ચર્ચા:ઑડિશાના જિલ્લા અને શહેરો

છેલ્લી ટીપ્પણી: Harsh4101991 વડે ૧૨ વર્ષ પહેલાં

અહીં મે શહેરોને દર્શાવા માટે બે પદ્ધતિ દર્શાવી છે. જે સારી લાગે તે જણાવવા વિનંતિ જેથી આગળ બધે તે જ રીતે માહિતી લખી શકાય.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૬:૧૯, ૨૯ મે ૨૦૧૨ (IST)ઉત્તર

સાચું કહું તો એકનું એક વાક્ય એકથી વધુ વખત એક પાના પર આવે તે સારું નથી લાગતું. ગુજરાતના જિલ્લાઓ મુજબનું કંઈ કરી શકીએ તો વધુ સ્વચ્છ લાગશે. મારી નકારાત્મકતા જગ વિખ્યાત છે, એટલે મારા સુચનો પર અમલ કરતા પહેલા અન્યોના અભિપ્રાય જાણી લેવા.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૫૩, ૩૦ મે ૨૦૧૨ (IST)ઉત્તર
સાચી વાત છે મને પણ યોગ્ય નથી લાગતુ પણ આમાં કોઇક અન્ય ભવિષ્યમાં માહિતી ઉમેરિ શકે એટલે રાખ્યુ છે બાકી તો કોષ્ટક બનાવીને મુકી દઇએ. જલ્દી નિર્ણય લેવા વિનંતિ. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૪:૧૮, ૩૦ મે ૨૦૧૨ (IST)ઉત્તર
એકનું એક વાક્ય આવે રાખે તે વાજબી નથી જ. મારો એક પ્રસ્તાવ છે; કોષ્ટકને બદલે જિલ્લાનાં નામનાં પેટામથાળા (અત્યારે છે તેમ જ) રાખવા પણ તેમાં "ભારત દેશ....ફલાણું રાજ્ય...(અહીં લેખનું નામ જ સ્વયંસ્પષ્ટ હોવાનું !) વગેરે એક સરખું લખાણ ન રાખતાં માત્ર કશુંક નવિન હોય તો રાખવું અન્યથા માત્ર નામ તો રહેશે જ. જિલ્લાનાં શહેરો માટે વળી "ફલાણાં જિલ્લાનાં શહેરો"ને બદલે માત્ર "શહેરો" એટલું જ પેટા મથાળું રાખવું. આથી એકને એક માહિતી દરેકમાં લખવાની જરૂર રહેતી નથી. અને ભવિષ્યમાં જે તે જિલ્લો, શહેર વિશે અન્ય ઉપયોગી માહિતી ઉમેરવાની થાય તો ઉમેરી શકાય. અને કદાચ સ્વતંત્ર લેખ બને તેટલી માહિતી થઈ જાય તો તેને સ્વતંત્ર લેખનું સ્વરૂપ આપી અહીં માત્ર જે તે મથાળાને લેખની કડી આપી શકાય. (આશા છે આ ગરબડીયા વિચારોમાંથી આપ કંઈક ગોઠવી કાઢશો !!) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૦૭, ૩૦ મે ૨૦૧૨ (IST)ઉત્તર
તમે જે કહેવા માંગો છો અશોકભાઇ તે મુજબ લેખમાં એક સુધારો કરવા વિનંતિ. હુ જેટલુ સમજ્યો તેટલા સુધારા કરુ છુ. અને શહેરો દર્શાવા માટે બે પદ્ધતિ દર્શાવી છે. જે સારી લાગે તે જણાવવા વિનંતિ ..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૬:૧૧, ૩૦ મે ૨૦૧૨ (IST)ઉત્તર
હર્ષભાઈ, હું જે ધારતો હતો અદ્દલ એવું જ આપે કરી નાખ્યું ! એકદમ બરાબર થયું. શહેરો દર્શાવવામાં મને તો બીજી (ક્રમાંક વાળી નહિ પણ પેટામથાળા વાળી) પદ્ધત્તિ બરાબર લાગી, કેમ કે તેમાં જરૂર પડ્યે માહિતીઓ સરળતાથી ઉમેરી શકાય. જો કે આ ’ઢાંચો’ અન્ય મિત્રોને પણ વાજબી જણાય (કે તેમાં સુધારાનું કશુંક જરૂરી માર્ગદર્શન મળે) એટલે ઘણાં બધાં નાના નાના લેખ આ પ્રકારે એકત્ર સ્વરૂપે કરી શકાશે. ધન્યવાદ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૪૯, ૩૦ મે ૨૦૧૨ (IST)ઉત્તર
અતિ ઉત્તમ. એકદમ બરાબર દિશામાં જઈ રહ્યું છે. અશોકભાઈની સાથે સહમત કે શહેરો દર્શાવવા માટે ક્રમને બદલે પેટામથાળાની પદ્ધતિ વધુ યોગ્ય લાગે છે. છેલ્લે, પાનાનું નામ ઓરિસ્સાના જિલ્લા અને શહેરો' (ના ઉપર અનુસ્વાર નહિ) હોવું જોઈએ. શું કહો છો અશોકભાઈ?--ધવલચર્ચા/યોગદાન ૦૫:૦૦, ૩૧ મે ૨૦૧૨ (IST)ઉત્તર


અશોકભાઇ અને ધવલભાઇ આપે જેમ કીધુ એ મુજબ મે કરી નાખ્યુ છે. અને રહી વાત જોડણીની તો એ તમે લોકો યોગ્ય રીતે નક્કિ કરીને નામ બદલી નાખજો. હુ આ લેખને હવે સંપુર્ણ બનાવું છું. ભુલચુક ધ્યાનમાં આવે તો ધ્યાન દોરતા રહેજો..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૪:૪૦, ૩૧ મે ૨૦૧૨ (IST)ઉત્તર

Return to "ઑડિશાના જિલ્લા અને શહેરો" page.