ઘાનાનો રાષ્ટ્રધ્વજ ઈસ ૧૯૫૭માં અપનાવાયો અને બાદમાં ઈસ ૧૯૬૬માં ફરીથી અપનાવાયો. ધ બ્લેક સ્ટાર્સ એ હુલામણું નામ ઘાનાની ફુટબોલ ટીમને ધ્વજમાં રહેલા કાળા તારા પરથી જ મળેલું છે.

પ્રમાણમાપ૨:૩
અપનાવ્યો૧૯૫૭
રચનાલાલ, સોનેરી અને લીલા રંગના ત્રણ આડા પટ્ટા અને કેન્દ્રમાં કાળા રંગનો તારો
રચનાકારથિઓડોસિઆ ઓકોહ

ધ્વજ ભાવના ફેરફાર કરો

લાલ રંગ યુનાઇટેડ કિંગડમની ગુલામીમાંથી મુક્ત થવા ક્રાંતિકારોએ વહાવેલ રક્તનું, સોનેરી રંગ દેશની ખનિજ સંપત્તિનું, લીલો રંગ દેશની વિપુલ જંગલ અને વનસ્પતિ સંપત્તિનું અને કાળો તારો એ આફ્રિકાની પ્રજાની મુક્તિનો અને તેને બળવાન બનાવવાનું પ્રતિનિધિત્વ કરે છે.