ચંદ્રમુખી બસુ
ચંદ્રમુખી બસુ (૧૮૬૦ – ૩ ફેબ્રુઆરી ૧૯૪૪) એ બ્રિટિશ ભારતના પ્રથમ બે મહિલા સ્નાતકોમાંના એક હતા. ૧૮૮૨માં કાદમ્બિની ગાંગુલી સાથે તેમણે કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી આર્ટ્સ (બીએ)માં સ્નાતકની પદવીની પરીક્ષા પાસ કરી હતી.
ચંદ્રમુખી બસુ | |
---|---|
જન્મની વિગત | ૧૮૬૦ દહેરાદૂન, બ્રિટીશ ભારત |
મૃત્યુ | ૩ ફેબ્રુઆરી ૧૯૪૪ દહેરાદૂન, બ્રિટીશ ભારત |
શિક્ષણ સંસ્થા | સ્કોટીશ ચર્ચ કોલેજ (ડફ કોલેજ) કલકત્તા વિશ્વવિદ્યાલય |
વ્યવસાય | શિક્ષણશાસ્ત્રી |
જીવનસાથી | પંડિત કેસવારાનંદ મમગાઈન |
પ્રારંભિક જીવન
ફેરફાર કરોચંદ્રમુખી બસુનો જન્મ ૧૮૬૦માં થયો હતો. તેમના પિતાનું નામ ભુવન મોહન બોઝ હતું. તેમણે ૧૮૮૦ માં દહેરાદૂન નેટિવ ક્રિશ્ચિયન સ્કૂલમાંથી ફાઈન આર્ટ પરીક્ષા પાસ કરી હતી.[૧] તે સમયે તેઓ બેથુન સ્કૂલમાં પ્રવેશવા મેળવવા માંગતા હતા પરંતુ ત્યાં બિન-હિન્દુ છોકરીઓને પ્રવેશ આપતા ન હોવાથી તેમને રેવરેન્ડ એલેક્ઝાન્ડર ડફની ફ્રી ચર્ચ ઇન્સ્ટિટ્યૂશન (વર્તમાન સ્કોટિશ ચર્ચ કોલેજ) ખાતે કલા વિભાગમાં પ્રવેશ મેળવવો પડ્યો હતો.[૨] ૧૮૭૬માં, લિંગભેદના વલણોને કારણે તેમને એફ.એ. પરીક્ષા આપવા માટે વિશેષ મંજૂરી આપવામાં આવી હતી. તે વર્ષે પરીક્ષા આપતી એકમાત્ર છોકરી તરીકે, તેમણે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો, પરંતુ વિશ્વવિદ્યાલય દ્વારા તેમના પરિણામો પ્રકાશિત થઈ શકે છે કે નહીં તે નક્કી કરવા માટે શ્રેણીબદ્ધ બેઠકો યોજવામાં આવી હતી. કાદમ્બિની ગાંગુલી પહેલાં ચંદ્રમુખી બસુએ ૧૮૭૬માં પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી, જોકે વિશ્વવિદ્યાલયે તેમને સફળ ઉમેદવાર તરીકે સૂચિબદ્ધ કરવાનો ઇનકાર કર્યો હતો. ૧૮૭૮માં વિશ્વવિદ્યાલયના બદલાયેલા ઠરાવને કારણે તેઓ વધુ અભ્યાસ કરી શક્યા હતા.[૩][૪] એફ.એ.ની પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ કાદમ્બિની ગાંગુલી સાથે ડિગ્રી કોર્સ માટે બેથુન કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.[૧] સ્નાતક થયા પછી તેઓ એકમાત્ર (અને પ્રથમ) મહિલા હતા જેમણે કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ.ની પરીક્ષા પાસ કરતી હતી.[૧]
કારકિર્દી
ફેરફાર કરોતેમણે ૧૮૮૬માં બેથુન કોલેજમાં લેક્ચરર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૮૮૮માં કોલેજને શાળાથી અલગ કરવામાં આવતા તેઓ આચાર્ય બન્યા હતા.[૧] આમ તેઓ દક્ષિણ એશિયામાં પૂર્વ સ્નાતક (અંડર ગ્રેજ્યુએટ) શૈક્ષણિક સંસ્થાના પ્રથમ મહિલા વડા બન્યા હતા.
ખરાબ સ્વાસ્થ્યને કારણે ૧૮૯૧માં તેઓ નિવૃત્ત થયા હતા અને શેષ જીવન દહેરાદૂનમાં વિતાવ્યું હતું.[૧]
અંગત જીવન
ફેરફાર કરોતેમની બે બહેનો બિધુમુખી અને બિંદુબાસિની પણ પ્રખ્યાત હતા. ૧૮૯૦માં સ્નાતક થયેલા બિધુમુખી બોઝ અને વર્જિનિયા મેરી મિત્રા (નંદી) કલકત્તા મેડિકલ કોલેજમાંથી સૌથી પ્રારંભિક મહિલા તબીબી સ્નાતકોમાં સામેલ હતા. ત્યારબાદ, બિંદુબાસિની બોઝ ૧૮૯૧માં કલકત્તા મેડિકલ કોલેજમાંથી સ્નાતક થયા હતા.[૫]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ Sengupta, Subodh Chandra and Bose, Anjali (editors), 1976/1998, Sansad Bangali Charitabhidhan (Biographical dictionary) Vol I, p152, ISBN 81-85626-65-0
- ↑ "Glimpses of college history". scottishchurch.ac.in. Scottish Church College Kolkata. મેળવેલ 2020-08-21. CS1 maint: discouraged parameter (link)
- ↑ Manna, Mausumi, (2008) Women's Education through Co-Education: the Pioneering College in 175th Year Commemoration Volume. Scottish Church College, page 108
- ↑ "Teaching girls to take on an unequal society". The Telegraph, Calcutta. The Telegraph, 2 April 2013. મેળવેલ 2013-04-02. CS1 maint: discouraged parameter (link)
- ↑ Bose, Anjali (editor), Sansad Bangali Charitabhidhan (Biographical dictionary) Vol II, 1996/2004, p215, 219, ISBN 81-86806-99-7
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- Chakraborty, Rachana (2012). "Bethune College". માં Islam, Sirajul; Jamal, Ahmed A. (સંપાદકો). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second આવૃત્તિ). Asiatic Society of Bangladesh.
- સ્કોટિશ ચર્ચ કોલેજનો ઇતિહાસ