ગોપીનાથ સાહા
ગોપીનાથ સાહા અથવા ગોપી મોહન સાહા (૧૬ ડિસેમ્બર ૧૯૦૫ - ૧ માર્ચ ૧૯૨૪)એ ભારતીય સ્વતંત્રતા ચળવળના સ્વાતંત્ર્ય સેનાની હતા. [૧] ૧૨ જાન્યુઆરી ૧૯૨૪ ના દિવસે તેમણે કલકત્તા પોલીસના ડિટેક્ટીવ વિભાગના તત્કાલીન વડા અને ક્રાંતિકારી આંદોલનો સામેના અંગ્રેજ નેતા ચાર્લ્સ ટેગાર્ટની હત્યા કરવાનો પ્રયાસ કર્યો. [૨] સાહાનો પ્રયાસ નિષ્ફળ ગયો કારણ કે તેમણે ભૂલથી અર્નેસ્ટ ડે (જન્મ ૧૮૮૮) નામના સત્તાવાર કામકાજ માટે ત્યાં ગયેલા એક શ્વેત નાગરિકની હત્યા કરી હતી. તેમની ધરપકડ કરવામાં આવી, કેસ ચાલ્યો અને ૧ માર્ચ ૧૯૨૪ના દિવસે અલીપોર સેન્ટ્રલ જેલમાં તેમને ફાંસી આપવામાં આવી. [૨]
તેમનો જન્મ શ્રીરામપુર નગરમાં થયો હતો, જેનું અવિભાજિત બંગાળનું નામ સેરામપુર હતું.