મારું નામ મહર્ષિ દિલિપકુમાર મહેતા. મુળ વતન ભાવનગર જીલ્લાનું શિહોર ગામ, પરંતુ હાલ જર્મનીનું સ્ટુટગાર્ટ શહેર. જન્મ, વત્સત્ ગોત્રમાં યજુર્વેદિય ઔદિચ બ્રામ્હણ પરિવારમાં થયો. બાળપણ મોટાભાગે ભાવનગરમાં જ વીત્યું અને પ્રાથમિક શિક્ષણ ગુજરાતી માધ્યમમાં મળ્યું. આમ, ગુજરાતી ભાષાનો પરિચય વધતો ચાલ્યો અને પ્રીતમાં પરિણમ્યો. સ્વામિનારાયણ ગુરુકુળ શાળામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લઈ ત્યાંજ "Bachelor of Computer Application" એવી સ્નાતકની પદવી મેળવી. ત્યાર બાદ, ૨૦૦૬ની સાલમાં ઉત્તર જર્મનીના નાનકડા અને સુંદર શહેર બ્રેમનમાં "Master of Information and Technology" ની ઉપાધિ મળી. શરુઆતથી જ સંશોધનનો વિષય મુખ્યત્વે પ્રજ્ઞાચક્ષુ લોકો માટે સોફટવેર તથા કમ્પ્યુટરની મદદથી કશુંક નવું શોધવાનો રહ્યો. આ જ વિચાર આગળ વધતા ૨૦૦૫ની સાલથી લઇને આજ સુધી કંઈક રોજી-રોટી માટે તો કંઈક નિજાનંદ માટે પ્રજ્ઞચક્ષુ લોકો પર જ સંશોધન કરી રહ્યો છું. હાલમાં જર્મન સરકાર દ્વારા પ્રાયોજિત (funded) "Screen Reader" બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળી છે.

શોખની વાત કરીએ તો મોટા ભાગે વાંચન અને અહીં લખવું ગમે. ક્યારેક થોડું પોતાનાં માટે પણ લખું. અહીં સામાન્યત: અંગ્રેજી કે અન્ય ભાષાઓના લેખોના તરજૂમા કરી લઉં છું. આમ મારું સ્વતંત્ર જ્ઞાન પહેલેથી જ બહું અલ્પ રહ્યું છે, જે સુધારવાનો સતત પ્રયત્ન કરું છું. મુખ્યત્વે ગાંધીજી દ્વારા લખાયેલું મને અત્યંત પ્રભાવિત કરે. ઉપરાંત નવલકથાઓ, લેખો, અને ઐતિહાસિક, સામાજીક, અર્થશાસ્ત્રિય, આધ્યાત્મિક, આરોગ્ય વિષયક, વિજ્ઞાનને લગતું વાંચન મને વ્યસ્ત રાખે. શૈશવકાળથી જ રામાયણ પર આત્યંતિક પ્રેમ રહ્યો અને આગળ ઉપર રામાયણને લગતા ગ્રંથો વિશે ગહન અભ્યાસ કરવાનું સપનું સેવ્યું છે. હાલમાં તો વિશ્વના વિશાળ ફલક પર તટસ્થતાથી દરેક ધર્મો અને સંસ્કૃતિનો પરિચય મેળવવો ઘટે, એવી સતત જરૂરિયાત જણાય છે.

માતૃભાષા ગુજરાતી પ્રત્યે અનન્ય પ્રેમ! જય હિન્દ!

મહર્ષિ


નોંધ: થોડા લેખોનું કામ પૂર્ણ થયેલ પરંતુ ઘણા કે ખૂબ ઘણા લેખો પર કામ કરવાનું બાકી હોય તેની યાદી અહીં આપેલ છે.

Wikipedia:Babel
guઆ સભ્યની માતૃભાષા ગુજરાતી છે.
hi-3यह सदस्य हिन्दी भाषा में प्रवीण है।
en-4 This user speaks English at a near-native level.
de-1Dieser Benutzer hat grundlegende Deutschkenntnisse.
Search user languages


આ સભ્ય ભારતીય નાગરિક છે.
આ સભ્ય હિંદુ છે.

રત્નકણિકા

મારી માતૃભાષા ગમે તેવી અધૂરી હોય, તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં…. સૌ કોઈ સ્વીકારે છે કે, અંગ્રેજી આજે આખી દુનિયાની ભાષા બની છે, તેથી હું તેને નિશાળના નહિ, પણ વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં મરજિયાત શીખવવાના વિષય તરીકે બીજી ભાષાનું સ્થાન આપું… મેં સાંભળ્યું છે કે મા-બાપ આપણા શિક્ષણક્રમથી કાયર છે. છોકરાને માતૃભાષા દ્વારા શિક્ષણ અપાય છે તે તેમને સાલે છે ! આ સાંભળી હું હસ્યો, દુઃખ તો પાછળથી થયું કે આ કેટલી બધી અધોગતિ ! મા-બાપને ભય છે કે છોકરાં અંગ્રેજી સારું નહીં બોલી શકે. ખરાબ ગુજરાતી બોલશે તે તેમને નથી સાલતું. ગુજરાતી ભણશે તો કેળવણી કાંઈક ઘરમાં પણ લાવશે એનો એમને વિચાર શેનો હોય? --ગાંધીજી