ચર્ચા:આંબલી (તા. દસ્ક્રોઇ)

છેલ્લી ટીપ્પણી: નામફેર કરવા વિનંતિ વિષય પર Ashok modhvadia વડે ૧૦ વર્ષ પહેલાં

નામફેર કરવા વિનંતિ

ફેરફાર કરો

હવે આ આંબલી ગામનો સમાવેશ અમદાવાદ શહેર(પશ્ચિમ) તાલુકામાં થાય છે. આથી હવે આ લેખનું નામ બદલીને આંબલી (તા. અમદાવાદ શહેર(પશ્ચિમ)) કરી નાખવા વિનંતિ--મહાથી (talk) ૧૯:૪૨, ૧૪ ઓકટોબર ૨૦૧૩ (IST)

માફ કરશો, પણ મારે મારો ઢોલ પીટવો પડે છે !! :-) વાત એ છે કે, અધિકૃત સંદર્ભ ક્યાં ? ગામ, તાલુકા વગેરે જેવી બાબતે ચોક્કસાઈ માટે આપણે સૌથી વધારે અધિકૃતતા વહિવટી વિભાગ, ‘સરકાર’ને જ આપી શકીએ. (૧) લેખ અમદાવાદ સીટી તાલુકો પર ‘આ તાલુકો અમદાવાદ સીટી (પૂર્વ) અને અમદાવાદ સીટી (પશ્ચિમ) એમ બે ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યો છે’ એવી માહિતીને માટે અપાયેલો સંદર્ભ માત્ર વર્તમાન પત્રના સમાચારનો છે. (જે લિંક પણ ડેડ છે !). (૨) એ જ લેખમાં બાહ્ય કડીઓ હેઠળ અપાયેલ ‘અમદાવાદ સીટી તાલુકા વિશે માહિતી’ નામે લિંક પણ ડેડ છે ! આમ સંદર્ભ યુક્ત બાબત માત્ર એ જ મળી છે કે "અમદાવાદ સીટી તાલુકો" નામે તાલુકો છે. હવે એ તાલુકાની અધિકૃત વેબસાઈટ (અમદાવાદ તાલુકો - અમદાવાદ જિ.પં.) પર આ તાલુકાનાં કુલ ૧૩ ગામોનાં નામ છે. જેમાં "આંબલી" નથી. આ ગામ હાલ પણ "દસક્રોઈ" તાલુકાનાં ગામ તરીકે દસક્રોઈ તાલુકા પંચાયત વેબસાઈટ પર દર્શાવાય છે. ટૂંકમાં, જ્યાં સુધી "સરકાર" તરફથી અધિકૃત રીતે સંદર્ભ ન અપાય/કે મળે ત્યાં સુધી આપણે વહિવટી વહેંચણી માટે એમને જ અનુસરવું જરૂરી છે. અખબારો કે અન્ય અનધિકૃત ગણાતા સ્રોત અને મૂળ સરકારી સ્રોતમાં (ખાસ તો વહિવટી બાબતો અંગે) સરકારી સ્રોતને જ આધાર ગણવો રહ્યો. કદાચ સરકારી વેબસાઈટ્‍સ અપડેટની બાબત હોય તો પણ ઉલ્લેખેલા સમાચારો માર્ચ-૨૦૧૨માં પ્રસિદ્ધ થયેલા છે (સં:DNA News) અને ઉપરોક્ત જિ.પં. વેબસાઈટ જુલાઈ-૨૦૧૨માં અપડેટ થયેલી છે. અર્થાત સરકારી સાઈટ્સ સમાચાર પછી પણ ઓછામાં ઓછી એક વખત અપડેટ થયેલી છે જ. (આ પેલા જોક્સ જેવું છે કે, અશોકભાઈ સ્વયં દરવાજે આવી અને કહે કે હું અત્યારે ઘરે નથી, તો માનવું તો પડે જ ને !!! It`s straight from the horse's mouth !!) તો, કાં તો સ્રોત શોધીએ (એટલે કે સરકારી પરિપત્ર જેવું કંઈક) અથવા વિગતો સુધારીએ. આપ સૌની મરજી. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૫૪, ૧૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
એકદમ બરાબર છે.--મહાથી (talk) ૦૯:૦૦, ૧૬ ઓકટોબર ૨૦૧૩ (IST)
આને, આને અથવા આને સંદર્ભ કહેવો કે નહી એ મને ખબર નથી પણ કમસેકમ એક નજરે જોઇ લેવા જેવું તો ખરુ જ. વળી એમાં આંબલી વિષે તો કંઇ જ નથી.--મહાથી (talk) ૦૯:૪૪, ૧૬ ઓકટોબર ૨૦૧૩ (IST)
અધિકૃત સંદર્ભના સ્રોત તરીકે અશોકભાઈ તમારી સાથે સંપૂર્ણ સહમત. આપણે અગાઉ પણ આ વિષયે ચર્ચા કરી જ ચૂક્યા છીએ. અને મકનભાઈ, આ બધા જ સંદર્ભો પણ ફક્ત સમાચાર પત્રોના જ છે, તાલુકા પંચાયતની વેબસાઈટ હજૂ ગામોને જૂના તાલુકાઓમાં જ દર્શાવે છે. કોઈ સરકારી પુરાવો ન મળે ત્યાં સુધી જેમ છે તેમ જ રહેવા દઈએ તો વધુ ઉચિત થશે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૦, ૧૬ ઓકટોબર ૨૦૧૩ (IST)
આભાર ધવલભાઈ અને મકનભાઈ (મેં અત્યાર સુધી સભ્યનામ આધારે ‘મહાથીભાઈ’ લખ્યું તે માત્ર નિર્દોષભાવે લખ્યું હતું તેમ માની ક્ષમા કરશોજી). એમ તો મેં પણ ઉપર DNA Newsની લિંક આપી જ છે. પણ આગળ કહ્યું તેમ, વાત વહિવટી ક્ષેત્રને લગતી હોય તો ‘સરકાર’ને સાચી માનવી રહી ! આમે આ (અને આના જેવા કેટલાક) મામલામાં આપણને થોડી અસમંજસ એટલે થાય છે કે, સમાચારો અને કલેક્ટરના હવાલેથી કહેવાતી બાબતો કલેક્ટર હસ્તકની વહિવટી પ્રક્રિયાઓ માટેની હોઈ શકે (જેમ કે એ વિસ્તારનાં મિલ્કત દસ્તાવેજોનું રજિસ્ટ્રેશન વગેરે માટે આ ‘પૂર્વ’ - ‘પશ્ચિમ’ જેવા પેટા ભાગ હોઈ શકે, કલેક્ટોરેટને લગતી પ્રજાકીય કામગીરીઓ પણ આવા વિભાગોમાં વહેંચાયેલી હોય તેમ બને, પણ આપણે અહીં જે તે ગામની વહેંચણી ‘પંચાયતી રાજ’ એટલે કે જિલ્લા પંચાયતની સત્તાઓને આધારે કરીએ છીએ. (જે યોગ્ય પણ છે). આમ આ પ્રકારનો તફાવત ઉદ્‌ભવતો હોઈ શકે. આ માત્ર મારૂં (અને સભ્યશ્રી વ્યોમભાઈ સાથે રૂબરૂ ચર્ચાથી મગજમાં આવેલું) અંગત માનવું છે કે કદાચ આમ હોઈ શકે. પણ અમલમાં લાવવાની બાબત તો એ જ કે, જે તે દેશ/પ્રદેશ/રાજ્ય વગેરેની રાજસત્તાક બાબતો અંગે જે તે સરકારશ્રીની અધિકૃત વેબસાઈટ/લખાણો/પરીપત્રો/દસ્તાવેજો જે દર્શાવે તેને અનુસરવું. (આવી વહિવટી/રાજસત્તાક બાબતો અંગે જ ખાસ તો !!) નહિ કે, ઈતર સ્રોતને. ચર્ચા અને માર્ગદર્શન બદલ આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૦૩, ૧૬ ઓકટોબર ૨૦૧૩ (IST)
તમારા બધાની વાત સાથે સહમત છુ. --મહાથી (talk) ૦૯:૨૯, ૧૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
મહેસુલ વિભાગની આ સાઇટ પર આંબલીને અમદાવાદ સીટી પશ્ચિમ તાલુકાના ભાગ રૂપે દર્શાવવામાં આવ્યુ છે. એેને યોગ્ય સંદર્ભ ગણી ને નામમાં ફેરફાર કરી શકાય?--મકનભાઇ હાથી ૧૧:૪૦, ૨૨ નવેમ્બર ૨૦૧૩ (IST)
ચોક્કસ વળી ! આ પણ સરકારી માહિતીઓ જ છે. વિગતમાં સુધારા વખતે સંદર્ભમાં આપે સૂચવેલી સાઈટનો ઉલ્લેખ જરૂર કરશું. ખુબ ખુબ આભાર. (એક આડવાત; સૌ મિત્રો ઉપરોક્ત સાઈટ પર જોઈ શકે છે કે હજુ કેટલાંક સૂચિત જિલ્લાઓ વિશે ત્યાં માત્ર કોરૂં ખાનું છે ! આથી જ મારે કડવા બનીને પણ એકને એક બાબત, સંદર્ભ, જ્યાં સુધી સંદર્ભ ન મળે ત્યાં સુધી વિગતો ન બદલવા વિશે સૌની સાથે ચર્ચા કરતા રહેવું પડે છે. આશા રાખું વિકિમિત્રો એને હકારાત્મક રીતે જ લેશે.) મકનભાઈ અને નિલેશભાઈનો આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૦૯, ૨૨ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
Return to "આંબલી (તા. દસ્ક્રોઇ)" page.