ગોંડલ સ્ટેટ રેલ્વે
ગોંડલ સ્ટેટ રેલ્વે (જી. એસ. આર) એ ગોંડલ રાજ્યની માલિકીની એક મીટર ગેજ રેલ્વે હતી.
ઇતિહાસ
ફેરફાર કરોઆ લાઈન ૧૮૮૧ માં ખુલેલી ભાવનગર – ગોંડલ – જુનાગઢ – પોરબંદર રેલ્વે શ્રેણીનો ભાગ હતી. ઈ. સ. ૧૯૧૧ માં નવી લાઈન પ્રણાલી વાપરી પોરબંદર સ્ટેટ રેલ્વે (P S R) સાથે સંયુક્ત રીતે કામ કરીને નવી પદ્ધતિનું માળખું બનાવાઈ અમે ગોંડલ-પોરબંદર રેલ્વેની રચના થઈ. ૧૯૧૯માં જી એસ આર એ પીએસઆરની કામગીરી હસ્તગત કરી લીધી. ૧૯૧૩ માં ખુલેલી ખિજડિયા - ધારી રેલ્વે નામની મીટર ગેજ રેલ્વે હતી જી. એસ. આરનો એક ભાગ હતી અને ગોંડલ રાજ્યની માલિકીની હતી. ઈ. સ. ૧૯૪૮માં જી એસ આર સૌરાષ્ટ્ર રેલ્વેનો એક ભાગ બની.
કર્મચારી
ફેરફાર કરોઅહીંના કોઈ કર્મચારી સૂચિઓ મળી નથી. નીચેના કર્મચારીઓ જાહેર બાંધકામ વિભાગ (પીડબ્લ્યુડી) તરફથી 'લોન સ્વરૂપે' તરીકે નોંધાયેલા છે.
- રિચાર્ડ ગાર્ડિનર લ્યુટન્ટ કોલેનલ.આર. ઇ. પી ડબ્લ્યુ ડી, ૧૮૮૭ થી ૧૮૯૩ માં નિવૃત્તિ સુધી 'ભાવનગર-ગોંડલ રેલ્વે'ના મેનેજર અને એન્જીનીયર-ઇન-ચીફ. [૧]
- વિલોગ્ફ્બી વર્નર કોન્સ્ટેબલ, ૧૮૮૭, 'ભાવનગર અને ગોંડલ સ્ટેટ્સ રેલ્વે' ના વ્યવસ્થાપક . [૨]
- અર્નેસ્ટ ઇફિલ શાડબોલ્ટ, પી ડબ્લ્યુ ડી સહાયક ઇજનેર ૧૮૭૪ થી ૧૮૮૪ - ભાવનગર અને ગોંડલ સ્ટેટ્સ' રેલ્વે[૩]
- હોરેસ ચેલોનર નોક્સ, ૧૮૯૦, કાર્યકારી ઇજનેર, 'ભાવનગર-ગોંડલ-જુનાગઢ-પોરબંદર રેલ્વે' સાથે કાર્યરત [૪]
બ્રોડગેજમાં રૂપાંતર
ફેરફાર કરોઆ રેલ્વેને ૨૦૧૦માં ૧,૬૭૬ mm (5 ft 6 in) માં બ્રોડગેજ રૂપાંતરિત કરવામાં આવી.[૫]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Google Books " India List and India Office List, 1905" page 499 (pdf page 462) Retrieved on 30 May 2016
- ↑ Google Books " India List and India Office List, 1905" page 466 (pdf page 429) Retrieved on 17 May 2016
- ↑ "Indian Biographical Dictionary" 1915 page 390; Retrieved on 30 May 2016
- ↑ India Civil List 1890, page 41
- ↑ "Western Railways new lines" (PDF). મેળવેલ 2018-04-30.