શ્રી ધવલભાઈ, આ અને તરંગ, તરંગલંબાઈ જેવા લેખ પર આપે ડિલિશન ટેગ કદાચ લેખ બહુ જ નાના (કે માત્ર વ્યાખ્યા જેવા) હોવાથી મારી તેમ જાણ્યું. પરંતુ મારો નમ્ર વિચાર એ છે કે આ જ લેખ અંગ્રેજી વિકિ પર તો છે જ અને અહિ હાલ ભલે આટલો અમથો લેખ રાખીશું તો આગળ કોઈક વધારે વિગતો ત્યાંથી ભાષાંતર કરીને મુકી શકશે. (માટે જ મેં અન્ય વિકિની લિંક્સ આ બધા લેખ પર મુકી છે) કોઈ વિજ્ઞાનપ્રેમી સભ્યને થોડું કરવાલાયક કામ મળી રહેશે! જો કે મારો દૂરાગ્રહ નથી કિંતુ એક વખત ફેર વિચાર કરવા વિનંતી. --અશોક મોઢવાડીયા (talk) ૧૯:૧૮, ૭ માર્ચ ૨૦૧૨ (UTC)

અશોકભાઈ, હું પણ આપની સાથે સહમત છું અને માટે જ મેં તેમને તાત્કાલિક દૂર ના કરતા ડિલિશન ટેગ મુકી છે. હું વ્યક્તિગત રીતે આવા એક-બે લીટીના સબસ્ટબની વિરોધમાં છું, પણ નીતિ પ્રમાણે તેમાં કશું ખોટું નથી. હું વર્ષોથી જોતો આવ્યો છું (અને તમે પણ નોંધ્યું હશે) કે અહિં લેખ બનાવનાર વ્યક્તિ ફક્ત એક લીટી લખીને પોતાનું પૂણ્ય અર્જિત થઈ ગયું તેમ સમજી લે છે, અને પછી અન્યો તેને કૂંડાળું સમજીને તેમાં પગ મુકતા પણ ખચકાય છે, આમ આવા સબસ્ટબો લગભગ હંમેશને માટે સબસ્ટબ જ બની રહે છે. આ ઊર્જાને જ જુઓ, ૨૬ જૂન ૨૦૦૯ના રોજ તે બનાવવામાં આવ્યો હતો, અને આ પોણા ત્રણ વર્ષમાં કોઈનામાં એટલી ઊર્જા ના આવી કે તેને સબસ્ટબમાંથી ઓછામાં ઓછો સ્ટબ તો બનાવે. માટે, જો આવા લેખોને દૂર કરવામાં આવે તો જ તેમની સ્થાને નવા વિસ્તૃત પાના આવી શકે છે. અને ના આવે તો આ એક લીટીના લેખને ક્યાં સુધી લેખ ગણીને આપણે આપણી લેખોની સંખ્યાથી હરખાતા રહીશું?--ધવલચર્ચા/યોગદાન ૨૩:૩૯, ૭ માર્ચ ૨૦૧૨ (UTC)
આ વિષય નિતી વિષયક છે. એક લાઈના સ્ટબ વિષે શું કરવું તેની ચોતરા પર ચર્ચા કરી, ગુજરાતી વિકિ સભ્યોનું મતદાન કરી બહુમતી અનુસાર નિર્ણય લેવો જોઈએ --sushant (talk) ૦૪:૪૨, ૮ માર્ચ ૨૦૧૨ (UTC)
Return to "ઊર્જા" page.