તરંગલંબાઈ
તરંગ પરના પુનરાવર્તન થતા (શૃંગ અથવા ગર્ત બે બિંદુઓમાંથી કોઇપણ) બે બિંદુઓ વચ્ચેના અંતરને તરંગલંબાઇ કહેવાય છે. તરંગલંબાઇને ગ્રીક મૂળાક્ષર લૅમડા (λ) દ્વારા દર્શાવાય છે.
તરંગલંબાઇ અને આવૃત્તિ વચ્ચે વ્યસ્ત સંબંધ હોય છે
- જેમ તરંગલંબાઇ વધારે તેમ આવૃત્તિ ઓછી અને જેમ તરંગલંબાઇ ઓછી તેમ આવૃત્તિ વધારે હોય છે.
જ્યારે આપણૅ પાણીમાં પથ્થર ફેંકીએ ત્યારે તેમાં વમળ ઉત્પન્ન થાય છે, જે એક તરંગનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. તેવી જ રીતે દોરીમાં પણ તરંગ ઉત્પન્ન થાય છે. આપણે તરંગોની દુનિયામાં જીવીએ છીએ.
- આવૃત્તિ :
આવૃત્તિ એટલે એક સેકન્ડમાં થતાં કંપનોની સંખ્યા.
- આવર્તકાળ:
આવર્તકાળ એટલે એક કંપન થતાં લાગતો સમય.