ગૌમુખભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લામાં આવેલા સોનગઢ તાલુકામાં આવેલું એક રમણીય આસ્થાનું સ્થળ છે. આ સ્થળ સોનગઢથી ઓટા (ડાંગના જગલ તરફ) જતાં રસ્તામાં જંગલની વચ્ચે આવે છે, જ્યા ઊંચા ડુંગર પર પથ્થરમાંથી બનાવેલા ગાયનાં મુખમાંથી બારેમાસ સતત પાણી નીકળ્યા કરે છે. એક માન્યતા મુજબ તે દેવતાઓની ગાય છે.