દેહરાદૂન કે જે ક્યારેક ગુજરાતીમાં ખોટી રીતે દહેરાદૂન તરિકે પણ ઉચ્ચારાય છે, તે ભારત દેશનાં ઉત્તર ભાગમાં આવેલાં વર્ષ ૨૦૦૦ની નવેમ્બર ૯ના રોજ નવા બનાવવામાં આવેલાં ઉત્તરાખંડ રાજ્યનું પાટનગર છે અને દેહરાદૂન જિલ્લાનું વડું મથક પણ છે.

દેહરાદૂન રેલ્વે સ્ટેશનનું પાટીયું

અહીં રાજ્યની વહીવટી કચેરીઓ ઉપરાંત પ્રખ્યાત શાળાઓ, વિદ્યાલયો તેમ જ મહાવિદ્યાલયો આવેલાં છે. આ ઉપરાંત અહીં ભારતીય સેનાનાં કાર્યાલયો, લશ્કરી છાવણી તેમ જ લશ્કરી તાલિમ કેન્દ્ર પણ આવેલાં છે. વન સંરક્ષણ વિભાગનાં તાલિમ કેન્દ્રો પણ અહીં આવેલાં છે. દેહરાદૂન રેલ્વે માર્ગ, રાષ્ટ્રીય તેમ જ રાજ્ય ધોરી માર્ગ અને હવાઇ માર્ગ વડે અન્ય મહત્વનાં શહેરો જોડે સારી રીતે જોડાયેલું છે.