મારા મત મુજબ આ પાનુ વાંધાજનક નથી, રહી વાત તેના અનુવાદની તો તે હું પુરો કરીશ.

મારા મતે delete ની વિનંતી હવે અપ્રસ્તુત છે... તો તેને દુર કરવા વિનંતી...

ભાષાંતર સંપૂર્ણ

ફેરફાર કરો

ભાષાંતર સંપૂર્ણ...

અંગત માહીતિ વિશે સંદર્ભ

ફેરફાર કરો

શ્રી.ધવલભાઈ, લેખમાં અજ્ઞાત સંપાદકે અભિનેત્રીની કૌટુંબિક વિગતમાં ’ચિત્રપુર સારસ્વત બ્રાહ્મણ કુટુંબ’ને બદલે ’મરાઠી’ એમ ફેરફાર કર્યો તેથી ધ્યાને આવતાં માત્ર માહીતિ ચકાસણી અર્થે અહીં જણાવું છું.

  • હાલમાં અપાયેલ સંદર્ભની કડી મૃત છે.
  • અપાયેલી નવી વિગત સાથે ચકાસણી કરી શકાય તેવો સંદર્ભ અપાયો નથી.
  • આધારભૂત ગણી શકાય તેવો અન્ય સંદર્ભ ’ઈન્ટરનેટ મૂવિ ડૅટાબેઝ’ ચકાસતાં ત્યાં અભિનેત્રીની અંગત વિગત આ પ્રમાણે મળી છે. "Daughter of Deepak Rao. Comes from a very well-to-do Saraswat Brahmin family."

(સંદર્ભ: imdb-Amrita Rao )

  • અન્ય એક સંદર્ભ જણાવે છે, "Amrita Rao was born to a Konkani speaking family." ( ઈન્ડીયા ફોરમ)
  • મરાઠી હોવું એટલે ’મરાઠી ભાષી’ હોવું કે ’મહારાષ્ટ્ર રાજ્યનાં’ હોવું એવો અર્થ હોઈ શકે. (જેમ કે ’ગુજરાતી’ હોવું !) જે વિશાળ અર્થ હોઈ શકે પણ અહીં તેમની અંગત વિગત પણ ખોટી હોવાનું સાબિત થતું ન હોય આપણે "ચિત્રપુર સારસ્વત બ્રાહ્મણ કુટુંબ" એમ જ રાખવું જોઈએ. (જેમાં ચિત્રપુર કદાચ સારસ્વતની પેટા શાખા હોઈ શકે)
  • આપે માત્ર અંગ્રેજી લેખને સંદર્ભ તરીકે જોયો પરંતુ આપ જોઈ શકશો કે ત્યાં પણ આજે જ, આજ અજ્ઞાત સંપાદકે, આ ફેરફાર કર્યો છે. અન્યથા ત્યાં પણ ’ચિત્રપુર સારસ્વત બ્રાહ્મણ’ જ હતું !! અને એમાં આપ ’વાન્ડાલિઝમ’ પણ સ્પષ્ટ જોઈ શકશો !! (જુઓ: [૧])

સાથે આ પણ અભ્યાસ અર્થે : Chitrapur Saraswat Brahmin (સુંઘો-ઢુંઢો પ્રવૃત્તિ કરવાની મઝા આવી :-) )ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૫૮, ૨૪ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર

કાન પકડ્યા સાહેબ. મેં ત્યાં ખાલી ચકાસી જોયું, પણ ઇતિહાસમાં જઈને વિગતે જોવાનું કષ્ટ ના ઉપાડ્યું. આપણે ચિત્રાપુર સારસ્વત બ્રાહ્મણ જ રહેવા દઈએ.
એક આડવાત, મરાઠી અને મરાઠા એ બે અલગ-અલગ શબ્દો છે. મરાઠી એટલે તો તમે કહ્યું તેમ, પણ મરાઠા એટલે રજપૂતોની એક જાત. જેમ મરાઠા શાસકો હતા તે. આપણા કદાચ બારોટ જેવો વર્ગ, જે સંપૂર્ણ પણે રાજપૂત ના ગણી શકાય તેવો. મેં કરેલો ફેરફાર પાછો વાળું છું. આવા કાન આમળતા રહેશો.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૧૯, ૨૪ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર
Return to "અમૃતા રાવ" page.