોલ અને નવાગામ તેલના કૂવાઓમાંથી ક્રૂડની પ્રક્રિયા કરવા માટે બનાવવામાં આવી હતી. આયાતી અને બોમ્બે હાઇના ક્રૂડને શુદ્ધ કરવા માટે રિફાઇનરીમાં ફેરફારો કરવામાં આવ્યા હતા. રિફાઇનરી બેન્ઝિન, ટુલુએન, એમટીઓ (મિનરલ ટર્પેન્ટાઈન ઓઈલ), ફૂડ ગ્રેડ હેક્ઝેન, સોલ્વેન્ટ્સ અને એલ એ બી એફ એસ જેવા વિશિષ્ટ ઉત્પાદનોની વિશાળ શ્રેણી પણ બનાવે છે.

જૂન ૧૯૯૯ માં રિફાઇનરી ૦.૨૫% ડબલ્યુટી (મહત્તમ) જેટલું ગંધક ધરાવતા ડીઝલ ઉત્પાદન કરનાર ગુજરાત રિફાઇનરી એ ભારતની પ્રથમ રિફાઇનરી બની હતી.

  1. "Indian Oil Refineries:Installed Capacities". Indian Oil Corporation Limited. મૂળ માંથી 12 June 2007 પર સંગ્રહિત. મેળવેલ 11 July 2007.
  2. "Gujarat Refinery". Indian Oil Corporation Limited. મૂળ માંથી 12 June 2007 પર સંગ્રહિત. મેળવેલ 11 July 2007.
  3. "LAB (Linear Alkyl Benzene)". Indian Oil Corporation Limited. મૂળ માંથી 10 June 2007 પર સંગ્રહિત. મેળવેલ 11 July 2007.
  4. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-05-13 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-20.