ઘુમ (અથવા ઘૂમ) એ ભારત દેશના પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલ દાર્જિલિંગ હિમાલયન ક્ષેત્રનું એક નાનકડું નગર છે. દાર્જિલિંગ હિમાલયન રેલ્વે પર આવેલ આ સ્ટેશન ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલ રેલ્વે સ્ટેશન છે. આ સ્ટેશન સમુદ્ર સપાટી થી ૨૨૨૫.૭મી ઊંચાઈ પર આવેલ છે.[] આ સ્થળે ઘૂમ મઠ અને દાર્જિલિંગ હિમાલયન રેલ્વેનો બાતસિયા વળાંક આવેલો છે.

ઘુમ
—  નગર  —
ઘુમનું
પશ્ચિમ બંગાળ અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 27°00′N 88°08′E / 27.00°N 88.14°E / 27.00; 88.14
દેશ ભારત
રાજ્ય પશ્ચિમ બંગાળ
જિલ્લો દાર્જિલિંગ
ચેરમેન,દાર્જિલિંગ ગોરખા ઓટોનોમસ હિલ કાઉંસીલ સુભાષ ઘીશિંગ
અધિકૃત ભાષા(ઓ) બંગાળી,અંગ્રેજી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 2,225 metres (7,300 ft)

કોડ
  • • પીન કોડ • ૭૩૪૧૦૨
    • ફોન કોડ • +૯૧ ૩૫૪
    વાહન • WB-73, WB-74

વાહનવ્યવહાર

ફેરફાર કરો
 
ઘુમ, દાર્જિલિંગ હિમાલયન રેલ્વે પરનું સૌથી ઊંચુ રેલ્વે સ્ટેશન ૨૨૫૭ મીટર

ઘુમ ઘણાં રસ્તાઓનું સંગમ સ્થળ છે. સીલીગુડીથી દાર્જિલિંગ જતો હિલ કાર્ટ રોડ આ શહેરમાંથી પસાર થાય છે. આ સ્થળ દાર્જિલિંગથી ૬ કિમી દૂર છે અને વાયા સોનાડા થઈ કુરસિયોંગથી ૨૪ કિમી અંતરે છે. અહીંથી વાયા લોપ્ચુ કાલિમ્પોંગ લગભગ ૪૫ કિમી દૂર છે. અન્ય એક રસ્તો મોંગપુ તરફ જઈ અને કાલિમ્પોંગ સિલિગુડી રસ્તાને મળે છે. ડૉવ હીલ થઈ એક રસ્તો કુરસિયોંગ જાય છે. લગભગ ભારત-નેપાળની સીમા પર આવેલ સુકીયાપોખરી, મિરિક જતાં રસ્તા પર અહીંથી ૧૧ કિમી દૂર છે.[]

દાર્જિલિંગ હિમાલયન રેલ્વેનું બાંધકામ ૧૮૭૯માં શરૂ થયું અને આ રેલ્વે પાટા ૪ એપ્રિલ ૧૮૮૧માં ઘુમ સુધી પહોંચ્યાં. ૧૮૭૮ સુધી કલકત્તાથી દાર્જિલિંગની યાત્રામાં ૫-૬ દિવસનો સમય લાગતો હતો. આ યાત્રા વરાળ એંજીન દ્વારા રેલ્વે પ્રવાસ, ગંગા નદી પાર કરવા સાહેબગંજ પાસે વરાળ હોડી દ્વારા પ્રવાસ અને ત્યાર બાદ ગાડાં અથવા પાલખી દ્વારા પ્રવાસ શામિલ હતો. ૧૮૭૮માં સિલિગુડીનું નામ ભારતના રેલ્વે નક્શા પર આવી ગયું અને આ પ્રવાસ સમય ૨ દિવસ જેટલો રહી ગયો.[] ૨૦૦૭થી, કોલકતાથી જલપાઈગુડી (સિલિગુડીથી ૬ કિમી દૂર જવું રેલ્વે સ્થાનક) સુધી ૧૦ કલાકના રેલ્વે પ્રવાસ દ્વારા પહોંચી શકાય છે. ત્યાંથી ૩-૪ કલાકના દાર્જિલિંગ હિમાલયન રેલ્વે પ્રવાસ દ્વારા ઘુમ કે દાર્જિલિંગ પહોંચી શકાય છે. જેમને જલપાઈગુડીથી દાર્જિલિંગનો લાંબો અને ધીમો પ્રવાસ ખેડવા કંટાળો આવતો હોય તેઓ ઘુમ અને દાર્જિલિંગ વચ્ચે રેલ્વે પ્રવાસ કરી શકે છે. સિલિગુડીથી ઘુમ સુધીનો ચડતો પ્રવાસ કર્યાં પછી ટ્રેન ૧૮૨.૯ મી જેટલું ઉતરણ કરી દાર્જિલિંગ પહોંચે છે. રસ્તામાં બાતાસીયા (અર્થાત પવન સભર) નામની જગ્યા પર બમણા લુપ પસાર કરે છે.[]

 

યુદ્ધ સ્મારક

ફેરફાર કરો

દાર્જિલિંગમાં ભારતીય સેનાના ઘણાં સૈનિકો અને પૂર્વ સૈનિકો રહે છે. ૧૯૪૭ પછીના સમયગાળામાં અહીંના ૭૬ સપૂતોએ દેશ માટે જીવ આપ્યાં છે. ૧૯૭૬માં તે સમયના દેપ્યુટી કમિશનર એ યુદ્ધ સ્મારક બનાવવાની પહેલ કરી અને એક કમિટિ નિમવામાં આવી. ૧૯૮૪માં, બાતાસિયા ની જમીન પર આ સ્મારક બનાવવાનું નક્કી થયું. ૧૯૯૧માં, સુભાષ ઘીશિંગ ચેરમેન,દાર્જિલિંગ ગોરખા ઓટોનોમસ હિલ કાઉંસીલ એ, આ નિર્માણને આર્થિક સહાય આપવાનું નક્કી કર્યું.[]

આ યુદ્ધ સ્મારક એક ઈંડા આકારનું પથ્થરનું સ્મારક છે જે ૩૭’ x ૨૪’ છે. તેના પ્ર ૯ ફૂટનું કાંસાનું પુતળું છે. અને ૩ ફૂટ ઊંચા અષ્ટકોણ પાયા પર ૩૦મી ઊંચાઈએ છતરડી છે જેના પર રોલ ઓફ ઓનર કોતરેલ છે. કાસંનું પૂતળું કૃષ્ણનગરના ગૌતમ પાલ દ્વારા કોતરાયેલ છે.[]

સામ્પ્ટેન ચોલિંગ ગોમ્પા એ ઘુમ મઠ તરીકે વધુ પ્રચલિત છે. આ હીલ કાર્ટ રોડ અને ઘુમ રેલ્વે સ્ટેશન ની નીચે આવેલ છે. અમાં મૈત્રેય બુદ્ધની પ્રતિમા છે.[] આ મઠ નું બાંધકમ ૧૮૫૭માં કરવામાં આવ્યું હતું. આ મઠ ૧૫ ફૂટ્આ ઊંચી "આવતાં બુદ્ધ" ને પૂજનારી પીળા જૂથનુ છે. []

આ સિવાય ઘુમમાં અન્ય ત્રણ ગોમ્પા છે - યીગાચોયેલિંગ, સાક્યચોયેલિંગ, અને ફીન. []

ટાઈગર હીલ

ફેરફાર કરો

ટાઈગર હીલ ઘુમથી પાંચ કિમી દૂર આવેલ છે અને ઘુમ કરતાં વધુ ઊંચાઈ ધરાવે છે (૧૧૦૦ ફીટ). સાફ દિવસે સમગ્ર દાર્જિલિંગ માંથી વિશ્વનું ત્રીજું સૌથી ઊંચુ શિખર કાંચન જંઘા શિખર જોઈ શકાય છે. જ્યારે ટાઈગર હિલ પરથીતો માઉંટ એવરેસ્ટની ટોચ પણ જોઈ શકાય છે. હજારો પ્રવાસીઓ વહેલી પરોઢે ઊઠી અહીંનો પ્રખ્યાત સૂર્યોદય નિહળવા અહીં આવી જાય છે. પણ મોટે ભાગના નિરાશ થઈ પાછા ફરે છે કેમકે ઘુમ એ વાદળોનું પણ પ્રિય સ્થળ છે, જોકે તેમને નિહાળવા પણ લોકોને મજા આવે છે.

આ જ ક્ષેત્રમાં ૮૧૬૩ ફૂટની ઊંચાઈ પર સેંચલ તળાવ આવેલું છે જે દાર્જિલિંગને પાણી પુરવઠો પુરો પાડે છે. []

ઘુમ ટેકરી

ફેરફાર કરો

ઘુમ-સુખીયાપોકરી રોડ પર ૭૯૦૦ ફૂટની ઊંચાઈએ એક વિશાલ ખડકની ટેકરી આવેલ છે જ્યાંથી બાલસાન ખીણ અને આગળની અન્ય ટેકરીઓ જોઈ શકાય છે. ગર્ગ વર્લ્ડ નામનું મનોરંજન પાર્ક એક અન્ય આકર્ષણ છે. .[]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Agarwala, A.P. (editor), Guide to Darjeeling Area, 27th edition, p. 53-55, ISBN 81-87592-00-1.
  2. A Road Guide to Darjiling, map on p. 16, TTK Healthcare Ltd, Publications Division, ISBN 81-7053-173-X.
  3. ૩.૦ ૩.૧ Agarwala, A.P., p. 48
  4. "Travel Spirit India". Nort-east. tsiindiatravel.com. મૂળ માંથી 2007-05-03 પર સંગ્રહિત. મેળવેલ 2007-06-13.
  5. ૫.૦ ૫.૧ A Road Guide to Darjiling, p. 10,
  6. ૬.૦ ૬.૧ "Sight-seeing". West Bengal cities. travel-westbengal.com. મૂળ માંથી 2007-06-29 પર સંગ્રહિત. મેળવેલ 2007-06-13.

ચિત્રમાલા

ફેરફાર કરો