ઘર ઉંદર
ઘર ઉંદર એ સસ્તન વર્ગનુ અતિ મહત્ત્વનું પ્રાણી છે. ઘર ઉંદર જંગલી હોવા છતાં માણસોની વચ્ચે રહે છે. તેને અણીયાળું નાક, નળાકાર શરીર અને વાળવિહીન પૂંછડી હોય છે. ઘર ઉંદરનો ઉપયોગ પાલતુ ઉંદર તરીકે તથા પ્રયોગશાળામાં સંશોધન માટે થાય છે. તે રોડન્ટ ગોત્રનું નાનું અને જીવવિજ્ઞાનમાં અતિ મહત્ત્વનું સજીવ છે. [૨][૩] તે સૌથી વધુ વૈજ્ઞાનિક સંશોધન માટે વપરાય છે.[૪]
ઘર ઉંદર | |
---|---|
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | પ્રાણી |
Phylum: | મેરુદંડી |
Class: | સસ્તન |
Order: | રોડન્ટ |
Family: | મ્યુરીડ |
Subfamily: | મ્યુરીન |
Genus: | મસ |
Subgenus: | મસ |
Species: | ''મસ મસક્યુલસ'' |
દ્વિનામી નામ | |
Mus musculus | |
ઉપપ્રજાતી | |
| |
ઘર ઉંદર વિસ્તાર |
લક્ષણો
ફેરફાર કરોઘર ઉંદરમાં એક પુખ્ત શરીરની લંબાઈ પૂંછડીના આધારથી નાકની ટોચ સુધી ૭.૫-૧૦ સેમી અને ૫-૧૦ સેમી હોય છે. વજન સામાન્ય રીતે ૧૦-૨૫ ગ્રામ છે. જંગલી વિસ્તારમાં ઘર ઉંદર આછાથી ઘાંટા કથ્થાઇ રંગના હોય છે પણ પાલતુ અને પ્રયોગશાળા ના ઉંદરો સફેદથી શેમ્પેઇનથી કાળા રંગ સુધીના હોય છે. તેમના કાન તથા નાક પાસે ઓછા વાળ હોય છે. તેમના શરીર પર પણ ટૂંકા વાળ હોય છે. તેમના પાછલા પગ એપોડેમસ (w:Apodemus) કરતાં નાના હોય છે, માત્ર ૧૫-૧૯મીમી. તેઓ ૪૫ સેમી સુધી ઊભું કૂદી શકે છે. સામાન્ય રીતે, લગભગ ૪.૫ સેમીનું લાંબું ડગલું ભરી ચાલે છે. તેમનો અવાજ ઉચ્ચ ચીંચ હોય છે. ચીંચ એ ઉંદરો ધ્વારા નીકળતો લાક્ષણીક અવાજ છે.
ઘર ઉંદર માણસની આસપાસ દરેક જગ્યાએ જોવા મળે છે, જેમકે ઘર, ખેતર, વાડામાં વગેરે.
તાજા જન્મેલા બચ્યાનુ લીંગ ઓળખવું સરળ છે. તેમના જનનાંગ વિસ્તારમાં રહેલ ઉપસેલો ભાગ જો એક હોય તો તે માદા અને જો બે હોય તો તે નર હોય છે, જે પ્રયોગો બાદ નક્કી થયુ છે. માદાના જન્મનાં દસ દિવસ પછી પાંચ જોડ સ્તનગ્રંથી તથા ડિંટડી જોવા મળે છે. નરમાં ડિંટડી હોતી નથી. શારીરિક પરીપક્વ નરને માદાથી અલગ પડતું અંગ હોય છે. જનનાંગ વિસ્તારમાં નરને મોટા શુક્રપીંડ હોય છે. આ શુક્રપીંડો તેના શરીરની સરખામણીમાં બીજા પ્રાણીઓ કરતાં મોટા હોય છે. આ શુક્રપીંડો શરીરમાં અંદર સંકોચન પામી શકે છે.
ઘર ઉંદરની પૂંછડી જે આમ તો પાતળા વાળના આવરણ ધરાવે છે અને શરીર નું સમતોલન જાળવવા હોય છે.પરંતુ તેનું મુખ્ય કાર્ય શરીર માં ગરમીનિયંત્રકનું છે. જ્યારે બહારનુ તાપમાન વધે ત્યારે શરીર નુ લોહી પૂંછડી માંથી પસાર થાય છે. પૂંછડી નુ તાપમાન 10 ડિગ્રી વધે છે. આ માટે શરીરનું આર્ટરીયોવિનસ એનેસ્ટોમોસીસ (arteriovenous anastomosis) તંત્રકામ કરે છે. પૂંછડી ગરમી ને દૂર કરી શરીર નુ તાપમાન જાળવી રાખે છે. તેમની પૂંછડીની લંબાઈ વાતાવરણના તાપમાન પર આધારિત છે. જો ઘર ઉંદર ગરમ પ્રદેશમાં રહેતો હોય તો તેમની પૂંછડી વધુ લાંબી હોય છે. પૂંછડીનો બીજો ઉપયોગ ચડતી કે દોડતી વખતે સમતોલન જાળવવા અને પાછલા પગ પર ઊભા રહેવા (જે વર્તણૂક ને ટ્રાયપોડીંગ કહે છે) તથા બીજા ઘર ઉંદર સાથેની નાની મુલાકાતમાં તે ઉંદરની તેના જૂથમાં તેની પ્રતિભા જાણી શકે છે. છાતીમાં નિયમિત નાના બીજ કદના ગરદનના મૂળ પાસેની એક અંગ ઉપરાંત, ઘર ઉંદરમાં શ્વાસનળી આગળ જે ગળામાં એક બીજા વિધેયાત્મક pinhead માપ ગરદનના મૂળ પાસેની એક અંગ છે.
વર્ગીકરણ અને પેટાપ્રજાતી
ફેરફાર કરોયુર્કોન્ટોગ્લીર્સ |
| |||||||||||||||||||||||||||
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Musser G, Amori G, Hutterer R, Kryštufek B, Yigit N & Mitsain G (2008). Mus musculus. In: IUCN 2008. IUCN Red List of Threatened Species. Retrieved 10 October 2008.
- ↑ Gregory SG, Sekhon M, Schein J, Zhao S, Osoegawa K, Scott CE, Evans RS; et al. (૧૫ સપ્ટેમ્બર ૨૦૦૨). "A physical map of the mouse genome". Nature. 418: 743–750. doi:10.1038/nature00957. PMID 12181558. Unknown parameter
|month=
ignored (મદદ); Explicit use of et al. in:|author=
(મદદ)CS1 maint: multiple names: authors list (link) - ↑ Mouse Genome Sequencing Consortium, Waterston RH, Lindblad-Toh K, Birney E, Rogers J, Abril JF, Agarwal P; et al. (૧૫ ડિસેમ્બર ૨૦૦૨). "Initial sequencing and comparative analysis of the mouse genome". Nature. 420 (6915): 520–562. doi:10.1038/nature01262. PMID 12466850. Explicit use of et al. in:
|author=
(મદદ)CS1 maint: multiple names: authors list (link) - ↑ "GA mouse welfare assessment". National Centre for the Replacement, Refinement and Reduction of Animals in Research. મૂળ માંથી 2013-12-03 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ જુલાઇ ૨૦૧૩.