મહાથી
ઉપર નામની જમણી બાજુ દર્શાવેલું ચિત્ર જોઇને જરાપણ વિચલિત થવાની જરૂર નથી. વાધ, વરૂ, ઘોડા, માંકડ, મચ્છર, અને હાથી વગેરે જેવી અટકો અમારી જ્ઞાતિમાં જરા પણ દુર્લભ નથી. મારૂ નામ મકનભાઇ અને અટક હાથી હોવાને લીધે હું ટૂંકમાં મારૂં નામ મ.હાથી લખુ છું અને એટલે જ અહીંયા યુઝરનેમ મહાથી રાખેલ છે. આપ સહુ મને મકનભાઇ અથવા મહાથી તરીકે સંબોધી શકો છો. આજીજીપુર્વકની યાચના ફક્ત એક જ છે કે તમે મને એ...હાથી... કે મહારથી તરીકે ન સંબોધશો.
અમદાવાદનાં ઘુમા ગામમાં રહું છું§. ગુજરાતી વિકી સાથે મારી ઓળખાણ વિહંગભાઇ એ કરાવી છે. એમણે મારી પાસે ગુપ્તતાના સોગંદ લેવરાવ્યા હોવાથી અહીંયા ખાસ પરીચય લખી શકીશ નહી. પણ એચ.ટી.એમ.એલ. અને સી.એસ.એસ.ƒ ને ક્યાંકથી કોપી કરી અહીંયા પેસ્ટ કરવામાં પાવરધો છું. થોડું ઘણું ડીઝાઇનીંગ ફાવે છે.
The Working Man's Barnstar | |
ભાવનગર જિલ્લાના તાલુકાઓ ઉમેરવા માટેની ખુબ સરસ કામગીરી બદલ ! --(વિહંગ ૧૦:૫૩, ૧૪ ઓકટોબર ૨૦૧૩) |
§ => ઘુમા ગામ અમદાવાદમાં છે એનો કોઇ સંદર્ભ હાલ મારી પાસે ઉપલબ્ધ નહોવાના કારણે મહેરબાની કરીને આને રદ ના કરી નાખતા.
ƒ => વિહંગભાઇ મજાકના મુડમાં હોય ત્યારે - જે તેઓ હંમેશા હોય છે - સી.એસ.એસ. ને એમના કાઠિયાવડી લહેકામાં છી!!. એસ... અને હજુ પણ એસ.!!! કહે છે!!!