ચર્ચા:ઇલા આરબ મહેતા
આ લેખનું લખાણ અન્ય જગ્યાએથી બેઠું ઉઠાવીને અહીં મુક્યું છે, કેમકે આ ફક્ત વ્યક્તિ પરિચય છે, એટલે તેમાં પ્રકાશનઅધિકારનો બહુ મોટો પ્રશ્ન નથી, જોકે મૂળ સાઇટ દાવો કરે તો આપણે તેમના પ્રકાશનાધિકારનો ભંગ નથી કર્યો તેમ પણ નથી કહી શકીએ તેમ. તે જે હોય તે, પરંતુ જો આ લખાણ આ સ્વરૂપે અન્ય જગ્યાએ હોય જ તો તેને અહીં મુકવાની શી જરૂર છે? જો આ લેખને વિકિની શૈલીમાં લખી શકતા હોઈએ તો અહીં રાખવો, નહીતર હટાવી દેવો તેવું મારૂં મંતવ્ય છે. આવા અન્ય લેખો પણ છે, બધા માટે મારો તો આ જ મત છે. આપ મિત્રોના વ્યુહની રાહ જોઉં છું.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૪૯, ૩૧ ઓકટોબર ૨૦૦૯ (UTC)
સહમત
ફેરફાર કરોજો આ લેખને વિકિની શૈલીમાં લખી શકતા હોઈએ તો અહીં રાખવો, નહીતર હટાવી દેવો તે વાત થી હું સહમત થાઉં છું.. પરંતુ જે-તે યોગદાન કર્તાને જાણ કરીયે કે તમારો લેખ વાંધા જનક છે તો આપ સત્વરે વિકિ ના ધોરણ મુજબ આ લેખ ને અમુક દિવસોની મહોલત ની અંદર મઠારવા વિનંતી અન્યથા લેખ દૂર કરવામાં આવશે. આવી ચૂચના આપીયે અને પછી યોગ્ય પગલા લઇયે તો કેમ?
મારા દ્વારા જ આવા અનેક લેખો છે. શરુઆત માં હું આવું જ યોગદાન કરતો :-) મારા આવા લેખો વિના સંકોચે દૂર કરી શકો છો છતા હું આ લેખો ને મઠારવાનો પ્રયત્ન કરીશ! સીતારામ... મહર્ષિં --Maharshi675 ૦૯:૨૮, ૧૭ નવેમ્બર ૨૦૦૯ (UTC)