ઘંટી એ ધાન્ય અનાજ હાથ વડે દળવા માટે વપરાતું પરંપરાગત સાધન છે. તેનો મુખ્ય ઉપયોગ ઘઉં, બાજરી, જુવાર વગેરેને દળીને લોટ તૈયાર કરવા માટે થાય છે. જોકે અત્યારના સમયમાં ઘંટીનું સ્થાન વિદ્યુત ઘંટીએ લઇ લીધું છે. તેમ છતાંય થોડા પ્રમાણમાં ગામડાંઓમાં હજુ સુધી તેનો વપરાશ જોવા મળે છે.[][મૃત કડી] ઘંટીમાં મસાલા વગેરે પણ દળવામાં આવે છે.

ગામમાં પડેલી ઘંટીનું પડ.

ઘંટી પથ્થરની બનેલી હોય છે, જેને બે ખરબચડાં પડ હોય છે.[] ઉપલા પડને લાકડાનો હાથો રહેલો હોય છે જેના વડે તેને ગોળ-ગોળ ફેરવીને અનાજ દળવામાં આવે છે.

લોકપ્રિય સંસ્કૃતિમાં

ફેરફાર કરો

ઘંટી જૂના સમયમાં ગામડાની સંસ્કૃતિમાં અભિન્ન અંગ ગણાતું હતું.

ઘંટી વિશેની કહેવતો નીચે પ્રમાણે છે.[]

  • ઘરનાં છૈયાં-છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો.
  • ઘંટી ચાટવી.
  • ઘંટી તળે આવવું.
  • ઘંટી તળે હાથ.
  • ઘંટી તેનાં ગીત.
  • ઘંટી ધરાવવી.
  • ઘંટી પ્રમાણે ઓરણું ને ચૂલા પ્રમાણે ખોરણું.
  • ઘંટીએ બેસવું વરની, ગીત ગાવાં વીરાનાં.
  • ઘંટીના ગળામાં ગયું બચે, પણ લોકના ચાવ્યામાં આવ્યું ના બચે.
  • ઘંટીના પડની વચ્ચે પિસાવું.
  • ઘંટીના સો ને ઘંટાનો એક.
  • ડોકે ઘંટીનું પડ ટાંગવું.
  1. http://www.sandesh.com/printarticle.aspx?newsid=81109
  2. June 21st; પ્રતિભાવો », 2011 | પ્રકાર: સાહિત્ય લેખ | સાહિત્યકાર: ભગીરથ બ્રહ્મભટ્ટ | 6 (2011-06-21). "ઘંટી, ખીંટી અને વળગણી – ભગીરથ બ્રહ્મભટ્ટ". ReadGujarati.com. મેળવેલ 2020-09-12.
  3. "Welcome to Bhagwadgomandal". www.bhagavadgomandal.com. મેળવેલ 2020-09-12.